
2014માં ખરેખર નિર્માણ પામવી જોઇએ આ પાંચ કોન્સેપ્ટ કાર
2014ના જીનેવા મોટર શોમાં અનેક કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા પોતાની કોન્સેપ્ટ કાર્સને રજૂ કરવામાં આવી હતી. જો કે કાર નિર્માણ કરતી કંપનીઓ દ્વારા આ કોન્સેપ્ટ કારને ક્યારે લોન્ચ કરવામાં આવશે તે અંગે કોઇ વાત કરી નથી. ત્યારે આજે અમે અહી એવી પાંચ કોન્સેપ્ટ કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જો શક્ય હોય તો તેનું નિર્માણ ટૂંક સમયમાં જ થવું જોઇએ, એટલે કે 2014માં આ કોન્સેપ્ટ કાર્સનું નિર્માણ કંપનીઓ દ્વારા કરવામાં આવવું જોઇએ, કારણ કે આ મોટર શોમાં જે કોન્સેપ્ટ કાર્સ રજૂ કરવામાં આવી છે, તેમાં ઘણી કાર્સ એવી છે જે ભવિષ્ય માટે સમકાલીન અને વ્યવહારિક સમાધાન છે.
કોન્સેપ્ટ કાર્સ એ નિર્માણ કરતી કંપનીના ભવિષ્યના મોડલ્સ હોય છે અથવા તો તેમના ઇનોવેશન અને ટેક્નોલોજીને પ્રસ્તૃત કરવાનો એક માર્ગ છે. આ કાર્સને ભવિષ્યના ભાગ તરીકે જોવામાં આવતી હોય છે, તો ચાલો તસવીરો થકી જોઇએ કે એવી કઇ પાંચ કોન્સેપ્ટ કાર્સ છે, જેનું નિર્માણ થવું જરૂરી છે.

ટોપ 5 કોન્સેપ્ટ કાર્સ
અહી અમે એવી પાંચ કોન્સેપ્ટ કાર્સ અંગે જણાવી રહ્યાં છે, જેમને જીનેવા મોટર શો 2014માં રજૂ કરવામાં આવી હતી.

No.5 Mazda Hazumi
મઝદાએ તેની કોન્સેપ્ટ કાર હઝુમીને જીનેવા મોટર શો 2014માં રજૂ કરી હતી. આ એક કોન્સેપ્ટ હેચબેક કાર છે અને તેનો સમાવેશ મઝદા 2 મોડલમાં કરવામાં આવશે. મઝદાએ જણાવ્યું હતું કે તેની હુઝુમી કારનું 95 ટકા પ્રોડક્શન તૈયાર છે.

No.4 Volkswagen T-Roc
ફોક્સવેગને પોતાની ટૂ ડોર કોન્સેપ્ટ કાર ટી-રોકને રજૂ કરી હતી. આ કારના ફીચર અંગે વાત કરીએ તો તેમા 2.0 લિટર ડીઝલ ટર્બોચાર્જ્ડ એન્જીન છે. જો આ કારનું પ્રોડક્શન કરવામાં આવે તો આ કાર નિસાનનની જ્યુકને ટક્કર આપી શકે છે.

No.3 Skoda VisionC
સ્કોડા દ્વારા પોતાની કોન્સેપ્ટ કાર વિઝન સીને રજૂ કરવામાં આવી હતી. આ કારને સ્કોડાની બેસ્ટ લુકિંગ કાર કહેવામાં આવે છે. આ કારે પોતાની પારિવારિક ડિઝાઇને જાળવતા અસરકારક ડિઝાઇન હાંસલ કરી છે.

No.2 Audi TT Quattro Sport Concept
ઑડી દ્વારા તેની ટીટી ક્વાટ્રો સ્પોર્ટ કોન્સેપ્ટ કારને રજૂ કરવામાં આવી હતી. આ કારમાં 2.0 લીટર ટીએફએસઆઇ એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 420 હોર્સ પાવર જનરેટ કરી શકે છે. તેમજ તે 3.7 સેકન્ડમાં 62 એમપીએચ સુધી પહોંચી શકે છે.

No.1 Maserati Alfieri Concept
મેસેરાટી દ્વારા એલફિએરિ કોન્સેપ્ટ કારને રજૂ કરવામાં આવી છે, આ કારને કોઇપણ એંગલેથી જોવામાં આવે તો આ કાર શ્રેષ્ઠ જ જણાય છે. મસેરાટી દ્વારા આ કારના પ્રોડક્શન અંગેની ખાતરી આપી દીધી છે.