For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં આવી રહી છે આ શાનદાર બાઇક

By Super
|
Google Oneindia Gujarati News

ટ્રાયમ્પ બાઇકના શોખિનો માટે ખુશખબરી છે. ભારતીય બજારમાં તાજેતરમાં જ ડગ માંડનારી બ્રિટેનની પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની ટ્રાયમ્પ ભારતીય બજારમાં પોતાની શાનદાર બાઇક્સને રજૂ કરવાની યોજના બનાવી રહી છે. ટ્રાયમ્પ વિશ્વભરમાં હેવી સીસીના એન્જીન સાથે બાઇક રજૂ કરવા માટે જાણીતી છે. ટ્રાયમ્પે ગત દિલ્હી ઓટો એક્સપો દરમિયાન પોતાની બાઇક્સની શાનદાર રેન્જ રજૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કંપની પોતાની બાઇક્સની રેન્જને આગામી સપ્ટેમ્બર માસમાં રજૂ કરશે.

તમને જણાવી દઇએ કે દેશમાં અત્યારસુધી ટ્રાયમ્પની એક પણ ડીલરશીપ નથી, પરંતુ માહિતી અનુસાર ટ્રાયમ્પ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાના નવા ડીલરશીપની શરૂઆત કરશે. નોંધનીય છે કે, ભારતીય બજારને લઇને ટ્રાયમ્પની યોજનાઓ ઘણી મોટી છે. તાજેતરમાં જ કંપનીએ દેશમાં પોતાના સંયંત્રની શરૂઆતની યોજના પણ બનાવી હતી. જેથી ઓછી કિંમતમાં ભારતમાં ટ્રાયમ્પની બાઇક્સનું વેચાણ કરી શકાય.

એક કમિટિને મોકલાઇ હતી ભારતમાં

એક કમિટિને મોકલાઇ હતી ભારતમાં

કંપનીએ પોતાના સંયંત્રની શરૂઆત માટે તાજેતરમાં એક કમિટિને ભારત મોકલી હતી. આ કમિટિએ ટ્રાયમ્પને કોલાર જિલ્લામાં નરસાપુરા વિસ્તારમાં 30 એકરની જમીન સંયંત્ર માટે એલોટ કરવામાં આવી છે. જ્યાંથી કંપની પોતાનું સંયંત્ર શરૂ કરશે.

ઉત્પાદન સહિતની કામગીરી

ઉત્પાદન સહિતની કામગીરી

માહિતી અનુસાર કંપની આ સંયંત્રમાં વાહનોના ઉત્પાદન અને એસેમ્બલ બન્ને કાર્ય કરશે અને દેશમાં પોતાના વ્યાપારનો વિસ્તાર કરશે.

ટ્રાયમ્પ જેવી બાઇકની માગમાં સતત વધારો

ટ્રાયમ્પ જેવી બાઇકની માગમાં સતત વધારો

નોંધનીય છે કે, ભારતીય બજારમાં હાર્લે ડેવિડસન અને ટ્રાયમ્પ જેવા વાહન નિર્માતાઓના વાહનોની માગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

વર્ષો પહેલા ટ્રાયમ્પે પોતાની બાઇક કરી હતી લોન્ચ

વર્ષો પહેલા ટ્રાયમ્પે પોતાની બાઇક કરી હતી લોન્ચ

ટ્રાયમ્પે ઘણા લાંબા સમય પહેલા પૂર્વ ભારતમાં પોતાની બાઇકને લોન્ચ કરી હતી, પરંતુ ફરી એકવાર કંપની આ બાઇક્સને રજૂ કરવા જઇ રહી છે.

English summary
Triumph Motorcycles will begin production in India in September. Triumph Motorcycles local assembly to begin in Manesar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X