For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Flaxseeds For Hair: વાળની બધી સમસ્યાઓને દૂર કરશે અળસીના બીજ, અપનાવો આ સસ્તો અને સચોટ ઉપાય

વાળની બધી સમસ્યાઓને અળસીના બીજની મદદથી દૂર કરી શકાય છે. આવો જાણીએ અળસીના બીજાના આ રેમેડી કેવી રીતે બનાવવી.

By Desk
|
Google Oneindia Gujarati News

Flaxseeds For Hair: અળસીના બીજ સ્કીન તેમજ વાળના પોષણ માટે એક કુદરતી ભેટ સમાન છે. અળસીના બીજમાં વિટામીન બી અને ઈ જેવા હેલ્ધી ફેટ સાથે ઓમેગા-3 ફેટી એસિડ હોવાથી તેને સુપરફૂડ પણ કહેવામાં આવે છે. જેનાથી સ્કીન, વાળ અને શરીરના મહત્વપૂર્ણ અંગોને પોષણ મળે છે. વાળ માટે અળસીના બીજનો અલગ-અલગ રીતે ઉપયોગ કરી શકાય છે. આવો જાણીએ અળસીના ફાયદા અને તેના ઉપયોગની રીત વિશે.

વાળને અંદરથી પોષણ આપી મજબૂત બનાવે

વાળને અંદરથી પોષણ આપી મજબૂત બનાવે

અળસીના બીજમાં રહેલા ઓમેગા-3 ફેટી એસિડ ડ્રાય સ્કેલ્પની સમસ્યાથી છૂટકારો આપે છે. શુષ્ક અને બેજાન વાળને પોષણ આપે છે. અળસીના બીજમાં વિટામીન બી અને વિટામીન ઈ જોવા મળે છે. આ બંને તત્વો વાળને અંદરથી પોષણ આપીને મજબૂત બનાવે છે. તેનાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. તેનાથી વાળ તૂટવાની અને ખરવાની સમસ્યામાંથી રાહત મળે છે.

વાળને સ્વસ્થ અને લાંબા બનાવે

વાળને સ્વસ્થ અને લાંબા બનાવે

અળસીના બીજમાં વિટામિન ઇ જેવા એન્ટીઑકિસડન્ટ્સ જોવા મળે છે જે વાળને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. તેનાથી વાળ સ્વસ્થ બને છે. તેનાથી વાળની ​​મજબૂતાઈ અને વૃદ્ધિ થાય છે.

આ રીતે લગાવો અળસીના બીજ

આ રીતે લગાવો અળસીના બીજ

  • 2-3 ચમચી અળસીના બીજ લો અને તેને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો.
  • આ મિશ્રણને ધીમી આંચ પર ઉકળવા માટે રાખો.
  • જ્યારે પાણી ઉકળતા પાણીના અડધાથી ઓછુ થઈ જાય અથવા જ્યારે તે જાડી પેસ્ટ જેવુ લાગે ત્યારે ગેસ બંધ કરી દો.
  • હવે આ મિશ્રણને ઠંડુ થવા દો.
  • શેમ્પૂ કરતા પહેલા આ મિશ્રણથી વાળ અને સ્કેલ્પ ઉપર મસાજ કરો અને તેને એક કલાક માટે વાળ પર રહેવા દો.
  • ત્યાર બાદ વાળને શેમ્પૂ અને પાણીથી ધોઈ લો.

English summary
Flaxseeds will cure all hair problems, make this effective remedy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X