For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, કયું 125 સીસી સ્કૂટર છે તમારા માટે બેસ્ટ

|
Google Oneindia Gujarati News

ઓટોમોબાઇલ બજારમાં ખાસ કરીને ભારતીય બજારમાં હાલ 125 સીસી કેટેગરીના સ્કૂટર્સ ધૂમ મચાવી રહ્યાં છે. વિવિધ કંપનીઓ દ્વારા સમયાંતરે આ કેટેગરીમાં પોતાના સ્કૂટર લોન્ચ કરીને સ્કૂટર પ્રેમીઓનો આકર્ષવાના પ્રયાસો કર્યાં છે. પરંતુ કેટલાક જ મોડલ એવા છે જે આ કેટેગરીમાં પોતાના ઉત્કૃષ્ઠ પ્રદર્શન, દેખાવના જોરે સ્કૂટર પ્રેમીઓના દિલમાં પોતાનું સ્થાન જમાવવામાં સફળ રહ્યાં છે. જેમાં સુઝુકી એક્સેસ, મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ, ધ સ્વિસ અને રોડિયો આરઝેડ છે. તેમાં હવે એક નવું નામ ઉમેરાયું છે. એક્ટિવા 125.

તેમને યાદ જ હશે કે હોન્ડાના એક્ટિવાએ સ્કૂટર બજારમાં ધૂમ મચાવી દીધી હતી હવે કંપનીએ નવું એક્ટિવા 125 લોન્ચ કર્યું છે. જેને નવો લુક, કેરિંગની સારી સ્ટ્રેન્થ આપવામાં આવી છે. જે રીતે આ સ્કૂટરની ખાસીયત છે, તેને જોતા એ કહેવામાં જરા પણ અજુકતુ નથી લાગતું કે સ્કૂટરની સરખામણી સુઝુકી અને મહિન્દ્રાના 125 સીસી સ્કૂટર્સ સાથે થશે. તો ચાલો તસવીરો થકી આ ત્રણેય સ્કૂટરની ખાસીયતો અંગે સરખામણી કરીએ.

ત્રણેય સ્કૂટરની સરખાણી

ત્રણેય સ્કૂટરની સરખાણી

ત્રણેય સ્કૂટરની સરખામણી કરવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લીક કરો.

ઓવરવ્યૂઃ- હોન્ડા એક્ટિવા 125

ઓવરવ્યૂઃ- હોન્ડા એક્ટિવા 125

એક દશકા જેટલો સમય વિતી જતા એક્ટિવા હવે જૂનુ લાગી રહ્યું હતું, તેથી કંપની દ્વારા એક્ટિવા 125 લોન્ચ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરમાં માત્ર નવું લાર્જર એન્જીન જ નથી આપવામાં આવ્યું પરંતુ તેને ફ્રેશ લુક પણ આપવામાં આવ્યો છે.

ઓવરવ્યૂઃ- સુઝુકી એક્સેસ

ઓવરવ્યૂઃ- સુઝુકી એક્સેસ

આ સ્કૂટર તેના દેખાવના કારણે મોર્ડન સ્કૂટર લાગે છે. આ સ્કૂટરનો ઉપયોગ તમે ફેમેલી રાઇડ તરીકે કરી શકો છો. આ સેગમેન્ટમાં આ સ્કૂટર બેસ્ટ સેલિંગ સ્કૂટર છે, તેની પાછળનું કારણ પાવરફૂલ એન્જીન, સ્ટ્રોંગ બિલ્ડ છે.

ઓવરવ્યૂઃ- મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

ઓવરવ્યૂઃ- મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

મહિન્દ્ર ડ્યુરો ડીઝેડ એ ડ્યુરોનું અપડેટે વર્ઝન છે. પરંતુ તે લોકપ્રીય થઇ શક્યું નથી. ડ્યુરો ડીઝેડ આગળથી પાછળ સુધી એક્સેસ જેવું લાગે છે.

સ્ટાઇલિંગઃ- હોન્ડા એક્ટિવા 125

સ્ટાઇલિંગઃ- હોન્ડા એક્ટિવા 125

હોન્ડા એક્ટિવા 125એ સ્ટ્રોંગલી બિલ્ટ, મેટલ બોડીવાળું સ્કૂટર છે. પાછળથી એક્ટિવા જેવું અને આગળથી સ્પોર્ટ્સ દેખાવવાળા આ નવા એક્ટિવામાં હેડલેમ્પની ઉપર બ્લેક ક્રાઉન અને ફ્રન્ટ એપ્રોન પર ઇન્ડિકેટર લેમ્પ આપવામાં આવ્યા છે.

