For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોર્શે સાથે જોડાયેલી કેટલીક જાણી અજાણી વાતો

|
Google Oneindia Gujarati News

વિશ્વભરમાં એકથી એક શાનદાર લક્ઝરી સ્પોર્ટ કાર રજૂ કરનારી જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની પોર્શેની કાર્સથી તમે બધા જ અવગત હશો જ. પોર્શેની શાનદાર કાર 911એ 50 વર્ષ પૂર્ણ કરી લીધા છે અને કંપની આ કારની સફળતાંને એક ઉત્સવની જેમ મનાવવામાં આવી રહી છે, પરંતુ શું તમે કંપની અને તેમના સંસ્થાપક સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો અંગે જાણો છો?

એ સાચું છે કે, કોઇપણ વ્યક્તિ મોટો પૈસાથી નહીં પરંતુ વિચારથી જાય છે. કંઇક આવું જ પોર્શેના સંસ્થાપક પ્રોફેસર ફેર્ડિનેંડ પોર્શેએ કરી હતી. પોતાના શાનદાર વિચારના કારણે તેમણે વિશ્વ સમક્ષ પોર્શે જેવી શાનદાર કાર રજૂ કરી હતી. તો ચાલો તસવીરો થકી જોઇએ પોર્શે સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો અંગે.

પોર્શે સંસ્થાપક પ્રોફેસર ફેર્ડિનેંડ પોર્શે

પોર્શે સંસ્થાપક પ્રોફેસર ફેર્ડિનેંડ પોર્શે

પોર્શેના સંસ્થાપક પ્રોફેસર ફેર્ડિનેંડ પોર્સે હતા. ફેર્ડિનેંડ એક ઓટોમોબાઇલ એન્જીનીયર હતા અને તેમણે વિશ્વની પહેલી હાઇબ્રિડ કારનું નિર્માણ હતું. આ ઉપરાંત તેમણે 1923માં બેંઝ ટ્રફેવેગન કારની ડિઝાઇ કરી હતી, જે મિડ ઇંજન અને રિયર વ્હીલ ડ્રાઇવર લેઆઉટ પર બનાવવામાં આવેલી વિશ્વની પહેલી રેસ કાર હતી.

લોન્હર પોર્શે

લોન્હર પોર્શે

લોન્હર પોર્શે ઇલેક્ટ્રોમોબાઇલ વિશ્વની પહેલી કાર હતી, જેમાં ચાર વ્હીલમાં બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારને વર્ષ 1898માં બનાવવામાં આવી હતી.

પોર્શે કારનો લોગો

પોર્શે કારનો લોગો

તમને જણાવી દઇએ કે, વર્ષ 1952માં પોર્શે કારના લોકોને એક નેપકિન પર બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ન્યૂયોર્કના એક રેસ્ટોરાંમાં ડો. ફેરી પોર્શે પોતાના મિત્ર મેક્સ હોકમેન સાથે ખાવાનું ખાઇ રહ્યાં હતા. તેમણે ત્યાં ટેબલ પર જ પડેલા એક નેપકિન પર પોર્શેનો લોગો ડિઝાઇન કર્યો હતો.

પોર્શેનો પહેલો શોરૂમ

પોર્શેનો પહેલો શોરૂમ

વર્ષ 1950માં અમેરિકાના જાણીતા ઓટોમોબાઇલ ડીલર મેક્સ હોફમેનના પોર્શેનો શોરૂમ ન્યૂયોર્કના પાર્ક એવેન્યૂ વિસ્તારમાં શરૂ કરી હતી. પહેલીવાર પોર્શેની કાર્સના શોરૂમમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

સ્નેપી પોર્શે રોડસ્ટર પહેલી રેસ કાર

સ્નેપી પોર્શે રોડસ્ટર પહેલી રેસ કાર

સ્નેપી પોર્શે રોડસ્ટર પોર્શેની પહેલી કાર હતી, જે રેસના મેદાન પર ઉતરી હતી. આ કારને સૌથી પહેલી કાર વર્ષ 1954માં ન્યૂયોર્ક ઓટો શો દરમિયાન વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

પહેલી સિંગલ સીટ પોર્શે રેસિંગ કાર

પહેલી સિંગલ સીટ પોર્શે રેસિંગ કાર

પહેલી સિંગલ સીટ પોર્શે રેસિંગ કાર, જેન બેહરા દ્વારા ચલાવવામાં આવી હતી. તેમણે આ કારને વર્ષ 1958માં ફ્રાન્સના ફોર્મૂલા રેસ દરમિયાન ચલાવવામાં આવી હતી.

પોર્શેની શાનદાર સ્પોર્ટ કાર 911

પોર્શેની શાનદાર સ્પોર્ટ કાર 911

પોર્શેની શાનદાર સ્પોર્ટ કાર 911 કંપની તરફથી બનાવવામાં આવેલી વિશ્વની સૌથી શાનદાર કાર છે. વર્ષ 1964થી લઇને આજ સુધી પોર્શે 911નું ઉત્પાદન માત્ર એક સ્થાન પર કરવામાં આવી રહ્યું છે. પોર્શેની ફેક્ટરીમાં, જે જર્મનીના સ્ટટગાર્ટમાં સ્થિત છે.

જર્મનીની સ્ટટગાર્ટ ફેક્ટરી

જર્મનીની સ્ટટગાર્ટ ફેક્ટરી

જર્મનીની સ્ટટગાર્ટ ફેક્ટરીમાં દરરોજ, 40 પોર્શે બોકસ્ટર કાર્સ, 110 પોર્શે 911 કાર્સ અને લગભગ 500 એન્જીનનું નિર્માણ કરવામાં આવે છે.

પોર્શે 911 5 હજાર વેલ્ડ

પોર્શે 911 5 હજાર વેલ્ડ

પોર્શેની શાનદાર કાર 911માં અંદાજે 5 હજાર ફોલ્ડ હોય છે. એટલે કે કારના પાર્ટ્સને લગભગ 5 હજારવાર એકબીજા સાથે વેલ્ડિંગ કરવામાં આવે છે.

પોર્શે 911નું તાજું સંસ્કરણ

પોર્શે 911નું તાજું સંસ્કરણ

પોર્શે 911 કારને આજ સુધી લગભગ 5 વાર જ અપગ્રેડ કરવામાં આવી છે. જો કે, આ કારને વર્ષ 1964થી વિશ્વભરમાં વેચવામાં આવી રહી છે, પરંતુ અત્યારસુધી માત્ર 6 જનરેશનને જ બજારમાં ઉતારવામાં આવી છે.

જોન વોન ન્યૂમેન અને પોર્શે

જોન વોન ન્યૂમેન અને પોર્શે

હોલીવુડના જાણીતા ડીલર, જોન વોન ન્યૂમેને વર્ષ 1952માં એક સાથે 356 પોર્શે કારનો ઓર્ડર કર્યો હતો. તે એક ફિલ્મમાં પોર્શે કાર્સની રેસને દર્શાવવામાં ઇચ્છતાં હતા. એટલું જ નહીં આ કારને કોઇ પેન્ટ કરવામાં અને કોઇ પણ પ્રકારની અપહોલ્સટરીનો ઓર્ડર કર્યો હતો અને તેમણે જાતે જ મોડિફાઇ કરી હતી.

English summary
Porsche is celebrating 50 years of its 911 sports car. On this occasion we bring to you an interesting collection of historic facts about the legendary automaker. Let us know of other interesting facts that we might have missed out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X