For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Volkswagen Taigunની લોન્ચ તારીખ જાહેર જાણો, કેમ આ કાર રહેશ વિશેષ?

Volkswagen તેની નવી કોમ્પેક્ટ એસયુવી Taigun ભારતમાં 24 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવા જઇ રહી છે. Volkswagen Taigun ભારતીય બજારમાં પહેલેથી જ મજબૂત પકડ ધરાવતી એસયુવી કાર સાથે સ્પર્ધા કરશે.

|
Google Oneindia Gujarati News

Volkswagen તેની નવી કોમ્પેક્ટ એસયુવી Taigun ભારતમાં 24 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવા જઇ રહી છે. કંપનીએ સત્તાવાર રીતે Taigunની પ્રી બુકિંગ પણ શરૂ કરી દીધી છે. Volkswagen Taigun ભારતીય બજારમાં પહેલેથી જ મજબૂત પકડ ધરાવતી એસયુવી કાર સાથે સ્પર્ધા કરશે. આમાં સૌથી મોટું નામ Hyundai Cretaનું છે. આ ઉપરાંત, Taigun Kia Seltos, Tata Harrier, MG Hector અને Skoda Kushaq જેવા મોડેલ સાથે સ્પર્ધામાં ઉતરશે.

Volkswagen Taigun

Volkswagen Tiguan પૂણેના ચાકન પ્લાન્ટમાં બનાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, Volkswagen Tiguan ઈન્ડિયા પ્રોજેક્ટ 2.0નો ભાગ છે. Volkswagen અને સ્કોડા આ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં તેમની નવી કાર રજૂ કરી રહ્યા છે. Volkswagen Tiguanને કંપનીના પ્રખ્યાત MQB આર્કિટેક્ચર પર ડિઝાઇન કરવામાં આવી છે.

Volkswagen Taigun

MQB A0 IN પ્લેટફોર્મનો ઉપયોગ તેની ડિઝાઇનમાં કરવામાં આવી છે, જે ખાસ કરીને ભારતમાં લોન્ચ થયેલી કાર્સ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ પ્લેટફોર્મ પર સ્કોડા કુશાક પણ બનાવવામાં આવી છે. Volkswagen અને સ્કોડા એક જ પ્લેટફોર્મ (MQB AO IN) ને શેર કરીને ભારતમાં ઘણી નવી કાર લોન્ચ કરવા જઈ રહ્યા છે.

Volkswagen Taigun

Volkswagen Taigunમાં મળશે આ સુવિધાઓ

Volkswagen Taigun ટેસ્ટીંગ દરમિયાન ઘણી વખત જોવા મળી છે. Taigun વિશે ઘણી માહિતી પણ બહાર આવી છે. Tigon SUVને 10 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, બ્લૂટૂથ સ્માર્ટફોન કનેક્ટિવિટી, મલ્ટી-ફંક્શન થ્રી સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, વાયરલેસ ફોન ચાર્જિંગ, ગ્લોવ બોક્સ અને લેધર રેપ્ડ ગિયર લીવર મળે છે.

Volkswagen Taigun

કારમાં વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, પેનોરેમિક સનરૂફ, યુએસબી ચાર્જિંગ, ઓટોમેટિક ક્લાઇમેટ અને ઘણી કનેક્ટેડ સુવિધાઓ મળશે. Volkswagen Tiguanના બાહ્ય ભાગની વાત કરીએ તો, ફ્રન્ટમાં ક્રોમ પ્લેટ્સ સાથે મોટી ગ્રિલ,ઈન્ટિગ્રેટેડ એલઈડી ડીઆરએલ સાથે એલઈડી હેડલેમ્પ્સ અને 17 ઈંચ ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ જોવા મળે છે.

Volkswagen Taigun

Volkswagen Taigunનું એન્જિન

Volkswagen Tiguanને સ્કોડા કુશક જેવા જ એન્જિન વિકલ્પો સાથે ઓફર કરી શકાય છે. જેમાં 1.0 લિટર ટર્બો યુનિટ અને 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન શામેલ છે. તેને 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક સાથે 7 સ્પીડ DSG ગિયરબોક્સની પસંદગી આપી શકાય છે.

Volkswagenનો નવો લોગો Volkswagenએ ભારતમાં તેનો નવો બ્રાન્ડ લોગો અપનાવ્યો છે. તાજેતરમાં કંપનીએ ભારતમાં તેની 150 ડીલરશીપ પર નવા બ્રાન્ડનો લોગો પ્રદર્શિત કર્યો હતો.

Volkswagen Taigun

એક નિવેદનમાં કંપનીએ કહ્યું છે કે, નવો લોગો પહેલા કરતા વધુ આકર્ષક છે અને તે કંપનીની નવીન વ્યૂહરચના પર આધારિત છે. નવા લોગો સાથે કંપનીએ ગ્રાહકો સાથે અસરકારક રીતે જોડાવા માટે તેની તમામ ડીલરશીપમાં ડિજિટલ જોડાણ પણ વધાર્યું છે.

Volkswagen Taigun

ડ્રાઇવસ્પાર્કના મતે Taigun

Volkswagen આ વર્ષે સંપૂર્ણ તૈયારી સાથે ભારતમાં આવી છે અને તે ઝડપથી વિકસતા એસયુવી સેગમેન્ટને લક્ષ્યાંક બનાવી રહી છે. Volkswagen Tiguan બજારમાં પહેલાથી જ હ્યુન્ડાઇ ક્રેટા, ટાટા હેરિયર અને કિયા સેલ્ટોસ જેવા સુપ્રસિદ્ધ એસયુવી મોડલ્સ સાથે સ્પર્ધા કરશે. હવે તે જોવાનું રહ્યું કે, કંપની ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે પોતાની નવી કારમાં કઈ ખાસ સુવિધાઓ આપવા જઈ રહી છે.

English summary
Volkswagen is going to launch its new compact SUV Taigun in India on September 24. The company has also officially started pre-booking Taigun.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X