• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટૂંક સમયમાં દેશમાં રજૂ થશે આ શાનદાર ટૂવ્હીલર્સ

By Super
|

ભારતીય ટૂવ્હીલર બજાર હાલના સમયે સામાન્ય ગતિથી આગળ વધી રહ્યું છે, પરંતુ આવનારા સમયમાં આ બજારમાં એકથી એક ચઢિયાતા શાનદાર મોડલ્સનું પૂર આવનારું છે. જી હાં, દેશની પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપનીઓની સાથોસાથ કેટલીક વિદેશી વાહન નિર્માતા કંપનીઓ પણ દેશમાં પોતાના શાનદાર મોડલ્સ ઉતારવાની તૈયારીમાં છે. આ ક્રમમાં બજાજ ઓટો, યામહા, સુઝૂકી, હીરો મોટો, સહિતની વિદેશી વાનહ નિર્માતા કંપની વિક્ટ્રી અને હ્યોસંગ પણ ભારતીય બજારમાં ધમાકો કરવાની યોજના બનાવી રહ્યાં છે.

અમે તેને ટૂંક સમયમાં ભારતીય ઓટોમોબાઇલ બજારમાં રજૂ થનારી કાર અંગે જણાવ્યું હતું, આ વખતે અમે આગામી સમયમાં ભારતીય બજારમાં રજૂ થનારા ટૂવ્હીલર વાહનોની યાદી લઇને તમારી સમક્ષ આવ્યા છીએ, જેમાં બાઇકની સાથોસાથ સ્કૂટર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો ચાલો તસવીરો થકી જોઇએ દેશમાં રજૂ થનારા શાનદાર ટૂવ્હીલર્સ અંગે.

ટૂંક સમયમાં થશે રજૂ

ટૂંક સમયમાં થશે રજૂ

આ વખતે ટૂવ્હીલર બજારમાં ટ્રોયમ્પ જેવી શાનદાર વાહન નિર્માતા ઓછી કિંમતમાં પોતાની બાઇક રજૂ કરવાની યોજના બનાવી રહી છે. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ એ કયા કયા ટૂવ્હીલર્સ છે, જે ટૂંક સમયમાં ભારતીય બજારમાં રજૂ થવાના છે.

બજાજ પલ્સર 375

બજાજ પલ્સર 375

લોન્ચ સમયઃ જાન્યુઆરી 2014
કિંમતઃ 1.7 લાખથી 1.8 લાખ રૂપિયા

દેશની બીજી સૌતી મોટી ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની બજાજ ઓટો પોતાની શાનદાર સ્પોર્ટ બાઇક પલ્સર શ્રેણીમાં વધુ એક શાનદાર ઇજાફો કરવા જઇ રહી છે. બજાજ પલ્સર 374 બાઇકની રાહ લાંબા સમયથી દેશના યુવાનો કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે કંપની આ બાઇકમાં પોતાના સહયોગી કેટીએમના 375 સીસની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કરશે.

હીરો કરિઝમા ઝેડએમઆર 250

હીરો કરિઝમા ઝેડએમઆર 250

લોન્ચ સમયઃ ફેબ્રુઆરી 2014
કિંમતઃ 1.3 લાખથી 1.5 લાખ રૂપિયા
હીરો તરફથી દેશમાં રજૂ કરવામાં આવતી બાઇક કરિઝ્માના નવા અવતારની ઘણી આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. દેશની સૌથી મોટી ટૂવ્હીલર્સ વાહન નિર્માતા કંપની હીરો મોટો કોર્પ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની આ બાઇકને નવા રૂપમાં રજૂ કરશે. થોડા દિવસો પહેલાં કંપનીએ આ બાઇકનું માર્ગ પરિક્ષણ કર્યું હતું.

યામહા નિયો

યામહા નિયો

લોન્ચ સમયઃ 2014ના વર્ષાંતે
કિંમતઃ 40 હજારથી 50 હજાર રૂપિયા
મોટરસાઇકલ ઉપરાંત દેશના રસ્તાઓ પર કટેલાક નવા ઓટોમેટિક સ્કૂટર પર જોવા મળશે. જી હાં, જાપાનીઝ વાહન નિર્માતા કંપની યામહા હાલના સમયે દેશમાં સ્કૂટર સેગ્મેન્ટમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં કંપનીએ દેશમાં પોતાનું લોકપ્રીય સ્કૂર રેના નવા પ્રેશિએસ વેરિએન્ટને રજૂ કર્યં હતું. આશા રાખવામાં આવી રહી છે કે, આગામી વર્ષે જૂન મહિના સુધીમાં કંપની સ્કૂટરની રેન્જમાં નિયોને રજૂ કરી શકે છે.