સ્ટાઇલિંગઃ- સુઝુકી એક્સેસ

સ્ટાઇલિંગઃ- સુઝુકી એક્સેસ

એક્સેસ એક સિંપલ લુકિંગ સ્કૂટર છે. તેનો લુક દરેકને અપીલ કરતો નથી. આ સ્કૂટર પરિવારના તમામ લોકોના વપરાશ માટે આઇડિયલ છે. ન્યુ એક્ટિવા 125ના સ્માર્ટ લુકની સામે એક્સેસ રાઉન્ડિશ અને ફેટ લાગે છે. તેમજ એક્સેસમાં લાંબુ સાઇલેન્સર છે.

સ્ટાઇલિંગઃ- મહિન્દ્રા ડ્યુરો

સ્ટાઇલિંગઃ- મહિન્દ્રા ડ્યુરો

ડ્યુરો એક્ટિવા જેવો સાલો લુક ધરાવતું નથી. આગળ જણાવ્યું તેમ ડ્યુરો એક્સેસને મળતું આવે છે, પરંતુ તેનો પાછળનો દેખાવ તેને એક્સેસથી થોડોક અલગ પાડે છે.

સિટિંગઃ- હોન્ડા એક્ટિવા 125

સિટિંગઃ- હોન્ડા એક્ટિવા 125

એક્ટિવા 125માં વાઇડ અને ફ્લેટ સીટ આપેલી છે, જે રાઇડિંગ પોઝિશન અને પેસેન્જર બન્ને માટે કમ્ફર્ટેબલ છે. એલોય ગ્રાબ હેન્ડલ, એલોય ફૂટ રેસ્ટ, પેસેન્જરને સુરક્ષાની અનુભૂતિ કરાવે છે. આગળનો ફ્લોરબોર્ડ પણ ફ્લેટ અને બ્રોડ છે.

સિટિંગઃ- સુઝુકી એક્સેસ

સિટિંગઃ- સુઝુકી એક્સેસ

એક્સેસ આ બાબતે એક્ટિવાને મળતું આવે છે. એક્સેસમાં પણ વાઇડ અને ફ્લેટ સીટ આપવામાં આવેલી છે, તેમજ ફૂટ રેસ્ટ અને ગ્રાબ હેન્ડલમાં પણ એક્ટિવા જેવી જ સુવિધા છે. જોકે બન્નેમાં એક જ બાબત છે અને એ ફ્લોરબોર્ડની છે.

સિટિંગઃ- મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

સિટિંગઃ- મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

ડ્યુરો ડીઝેડની સિટિંગ વ્યવસ્થા પણ ઉક્ત બન્ને સ્કૂટર જેવી છે, પરંતુ જો કોઇ ઉંચો રાઇડર હોય તો તેને બેસવામાં મુશ્કેલી થઇ શકે છે, કારણ કે ફ્લોરબોર્ડને થોડુક ઉંચુ ગોઠવવામાં આવ્યું છે.

એન્જીન અને એવરેજઃ- હોન્ડા એક્ટિવા 125

એન્જીન અને એવરેજઃ- હોન્ડા એક્ટિવા 125

હોન્ડા એક્ટિવા 125માં 124.9 સીસી એન્જીન છે જે વી મેટિક ઓટોમેટિક ટ્રાન્સિમશન પર 8.6 બીએચપીએ 6500 આરપીએમ અને 10.12 એનએમ ટાર્ક પર 5500 આરપીએમ આપે છે. હોન્ડાના દાવા અનુસાર એક્ટિવા 125ની એવરેજ 59 કિ.મી પ્રતિ લીટર છે.

એન્જીન અને એવરેજઃ- સુઝુકી એક્સેસ

એન્જીન અને એવરેજઃ- સુઝુકી એક્સેસ

સુઝુકી એક્સેસમાં 124 સીસી એન્જીન છે જે સીવીટી ઓટોમેટિક ગીયર બોક્સ પર 8.58 એચપીએ 7000 આરપીએમ અને 9.8 એનએમ ટાર્ક પર 5000 આરપીએમ આપે છે. આ સ્કૂટરની એવરેજ 40થી 50 કિ.મી પ્રતિ લીટર છે. જે તમે શહેરમાં ચલાવો છો કે હાઇવે પર તેના પર નિર્ભર કરે છે.

એન્જીન અને એવરેજઃ- મહિન્દ્રા ડ્યુરો ડીએઝ

એન્જીન અને એવરેજઃ- મહિન્દ્રા ડ્યુરો ડીએઝ

આ સ્કૂટરમાં 124.6 સીસીનું એન્જીન છે. જે સીવીટી ટ્રાન્સમિશન પર 8 એચપીએ 7000 આરપીએમ અને 9 એનએમ ટાર્ક પર 5500 આરપીએમ આપે છે. તેની એવરેજ 56.25 કિ.મી પ્રતિ લીટર છે.

