For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇતિહાસ સર્જનાર મરેનું શાનદાર કાર કલેક્શન

|
Google Oneindia Gujarati News

બ્રિટનના 77 વર્ષની લાંબી પ્રતિક્ષાને ખતમ કરનાર એન્ડી મરે આજે વિશ્વભરમાં લોકપ્રિય થઇ ગયો છે. જી હાં, ટેનિસની દુનિયામાં ચમકતા સિતારાઓમાં હવે એન્ડી મરેનું નામ પણ સામેલ થઇ ગયું છે. વિશ્વનો બીજા નંબરના ખેલાડી એન્ડી મરેએ નંબર વન ખેલાડી સર્બિયાના નોવાક જોકોવિચને હરાવીને ઇતિહાસ રચી નાંખ્યો ને વિમ્બલડન મેન સિંગલ ખિતાબ પોતાના નામે કરી લીધો.

એન્ડી મરેની આ ઐતિહાસિક જીતનો જશ્ન આખું બ્રિટન મનાવી રહ્યુ છે કારણ કે મરેએ માત્ર આ ટાઇટલ જ નથી જીત્યું પરંતુ 77 વર્ષની પ્રતિક્ષાનો પણ અંત આણ્યો છે. જી હાં, વિમ્બલડન મેન સિંગલ સ્પર્ધામાં 77 વર્ષ પહેલા બ્રિટને જીત હાંસલ કરી હતી. ત્યારબાદથી આજસુધી બ્રિટને આ એકમાત્ર જીતથી જ સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ એન્ડી મરેએ પોતાના શાનદાર શોટ્સથી આ ખુશી ફરીથી બ્રિટનની ઝોળીમાં નાંખી દીધી છે.

એન્ડી મરેએ આ પહેલા વર્ષ 2012માં પણ વિમ્બલડન ફાઇનલ સુઘીની સફર કરી હતી, પરંતુ ત્યારે તેને ફેડરરના હાથે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો અને બ્રિટનની પ્યાસ અધુરી રહી ગઇ હતી. ટેનિસ કોર્ટ પર પોતાના જુસ્સાથી વિરોધીઓને માત આપનાર એન્ડી માત્ર ટેનિસ રેકેટને જ શાનદાર રીતે ચલાવતો નથી, પરંતુ તેને લક્ઝરી કાર્સનો પણ ઘણો શોખ છે. એન્ડી મરે પાસે ફેરારીની શ્રેષ્ઠ સ્પોર્ટ કાર છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ એન્ડી મરેનું શાનદાર કાર કલેક્શન.

મરેનું શાનદાર કાર કલેક્શન

મરેનું શાનદાર કાર કલેક્શન

એન્ડી મરે પાસે ફેરારી જેવી અનેક શાનદાર કાર છે, પરંતુ આજે પણ તે પોતાની પહેલી કારને એટલો જ પ્રેમ કરે છે, જેટલો તે પહેલા કરતા હતા. નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ મરેનું શાનદાર કલેક્શન.

ફેરારી એફ430 સ્પાઇડર

ફેરારી એફ430 સ્પાઇડર

આ છે મરેની શાનદાર સ્પોર્ટ કાર ફેરારી એફ430 સ્પાઇડર, જેને મરેએ વર્ષ 2011માં ખરીદી હતી.

ફેરારી સાથે એન્ડી મરે

ફેરારી સાથે એન્ડી મરે

શાનદાર લુક અને દમદાર એન્જીન ક્ષમતા ધરાવતી ફેરારી એફ430 એક શાનદાર સ્પોર્ટ કાર છે. એન્ડી મરે અવાર નવાર લંડનના માર્ગો પર પોતાની આ કાર સાથે જોવા મળે છે.

એન્ડી મરેની પહેલી કાર ફોક્સવેગન પોલો

એન્ડી મરેની પહેલી કાર ફોક્સવેગન પોલો

જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફોક્સવેગનની શાનદાર હૈચબેક કાર પોલો. એન્ડી મરેની પહેલી કાર હતી. એન્ડી મરે આજે પણ પોતાની આ કાર સાથે જોવા મળે છે.

એન્ડી મરેની પહેલી કાર

એન્ડી મરેની પહેલી કાર

કંપનીએ પોતાની આ નવી પોલો જીટી ટીએસઆઇમાં 1.2 લીટરની ક્ષમતાનું ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. કંપનીએ નવા 1.2 લીટર એન્જીનને ગયા મોડલમાં ઉપયોગમાં લેવામાં આવેલા 1.6 લીટર એન્જીનના બદલામાં પ્રયોગમાં લીધું છે.

ફોક્સવેગન પોલો એક શાનદાર હૈચબેક

ફોક્સવેગન પોલો એક શાનદાર હૈચબેક

પોલો ફોક્સવેગન તરફથી વેંચવામાં આવેલી એક શાનદાર હૈચબેક કાર છે. કંપનીએ આ કારના ઇન્ટીરિયરમાં શાનદાર ફીચર્સને સામેલ કર્યા છે.

વિમ્બલડન મેન સિંગલ ટાઇટલ જીત્યું

વિમ્બલડન મેન સિંગલ ટાઇટલ જીત્યું

એન્ડી મરેનું આ બીજુ ટાઇટલ છે, આ પહેલા વર્ષ 2012માં તે અમેરિકન ઓપન પણ જીતી ચુક્યો છે.

English summary
Andy Murray won his first Wimbledon title and ended Britain's 77 year wait for a men's champion. Andy Murray has good car collection, he owns Ferrari and many more cars. But he still drive's his first car Volkswagen Polo too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X