For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાયનાસોર કાળની 42 કરોડ વર્ષ જૂની માછલી મળી, 4 પગ વાળી માછલી જોઈ વૈજ્ઞાનિકો પણ ચકિત

ડાયનાસોર કાળની 42 કરોડ વર્ષ જૂની માછલી મળી, 4 પગ વાળી માછલી જોઈ વૈજ્ઞાનિકો પણ ચકિત

|
Google Oneindia Gujarati News

દુનિયામાં ક્યારે, ક્યાં અને શું ચકિત કરતી ચીજ મળી જાય તે કોઈએ વિચાર્યું પણ ન હોય. પ્રકૃતિના ગર્ભમાં હેરાન- પરેશાન કરતી કેટલીય ચીજો છૂપાયેલી છે, જેના વિશે માણસ ક્યારેય કલ્પના પણ ના કરી શકે. સાઉથ આફ્રિકાના માછીમારોના હાથમાં આવી જ એક માછલી લાગી છે, જેની પ્રજાતિ 42 કરોડ વર્ષ જૂની છે અને તેને દુનિયામાંથી વિલુપ્ત માનવામાં આવી હતી. પરંતુ જ્યારે માછીમારોએ આ માછલી પકડી તો તેને જોઈ વૈજ્ઞાનિકો પણ ચકિત થઈ ગયા.

42 કરોડ વર્ષ જૂની છે પ્રજાતિ

42 કરોડ વર્ષ જૂની છે પ્રજાતિ

હિંદ મહાસાગરમાં સૌથી મોટા મેડાગાસ્કર તટ પર માછલી પકડતી વખતે માછીમારોના હાથમાં આ વિલુપ્ત થઈ ચૂકેલી માછલી લાગી. આ માછલીના ચાર પગ છે, જેને જોઈ ખુદ માછીમારો દંગ રહી ગયા છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ માછલી 42 કરોડ વર્ષ જૂની પ્રજાતિથી છે અને આ માછલીને 'સીઉલૈકૈંથ'ના નામે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ માછલી ડાયનાસોર સમકાલીન છે અને તે ફરીથી મળવી સંપૂર્ણપણે દુર્લભ છે.

વિજ્ઞાન જગત આશ્ચર્યમાં

વિજ્ઞાન જગત આશ્ચર્યમાં

સમુદ્રની અંદરથી હંમેશા અદ્ભુત ચીજો મળતી રહે છે અને આ માછલી પણ અચાનક જ મળી છે. મોંગબે ન્યૂઝ મુજબ મેડાગાસ્કર તટ પર કેટલાક માછીમારો સમુદ્રમાં માછલીઓ પકડવા ગયા હતા. શાર્ક માછલી માછીમારોના નિશાન પર હતી, જેને પકડીને તેઓ પાંખ અને તેલ હાંસલ કરવા માંગતા હતા. શાર્ક માછલીને પકડવા માટે એક ખાસ પ્રકારની જાળ 'ગિલનેટ્સ'નો ઉપયોગ કરવામાં આવે છે, જે સમુદ્રમાં 328 ફુટથી લઈ 492 ફુટ સુધી જઈ શકે છે. માછીમારો જ્યારે શાર્કને પકડવાની કોશિશ કરી રહ્યા હતા તે દરમ્યાન જાળમાં સીઉલૈકૈંથ માછલી પણ ફસાઈ ગઈ.

માછલીના અસ્તીત્વ પર ખતરો

માછલીના અસ્તીત્વ પર ખતરો

માછીમારોના જાળમાં ફસાયેલી સીઉલૈકૈંથ માછલીના ચાર પગ અને આઠ પાંખ છે અને આ માછલીને વિલુપ્ત માનવામાં વતી હતી પરંતુ ફરી એકવાર આ માછલી સાઉથ આફ્રીકન સમુદ્રમાં મળી છે. ધરતીની ભૌગોલિક પરિસ્થિતિ કેટલીય વાર બદલાઈ ચૂકી છે છતાં પણ 42 કરોડ વર્ષ જૂની પ્રજાતિની માછલી હજી ધરતી પર કેવી રીતે જીવંત છે તે વાતને લઈ વૈજ્ઞાનિકો પણ ચકિત છે. દક્ષિણ આફ્રિકાના જર્નલ ઑફ સાયન્સમાં એક રિસર્ચ દરમિયાન કહેવામાં આવ્યું કે શાર્કના શિકારના કારણે સીઉલૈકૈંથ માછલીના અસ્તિત્વ પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. જણાવી દઈએ કે 1980 બાદથી શાર્ક માછલીનો ઘણી તેજીથી શિકાર કરવામાં આવી રહ્યો છે. સંશોધકોનું કહેવું છે કે માછીમારોએ શાર્ક માછલી પકડવા માટે જિલનેટની ઘણી ખતરનાક ખોજ કરી છે અને આ એટલી વિશાળ હોય છે કે સમુદ્રમાં ઘણી ઊંડાઈ સુધી આ જાળ માછલીઓને ફસાવી શકે છે.

કેદારનાથ ધામના ખુલ્યા કપાટ, સીએમ તીરથ સિંહે બધાના સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થનાકેદારનાથ ધામના ખુલ્યા કપાટ, સીએમ તીરથ સિંહે બધાના સારા સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

શોધકર્તાઓને ડર

શોધકર્તાઓને ડર

સીઉલૈકૈંથ માછલી ફરી એકવાર મળ્યા બાદ શોધકર્તાઓના મનમાં આ માછલીને લઈ આશાની કિરણ તો જાગી છે પરંતુ રિસર્ચરનું માનવું છે કે આ અદ્ભુત માછલીનો મોટાપાયે શિકાર તેના અસ્તિત્વને ખતરામાં નાખી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મેડાગાસ્કર સરકારે હજી સુધી સીઉલૈકૈંથ પ્રજાતિની માછલીઓના શિકાર પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવ્યો નથી, જેને કારણે માછલીની આ પ્રજાતિના અસ્તિત્વ પર સંકટ મંડરાઇ રહ્યો છે.

English summary
42 crore year old Extinct coelacanth fish found from madagascar sea. ડાયનાસોર કાળની 42 કરોડ વર્ષ જૂની માછલી મળી, 4 પગ વાળી માછલી જોઈ વૈજ્ઞાનિકો પણ ચકિત
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X