મહિન્દ્રા મોજો 300

મહિન્દ્રા મોજો 300

લોન્ચ સમયઃ પ્રારંભ 2014
કિંમતઃ 1.5 લાખથી 2.0 લાખ રૂપિયા
દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તાજેતરમાં ભારતીય બજારમાં ફરી એકવાર ટૂવ્હીલર્સ સેગ્મેન્ટમાં પોતાના સફરની શરૂઆત કરી છે. આ વખતે કંપની પોતાની શાનદાર સ્પોર્ટ બાઇક મોજોને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ આ બાઇકને ઘણો જ શાનદાર અને આકર્ષક લુક આપ્યો છે. સાથે જ તેમા 300 સીસીના દમદાર એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાઇકને 25.8 બીએચપીની ક્ષમતા પ્રદાન કરે છે. તેના લિક્વીડ કૂલ્ડને 4 વોલ્વ પર રન કરવામાં આવે છે. આ બાઇકમાં કુલ 6 સ્પીડ મેન્યુઅલ ગીયર બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સુઝૂકી ઇનાઝૂમા 250

સુઝૂકી ઇનાઝૂમા 250

લોન્ચ સમયઃ ફેબ્રુઆરી 2014
કિંમતઃ 1.8 લાખથી 2.20 લાખ રૂપિયા
જાપાનીઝ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની સુઝૂકી ભારતીય બજારમાં 250 સીસી સેગ્મેન્ટમાં પોતાની શાનદાર સ્પોર્ટ બાઇખ ઇનાઝૂમા 250ને લોન્ચ કરી શકે છે. જો બાઇકની લોન્ચિંગ સમય પર ધ્યાન આપવામાં આવે તો કંપની આ બાઇકને ભારતીય બજારમાં રજૂ કરવામાં ઘણું મોડુ કરી ચૂકી છે. કારણ કે લૂક અનુસાર આ બાઇક ઘણી જૂની થઇ ચૂકી છે. જેમ કે આ બાઇકની સામાન્ય સીટ, સાઇલેન્સર આજના યુવાનોને એ હદે આકર્ષક કરી શકે તેમ નથી.

વિક્ટ્રી ક્રોસ કન્ટ્રી ટૂઅર

વિક્ટ્રી ક્રોસ કન્ટ્રી ટૂઅર

લોન્ચ સમયઃ 2014ના મધ્યમાં
કિંમતઃ 26 લાખથી 28 લાખ રૂપિયા
ભારતીય બજારમાં વધુ એક ટૂવ્હીલર વાહન નિર્માતા વિક્ટ્રી પણ પોતાના સફરની શરૂઆત કરવા જઇ રહી છે. જોકે, કંપની દેશમાં પોતાની અનેક શાનદાર બાઇકને રેન્જને રજૂ કરશે, પરંતુ જે નામ સૌથી પહેલાં સાંભળવા મળી રહ્યું છે, તે છે વિક્ટ્રી ક્રોસ કન્ટ્રી ટૂઅર. કંપની આ બાઇકને આગામી વર્ષના મધ્યકાળમાં ભારતીય બજારમાં ઉતારી શકે છે.

ટ્રોયમ્પ સ્ટ્રીટ ટ્રિપલ

ટ્રોયમ્પ સ્ટ્રીટ ટ્રિપલ

લોન્ચ સમયઃ જાન્યુઆરી 2014
કિંમત: 6થી 8 લાખ રૂપિયા
દેશમાં બીજીવાર પોતાના સફરની શરૂઆત કરનારી બ્રિટનની પ્રમુખ ટૂવ્હીલર વાહન નિર્માતા કંપની ટ્રોયમ્પ દેશના રસ્તાઓ પર ટૂંક સમયમાં પોતાની શાનદાર ટ્રોયમ્પ સ્ટ્રીટ ટ્રિપલને રજૂ કરવા જઇ રહી છે.

રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી

રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી

લોન્ચ સમયઃ ઓક્ટોબર 2013
કિંમતઃ 2.5 લાખ રૂપિયા
દેશની પ્રમુખ વાહન નિર્માતા કંપની રોયલ એન્ફિલ્ડે ગત મહિને લંડનમાં પોતાની શાનદાર બાઇક કોન્ટિનેન્ટલ જીટી કૈફે રેસરને રજૂ કરી છે. કંપની આ બાઇકને આ મહિને ભારતીય બજારમાં રજૂ કરશે. કંપનીએ આ બાઇકમાં 500 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે.

ટીવીએસ સ્કૂટી જેસ્ટ

ટીવીએસ સ્કૂટી જેસ્ટ

લોન્ચઃ જાન્યુઆરી 2014
કિંમતઃ 42 હજારથી 45 હજાર રૂપિયા
ટૂંક સમયમાં દેશના રસ્તા પર વધુ એક ઓટોમેટિક સ્કૂટર ટીવીએસ જેસ્ટ જોવા મળશે. ટીવીએસ મોટર્સ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાના આ સ્કૂટરને રજૂ કરશે. જો કે, કંપનીએ હજૂ આ સ્કૂટરના ફીચર્સ અને સ્પેશિફિકેશન અંગે કોઇ જાણકારી આપી નથી.

હ્યોસંગ જીવી 250

હ્યોસંગ જીવી 250

લોન્ચ સમયઃ 2014ના મધ્યમાં
કિંમતઃ 2.4 લાખથી 2.7 લાખ રૂપિયા
હ્યોસંગ ટૂંક સમયમાં ભારતીય બજારમાં પોતાની શાનદાર સ્પોર્ટ બાઇક હ્યોસંગ જીવી 250ને રજૂ કરશે. કંપનીએ આ બાઇકમાં 250 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. દક્ષિણ કોરિયાની વાહન નિર્માતા કંપની હ્યોસંગે તાજેતરમાં જ દેશમાં ડીએસકે સાથે મળીને પોતાની પહેલી બાઇક જીટી 250ને રજૂ કરી હતી.

lok-sabha-home

English summary
Upcoming bikes & scooters in India. New bike scooters from Hero MotoCorp, Mahindra, Bajaj, TVS, Triumph. New bike / scooter launches in India in the coming months.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more