For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડ્રાઇવર વગર ચાલશે વોલ્વોની આ શાનદાર કાર

|
Google Oneindia Gujarati News

ડ્રાઇવર વગર ચાલતી કાર, આ સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે કે આવી તે કોઇ કાર હોઇ શકે, પરંતુ આ સાચી વાત છે, જી હાં, વિશ્વ ઓટોમોબાઇલ બજારમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર ટેક્નોલોજીથી ભરપૂર કાર રજૂ કરનારી સ્વીડનની પ્રમુખ કાર નિર્માતા કંપની વોલ્વો વિશ્વને વધુ એક શાનદાર ટેક્લોજી અંગે માહિતગાર કરવાની તૈયારીમાં લાગી ગઇ છે.

આમ તો આ પ્રકારની કાર એટલે કે ડ્રાઇવરલેસ કારનું નિર્માણ કરવાની ભીડમાં અનેક વાહન નિર્માતા કંપનીઓએ પોતાની હાજરી નોંધાવી છે, જેમાં મર્સીડિઝ બેન્ઝ, નિસાન જેવી કંપનીઓ સામેલ છે. આ ક્રમમાં કેટલાક વાહન નિર્માતાઓએ પોતાની પ્રોજેક્ટથી વિશ્વને રૂબરૂ કરાવ્યું છે, પરંતુ હવે આ દોડમાં વોલ્વો નવા સ્તરે પહોંચી ગઇ છે. જી હાં, કંપની ટૂંક સમયમાં 100 ઓટોમેટિક કાર્સ, જે કાર્સ ડ્રાઇવર વગર ચાલશે, તેને સ્વીડનના રસ્તાઓ પર દોડાવવાની યોજના બનાવી રહી છે.

ડ્રાઇવ મી સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ

ડ્રાઇવ મી સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ

વોલ્વોએ પોતાની આ યોજનાને ડ્રાઇવ મી સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ ફોર સસ્ટેનેબલ મોબિલીટીનું નામ આપ્યું છે. આ પ્રોજેક્ટને વોલ્વો ગ્રૂપ દ્વારા મળીને સંચાલિત કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે, આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2014થી કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં લાગશે ત્રણ વર્ષ

આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં લાગશે ત્રણ વર્ષ

જાણકારોનું માનવું છે કે, આ પ્રોજેક્ટને સંપૂર્ણપણે પૂર્ણ થતા અંદાજે 3 વર્ષનો સમય લાગશે એટલે કે વર્ષ 2017માં આ કાર્સને શહેરના રસ્તાઓ પર ઉતારી શકાશે.

કારની સ્પીડ

કારની સ્પીડ

આ કારને બનાવવા અંગે કંપનીએ જણાવ્યું કે, શાનદાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવાના કારણે કારને 50 કિમી પ્રતિ કલાકની ઝડપે રસ્ત પર દોડાવી શકાશે.

ગુગલ પણ રેસમાં

ગુગલ પણ રેસમાં

તમને જણાવી દઇએ કે અનેક વાહન નિર્માતા ડ્રાઇવરલેસ કાર્સના નિર્માણ જેવી યોજનાઓ પર કાર્ય કરી રહ્યાં છે, જેમાં ઇન્ટરનેટ વિશ્વની દિગ્ગજ કંપની ગુગલ પણ સામેલ છે.

English summary
Volvo's Self Driving Cars ‘Drive Me’ Project Kickstarts From 2017. Volvo wants to take it to the next level by running 100 automatic cars in the Swedish city of Gothenburg.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X