ફીચર્સઃ- હોન્ડા એક્ટિવા 125

ફીચર્સઃ- હોન્ડા એક્ટિવા 125

આ સ્કૂટરમાં લાર્જ એનલોગ સ્પીડોમીટર, ડીજીટલ ફ્યૂલ લેવલ ઇન્ડિકેટર, ઓડોમીટર અને ટ્રીપ મીટર છે. તેમજ ટર્ન ઇન્ડિકેટર અલગથી આપવામાં આવ્યા છે. તેમજ સિલ્વર ટ્રિમ એક્ટિવાના દેખાવને વધુ શોભાવે છે.

ફીચર્સઃ- હોન્ડા એક્ટિવા 125

ફીચર્સઃ- હોન્ડા એક્ટિવા 125

એક્ટિવા 125માં 6 લિટરની ફ્યૂલ ટેન્ક, એક્સ્ટ્રા લેયર સિક્યુરિટી તથા કંપની દ્વારા સીએલઆઇસી આપવામાં આવ્યું છે. આ એ મેકેનિઝમ છેજે સહેલાયથી મેકેનિકલ પાર્ટને સીટની હેઠળ લગાવી શકે છે.

ફીચર્સઃ- સુઝુકી એક્સેસ

ફીચર્સઃ- સુઝુકી એક્સેસ

એનલોગ ક્લસ્ટરથી સ્પીડોમીટરઅને ફ્યૂલ લેવલ ઇન્ડિકેટર બનાવવામાં આવ્યા છે. તે જોઇએ તેટલા ફેન્સી નથી. તેમજ એક્સેસમાં 20 લીટરની અન્ડરસીટ સ્ટોરેજ સ્પેશ આપવામાં આવી છે, જે એક્ટિવા કરતા વધારે છે. જે ફૂલ સાઇઝ હેલમેટ સહિતની સામગ્રી રાખવા માટે પૂરતુ છે. તેમજ આગળની તરફ પણ સ્ટોરેજ માટેની સુવિધા છે.

ફીચર્સઃ- સુઝુકી એક્સેસ

ફીચર્સઃ- સુઝુકી એક્સેસ

એક્સેસમાં 6 લીટરની ફ્યૂલ ટેન્ક આપવામાં આવી છે. તેમજ ઇગ્નિશન કી સ્લોટનો ઉપયોગ તમે અન્ડરસીટ સ્ટોરેજને ખોલવા માટે કરી શકો છો.

ફીચર્સઃ- મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

ફીચર્સઃ- મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

એનલોગ સ્પીડોમીટર અને ફ્યૂલ લેવલ ઇન્ડિકેટર સામાન્ય છે. હેડલેન્પ ઇન્ડિકેટર અને ટર્ન ઇન્ડિકેટર લેમ્પ પૂર્ણ રીતે ક્લસ્ટર છે. ડ્યુરો ડીઝેડમાં 20 લીટરને સ્ટોરેજ કેપેસિટી છે. તેમજ તેની ફ્યૂલ ટેન્ક 6 લીટરની છે.

વ્હીલ અને બ્રેક્સઃ- હોન્ડા એક્ટિવા 125

વ્હીલ અને બ્રેક્સઃ- હોન્ડા એક્ટિવા 125

એક્ટિવા 125ની આગળ ટેલેસ્કોપિક ફોર્ક્સ છે, જે સ્મોલર એક્ટિવામાં જોવા મળતું નહોતું. ફોર્ક્સની વચ્ચે 12 ઇન્ચ સ્પિનિંગ છે. 5 સ્પોક એલોય વ્હીલ, જેમાં બ્રેક ડિસ્ક છે. રીયર વ્હીલ 10 ઇન્ચ અને તેમાં 1300 એમએમ ડ્રમ બ્રેક છે.

વ્હીલ અને બ્રેક્સઃ- સુઝુકી એક્સેસ

વ્હીલ અને બ્રેક્સઃ- સુઝુકી એક્સેસ

સુઝુકી એક્સેસમાં ફ્રન્ટમાં સ્ટાન્ડર્ડ ટેલેસ્કોપિક ફોર્ક સસ્પેન્શન અને સ્વિંગ આર્મ, રીયરમાં કોઇલ ટાઇપ છે. આ સ્કૂટરમાં બન્ને વ્હીલ 10 ઇન્ચના છે અને ડીસ્ક બ્રેક નથી.

વ્હીલ અને બ્રેક્સઃ- મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

વ્હીલ અને બ્રેક્સઃ- મહિન્દ્રા ડ્યુરો ડીઝેડ

એક્સેસની જેમ ડ્યુરો ડીઝેડમાં પણ બન્ને વ્હીલ 10 ઇન્ચના છે અને 130 એમએમ ડ્રમ બ્રેક્સ છે. સન્સપેન્શન અને ટેલેસ્કોપિક ફન્ટ્રમાં અને હાડ્રોલિક સ્વિગ આર્મ ટાઇપ રીયરમાં છે.

English summary
The 125cc category among scooters has long been stagnant, with lack of any major activity. The few models on offer in this category have been the Suzuki Access and the Mahindra Duro DZ along with their mechanical twins, the Swish and Rodeo RZ respectively.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X