For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યામાહા લાવી રહી છે 320 સીસીની R3!

By Super
|
Google Oneindia Gujarati News

સ્પીડ કારની જેમ સ્પીડ બાઇક્સનો ક્રેઝ પણ વધી રહ્યો છે. બજાજ, હોન્ડા કે પછી ટીવીસ અને સુઝુકી સ્પીડ અને સ્પોર્ટ્સ બાઇક પર વિશેષ ધ્યાન આપી રહી છે. ખાસ કરીને વધુ સીસીવાળી બાઇક્સનો ક્રેઝ ભારતીય બાઇક રાઇડર્સમાં ઘણો છે. તેથી મોટાભાગની બાઇક નિર્માતા કંપનીઓ વધુ 200 કરતા વધુ સીસીની બાઇક ખાસ આવા રાઇડર્સને ધ્યાનમાં રાખીને બનાવી રહી છે. યામાહા પણ R3 નામે એક બાઇક પર કામ કરી રહી છે અને એવી અફવા છેકે આ બાઇક બિગર કેપેસિટી મોટરસાઇકલ હશે, જેમાં 250 સીસીનુ એન્જીન હશે.

આ એક સારા અને માઠા સમાચાર છે. સારા સમાચાર એ છેકે યમાહા કદાચ પોતાની R3માં 320 સીસીનું એન્જીન આપશે, પરંતુ માઠા સમાચાર એ છેકે, આ બાઇકનું નિર્માણ ભારત માટે કરવામાં આવવાનું નથી. આ બાઇકને યુકે માટે પ્રોડ્યુસ કરવામાં આવનારી છે. R3ને લઇને કંપની એવી આશા રાખી રહી છેકે તેને વિકસિત બજારમાં જ વેચવામાં આવે અને એ લોકોને જ ટાર્ગેટ કરવામાં આવે કે જેઓ સુપરબાઇકના રસિયા છે.

300 સીસીમાં અનેક બાઇક

300 સીસીમાં અનેક બાઇક

ઉપર જણાવ્યું તેમ કે તમામ બાઇક નિર્માણ કરતી કંપનીઓ 300 સીસી સેગ્મેન્ટમાં પોતાનો હાથ અજમાવી રહી છે. કાવાસાકીએ નિંઝા 300 અને યામાહાની આર25એ પાવર અને પરફોર્મન્સના પગલે એક સમાન છે. જોકે નિંઝાની કિંમત તમને વિચારતા કરી મુકે તેવી છે, જ્યારે R25 ખરીદવામાં સસ્તી રહે તેવી છે.

હોન્ડાએ પણ કર્યું છે અપડેટ વર્ઝન

હોન્ડાએ પણ કર્યું છે અપડેટ વર્ઝન

હોન્ડા પણ આ દિશામાં આગળ વધી છે અને તેણે CBR250Rનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે, જેને CBR300R સાથે રિપ્લેસ કરવામાં આવનારું છે. આ એક્સ્ટ્રા કેપેસિટી બાઇકને વધુ ડિઝાયરબલ બનાવે છે તેમજ તેની કિંમત ઓછી હોવા પાછળનું કારણ તે સિંગલ સિલિન્ડર મિલ ધરાવતા હોય છે.

નિન્ઝાને પાડી શકે છે ઝાંખી

નિન્ઝાને પાડી શકે છે ઝાંખી

યામાહા R3 નિન્ઝા 300ને ઝાંખી પાડી શકે છે, કારણ કે તેની કિંમત પણ એ પ્રમાણે હશે. જોકે, એવી અફવા પણ છેકે, જાપાનીઝ બાઇક નિર્માણ કરતી કંપની કાવાસાકી હવે પાવર પેક્ડ ફોર સિલિન્ડર ક્વાર્ટર લિટર એન્જીન પર કામ કરી રહી છે. જે પ્રમાણે બાઇકના એન્જીન પર કામ કરવામાં આવી રહ્યું છે, તેને જોતા લાગી રહ્યું છેકે ભવિષ્યના સમયમાં ટૂ વ્હીલર માર્કેટ નવી ઉંચાઇઓ પર હશે.

ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે R25

ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે R25

એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છેકે યામાહા R25ને આગામી વર્ષે ભારતમાં લોન્ચ કરી શકે છે. ઇન્ડોનેશિયામાં R25ની માગ ઘણી છે, જેને જોતા તેઓ ભારતમાં પણ તેને જેમ બને તેમ વહેલી તકે લોન્ચ કરશે, બની શકે કે 2014માં પણ એ લોન્ચ થઇ શકે છે. જો R25ને ભારતમાં લોન્ચ કરવામાં આવે તો તે કેટીએમની ડ્યુક 390ના માર્કેટ પર પણ અસર પહોંચાડી શકે છે.

English summary
Yamaha has still to launch its quarter-litre motorcycle, the R25, out of Indonesia. Now the Japanese manufacturer has reserved the R3 name and is rumored to build a bigger capacity motorcycle based on its 250cc in-line two machine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X