For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

500 વર્ષથી બરફમાં છૂપાયેલી બાળકોની લાશોએ ખોલ્યુ રહસ્ય

|
Google Oneindia Gujarati News

બ્યૂનોસ એરેસ, 30 જુલાઇઃ અર્જેન્ટિનામાં 500 વર્ષ પહેલા બે બાળકી અને એક બાળકને બરરફાચ્છાદિત પર્વતમાં દફન કરી દેવામાં આવ્યા હતા. જે વૈજ્ઞાનિકોને મળી આવ્યા હતા. મૃતદેહો એ અવસ્થામાં મળ્યા હતા કે કોઇને લાગે જ નહીં કે આ 500 વર્ષથી અહી દફન હશે. સોમાં લોહી હજુ પણ છે, ત્વચા પર ચમક અને શરીરના હાડકાંઓ આજે પણ એટલા જ મજબૂત છે, જેટલા પાંચસો વર્ષ પહેલાં હતા. જો કે, હવે તેની સાથે જોડાયેલા રહસ્યો બહાર આવી રહ્યાં છે.

આ મમી વિશ્વના શ્રેષ્ઠ પ્રિસર્વડ મમી છે, એટલે કે સૌથી સુરક્ષિત ઢંગથી રાખવામાં આવેલા છે. વૈજ્ઞાનિકો દ્વારા આ 500 વર્ષ જૂના મૃતદેહો સાથે જોડાયેલા રહસ્યો અને તથ્યોને જાણવા માટે બાળકીઓના વાળને ચકાસવામાં રહ્યાં છે. સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે, 13 વર્ષીય બાળકીને આલ્કોહોલ, કોકાના પત્તા, કેકોઇએનના હેવી ડોઝ આપવામાં આવ્યા હતા. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું છે કે, જ્યારે તેમને દફન કરવામા આવ્યા તેના પહેલા આ બધુ તેમને આપવામાં આવ્યું હશે, કારણ કે મૃતદેહના મોઢામાં કોકાના પત્તાના અંશો અને આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું છે.

નોંધનીય છે કે જ્યારે આ મૃતદેહો મળ્યા ત્યારે તેમના અંગે એક ખાસ વાત એ બહાર આવી હતી કે આ મૃતદેહો પર ઇજીપ્ત પુરાતન કાળની જેમ કોઇ રસાયણનો લેપ વગેરે લગાવવામાં આવ્યો નથી, પરંતુ સીધા લઇ જઇને બરફના પર્વતોમાં દફન કરી દેવામાં આવ્યા. આ મૃતદેહોની સ્થિતિ જે પણ છે, તે ત્યાનાં વાતાવરણના કારણે છે. વૈજ્ઞાનિક આ પર્વતો પર આવા અનેક મૃતદેહોની શોધવામાં આવી રહ્યાં છે, જેમને દફનાવવામાં આવ્યા. વૈજ્ઞાનિકોને જ્યારે આ મૃતદેહ મળ્યા તો તેમણે ઇતિહાસકારોનો સંપર્ક કર્યો, ત્યારે જઇને જાણવા મળ્યું કે અંદાજે 500 વર્ષ પહેલા ધાર્મિક અનુષ્ઠાન અંતર્ગત બાળક-બાળકીઓની આ પ્રકારે બલી આપવામાં આવતી હતી.

English summary
Drugged with beer and cocaine and left to freeze to death, 500 year old mummies of sacrificed Inca children reveal their secrets.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X