For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યામાહા રજૂ કરશે ‘રે’નો સેક્સી પ્રેશિયસ અવતાર

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં હાલના સમયે સ્કૂટર સેગ્મેંટમાં અચાનક હલચલ મચી ગઇ છે. વાહન નિર્માતા કંપનીઓની નજર બાઇકના સ્થાને સ્કૂટર્સ પર અડી છે. તાજેતરમાં જ ટીવીએસે પોતાની શાનદાર સ્કૂટર જ્યુપિટરને રજૂ કરી હતી. આ વખતે જાપાનની ટૂવ્હીલર કંપની યામાહાએ દેશમાં પોતાના લોકપ્રિય સ્કૂટર ‘રે'નો નવો પ્રેશિયસ એડિશન લોન્ચ કરવામાં આવી છે.

ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીનની ક્ષમતાથી સજેલી આ નવી યામાહા ‘રે' પ્રેશિયસ એડિશન ઘણી ખાસ છે. જો કે, કંપનીએ આ સ્કૂટરના એન્જીન વિગેરેમાં કોઇ ખાસ પ્રકારના પરિવર્તન કર્યા નથી. આ સ્કૂટરના લુકમાં થોડોક પરિવર્તન કરવામાં આવ્યો છે અને પહેલાં કરતાં પણ વધારે ખાસ અને પ્રેશિયસ બનાવવામાં આવ્યો છે. યામાહા દ્વારા રજૂ કરવામાં આવેલા ‘રે'ના નવા પ્રેશિયસ અવતાર હાલ ભારતીય સ્કૂટર બજારમાં ધૂમ મચાવી રહેલી વિવિધ કંપનીઓ આકરી ટક્કર આપવાની યોજનાના ભાગરૂપે જોવામાં આવી રહી છે. તો ચાલો તસવીરો થકી જોઇએ અને જાણીએ કેવું અને કેટલું ખાસ છે, યામાહાનું નવું રે પ્રેશિયસ સ્કૂટર.

યામાહાના રેની નવી એડિશન

યામાહાના રેની નવી એડિશન

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જાણો શું ખાસ છે નવી પ્રેશિયસ એડિશન રેમાં

બ્લેક પેઇન્ટનો શેડ

બ્લેક પેઇન્ટનો શેડ

કંપનીએ નવી યામાહા ‘રે' પ્રેશિયસ એડિશનમાં બ્લેક પેઇન્ટનો શેડ આપ્યો છે અને સ્કૂટરની બોડી પર વ્હાઇટ અને પિંકનું ગ્રાફિક્સ કરવામાં આવ્યું છે.

ટેક્નોલોજીમાં કોઇ પરિવર્તન નહીં

ટેક્નોલોજીમાં કોઇ પરિવર્તન નહીં

‘રે' પ્રેશિયસ એડિશનમાં ટેક્નોલોજીમાં કોઇ પરિવર્તન કરવામાં આવ્યા નથી. માત્ર ગ્રાફિક્સમાં પરિવર્તન કરીને તેને બજારમાં ઉતારવામાં આવી છે.

113 સીસીની ક્ષમતાનું એન્જીન

113 સીસીની ક્ષમતાનું એન્જીન

આ સ્કૂટરમાં કંપનીએ 113 સીસીની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે સ્કૂટરને 7 હોર્સ પાવરની દમદાર શક્તિ પ્રદાન કરે છે.

પ્રેશિયસ બેચનો ઉપયોગ

પ્રેશિયસ બેચનો ઉપયોગ

કંપનીએ આ એડિશનમાં સ્કૂટર પર પ્રેશિયસ બેચનો ઉપયોગ કર્યો છે, જે તેને ઘણી ખાસ બનાવે છે.

‘રે’ની નવા ઝેડ એડિશનને કરાઇ હતી લોન્ચ

‘રે’ની નવા ઝેડ એડિશનને કરાઇ હતી લોન્ચ

તાજેતરમાં જ કંપનીએ ‘રે'ની નવી ઝેડ એડિશનને લોન્ચ કરી હતી. જેને કંપનીએ પુરુષો માટે બનાવી હતી.

કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદૂકોણ

કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર દીપિકા પાદૂકોણ

બૉલિવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદૂકોણને કંપનીએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. હાલના સમયે ભારતીય બજારમાં સ્કૂટર નિર્માતા કંપનીઓ બૉલિવુડની અભિનેત્રીઓને બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં ઘણો રસ દાખવે છે.

ભારતીય બજારમાં રેની કિંમત

ભારતીય બજારમાં રેની કિંમત

ભારતીય બજારમાં કંપનીએ નવી રે પ્રેશિયસ એડિશનની કિંમત 47,105 રૂપિયા નક્કી કરી છે.

English summary
Yamaha has launches precious edition of it's popular scooter Ray. Yamaha Ray Precious Edition priced at Rs 48605. Yamaha Ray Precious Edition comes wearing special paint and graphics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X