બોલર્સના છક્કા છોડાવી દેનાર યુવરાજ આ કારનો છે દિવાનો

ભારતને 2011નો વિશ્વકપ જીતાડવામાં સખત પરિશ્રમ કરનાર યુવરાજ સિંહ પણ કારનો દિવાનો છે, જેવાની પૃષ્ટિ તેનું કાર કલેક્શન કરે છે. બેટ વડે રન ફટકારવાની યુવરાજની સ્પીડથી વિશ્વભરના બોલર્સ અને ક્રિકેટ ચાહકો જાણીતા હશે, પરંતુ બહુ ઓછા જાણતા હશે કે યુવરાજ સિંહ કારની ગતિનો પણ દિવાનો છે.

યુવરાજ સિંહના કાર કલેક્શન પર નજર ફેરવીએ તો તેની પાસે એક સામાન્ય હોન્ડા સિટી કાર છે. જોકે આ સિવાય પણ તેની પાસે વિશ્વની અનેક આઇકોનિક કાર્સ છે. કેન્સર સામે તેણે જે રીતે લડત લડી છે, તેનાથી તે માત્ર ભારતનો જ નહીં પરંતુ વિશ્વભરના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની ગયો છે, તેમજ કેન્સર સામે લડનારાઓ માટે એક સાચો મોટીવેટર બની ગયો છે. તેણે કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક સંસ્થા પણ શરૂ કરી છે. આજે અમે અહીં આ દિગ્ગજ ખેલાડીના કાર કલેક્શન અંગે જણાવી રહ્યાં છીએ, તો ચાલો તસવીરો થકી જાણીએ કે યુવરાજ સિંહ પાસે કઇ કઇ કારનું કલેક્શન છે.

આ પણ વાંચોઃ- ટાટાની લેન્ડ રોવરનો વિશ્વની ટોપ ઓટો બ્રાન્ડમાં સમાવેશ
આ પણ વાંચોઃ- ઇન્ટરમોટ શોમાં રજૂ કરાઇ આ 5 સુપર બાઇક્સ
આ પણ વાંચોઃ- કોણ શ્રેષ્ઠઃ ઇકોસ્પોર્ટ, ટેર્રાનો, ડસ્ટર કે પછી ઇટિયોસ ક્રોસ

હોન્ડા સિટી

હોન્ડા સિટી

યુવરાજ સિંહની પહેલી કાર 2001ની હોન્ડા સિટી છે. 2001 સિટીને ભારતમાં ઘણી જ લોકપ્રિયતા મળી હતી. આ કાર તેના સ્મૂથ પરફોર્મન્સ અને હેન્ડલિંગ માટે જાણીતી બની હતી

પોર્શે 911

પોર્શે 911

વિશ્વની મોસ્ટ આઇકોનિક સ્પોર્ટ્સ કાર્સમાની એક ગણાતી પોર્શે 911 કારનો માલિક યુવરાજ સિંહ છે.

બીએમડબલ્યુ એમ3

બીએમડબલ્યુ એમ3

આ ઉપરાંત યુવરાજ સિંહના કાર ગેરેજમાં બીએમડબલ્યુનવી એન્ટ્રી લેવલ પરફોર્મન્સ કાર એમ3 પણ છે.

બીએમડબલ્યુ એમ5

બીએમડબલ્યુ એમ5

યુવરાજ સિંહ પાસે બીએમડબલ્યુની એમ5 સેડાન કાર પણ છે, જેને ફાસ્ટેસ્ટ એક્ઝિક્યૂટિવ સેડાન કાર્સમાની એક માનવામાં આવે છે.

લેમ્બોર્ગિની ગલાર્ડો

લેમ્બોર્ગિની ગલાર્ડો

જો તમે ઝડપને પસંદ કરતા હોવ તો તમે ચોક્કસપણે લેમ્બોર્ગિનીની કાર્સ પર પોતાની પસંદગી ઉતારશો, યુવરાજે પણ તેવું જ કર્યું છે. યુવરાજ સિંહ પાસે લેમ્બોર્ગિની ગલાર્ડો છે, જેને તેણે બુદ્ધ ઇન્ટરનેશન સર્કિટમાં ચલાવી હતી.

ગલાર્ડો સાથે યુવી

ગલાર્ડો સાથે યુવી

પોતાની લેમ્બોર્ગિની ગલાર્ડો કાર સાથે તસવીર ખેંચાવી રહેલો યુવરાજ સિંહ.

બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ

બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ

યુવરાજ સિંહ પોતાની ગલાર્ડોની સ્પીડ ચેક કરવા માટે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટમાં તેને લઇને આવ્યો હતો.

ઑડી ક્યૂ 5

ઑડી ક્યૂ 5

યુવરાજ સિંહને જર્મન કાર નિર્માત કંપની ઑડી દ્વારા પોતાની ક્યૂ 5 પ્રિમીયમ એસયુવી 2011ના વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન બદલ ભેટ સ્વરૂપે આપી હતી. આ કાર યુવીને પૂર્વ ભારતીય સુકાની રવિ શાસ્ત્રીના હસ્તે આપવામાં આવી હતી.

ઑડી ક્યૂ5 સાથે યુવી

ઑડી ક્યૂ5 સાથે યુવી

યુવરાજ સિંહે ઑડી ક્યૂ5 સાથે તસવીર ખેંચાવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X