For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ પાંચ એસયુવી

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટર સારો ગ્રોથ કરી રહ્યો છે અને બજારમાં એવી કાર્સ વધારે લોકપ્રીય થઇ રહી છે, જે એફોર્ડેબલ હોય અને ફ્યુઅલ એફિસિન્સીવાળી હોય. જેના કારણે વિવિધ કંપનીઓ દ્વારા આ પ્રકારની હેચબેક અને સેડાન કાર્સ લોન્ચ કરવામાં આવી રહી છે. પરંતુ આ સાથે જ એસયુવી કાર્સ પણ ભારતમાં સારુ એવું પ્રદર્શન કરી રહી છે.

જેને લઇને વિવિધ કંપનીઓ દ્વારા પોતાની સામાન્યથી માંડીને વૈભવી એસયુવીને લોન્ચ કરવામાં આવી રહી છે. ટૂંક સમયની અંદર ભારતીય ઓટો બજારમાં 5થી 10 લાખ રૂપિયા સુધીની કિંમત ધરાવતી એસયુવી લોન્ચ થવાની છે. એવી પણ આશા રાખવામાં આવી રહી છેકે આ એસયુવી આવતા વર્ષના મધ્યભાગની અંદર લોન્ચ થશે. જેમાં મહિન્દ્રા, હુન્ડાઇ, મારુતિ સુઝુકી, ડટ્સન સહિતની કંપનીઓ પોતાની એસયુવીને લોન્ચ કરવાની છે, તો ચાલો તસવીરો થકી એ એસયુવી અંગે જાણીએ.

નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા બોલેરો

નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા બોલેરો

સંભવિત લોન્ચિંગ સમયઃ- 2015ના અંતભાગ સુધીમાં
સંભવિત કિંમતઃ-6થી 8 લાખ રૂપિયા
મહિન્દ્રા બોલેરો ભારતમાં સૌથી વધુ વેચાતી યુટિલિટી કાર છે અને દર મહિને તેના 10 હજાર જેટલા યુનિટનું વેચાણ થાય છે. ત્યારે કંપની પોતાની આ એસયુવીમાં કેટલોક બદલાવ લાવી રહી છે. આ એસયુવીને નેક્સ્ટ જનરેશન મહિન્દ્રા બોલેરો કહેવામાં આવી રહી છે. આ એસયુવીને હાઇડ્રોફોર્મ્ડ લેડ્ડર ફ્રેમ ચેસિસ પર બનાવવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. તેમજ તેમાં 1.5 અથવા તો 1.6 લિટરના ડીઝલ એન્જીનનો ઉપોયગ કરવામાં આવશે. તેમજ તેનું ઇન્ટેરિયર્સ બદલવામાં આવશે તેમાં કાર જેવું ડેશબોર્ડ આપવામાં આવશે.

મહિન્દ્રા એસ 101

મહિન્દ્રા એસ 101

સંભવિત લોન્ચિંગ સમયઃ- 2015ના મધ્યભાગમાં
સંભવિત કિંમતઃ- 5 લાખ રૂપિયા
મહિન્દ્રા દ્વારા કોમ્પેક્ટ એસયુવીમાં હાથ અજમાવવામાં આવી રહ્યો છે, જે ફોર્ડ ઇકોસ્પોર્ટ અને રેનો ડસ્ટરને કપરી ટક્કર આપશે. આ કાર 2015ના મધ્યમાં લોન્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. આ કારમાં મહિન્દ્રા દ્વારા ક્વાન્ટોની જેમ 1.5 લિટરનું એન્જીન આપવામાં આવી શકે છે. આ કોમ્પેક્ટ એસયુવી 4 મીટરની હશે અને તેમાં 1500 સીસીનું એન્જીન હશે.

ડટ્સન ગો પ્લસ

ડટ્સન ગો પ્લસ

સંભવિત લોન્ચિંગ સમયઃ- જાન્યુઆરી 2015
સંભવિત કિંમતઃ- 5 લાખ રૂપિયા
એમપીવી સેગ્મેન્ટમાં ઘણો જ ગ્રોથ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને ડટ્સને પણ પોતાની ગો પ્લસ એસયુવી-એમપીવીને લોન્ચ કરવાની યોજના બનાવી છે. આ 7 સીટર કાર હશે, જેમાં 1.5 લિટર કે9કે ડીઝલ આપવામાં આવશે, પહેલા આ કારને ઓક્ટોબર 2014માં લોન્ચ કરવાની હતી, પરંતુ હવે તેને જાન્યુઆરી 2015માં લોન્ચ કરવામાં આવશે.

મારુતિ સુઝુકી એસ ક્રોસ

મારુતિ સુઝુકી એસ ક્રોસ

સંભવિત લોન્ચિંગ સમયઃ- 2015ની શરૂઆતમાં
સંભવિત કિંમતઃ- 10 લાખ રૂપિયા
મારુતિ સુઝુકી દ્વારા પોતાની નવી એસયુવી એસ ક્રોસને ભારતીય ઓટો એક્સપોમાં લોન્ચ કરવામાં આવી હતી. આ એસયુવી એસએક્સ4 હેચબેક અનુસાર બનાવવામાં આવશે. યુરોપમાં આ કારને 1.6 લિટર ડીઝલ એન્જીન અને પેટ્રોલ એન્જીન સાથે વેચવામાં આવે છે અને ભારતમાં પણ એ જ અનુસાર વેચવામાં આવી શકે છે. તેમ છતાં ભારતમાં 1.4 લિટર કે સિરિઝ પેટ્રોલ અને 1.3 લિટર મલ્ટિજેટ ડીઝલ એન્જીનનો ઉપયોગ કરવામાં આવી શકે છે, જે એર્ટિગા અને સિયાઝમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે.

હુન્ડાઇ આઇએક્સ 25

હુન્ડાઇ આઇએક્સ 25

સંભવિત લોન્ચિંગ સમયઃ- 2015ના મધ્યભાગમાં
સંભવિત કિંમતઃ-10 લાખ રૂપિયા
સાઉથ કોરિયન કાર નિર્માતા કંપની ભારતીય માર્કેટમાં પોતાને મજબૂત બનાવવા માટે કોમ્પેક્ટ એસયુવી લોન્ચ કરવા જઇ રહી છે. આ કારને બેઇજિંગ મોટર શોમાં દર્શાવવામાં આવી હતી અને આશા રાખવામાં આવી છેકે આ કારને 2015ના મધ્યભાગમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આ કારમાં 1.4 લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જીન સાથે લોન્ચ કરવામાં આવશે.

English summary
Top-5 Utility Vehicles who will launch in india soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X