આ વ્યક્તિ વાંદરાઓને ખવડાવા માટે લોકો પાસે માંગે છે ભીખ!

Written By:
Subscribe to Oneindia News

રામકથામાં જેનો ઉલ્લેખ કરાવામાં આવ્યો છે તે મહાબલી હનુમાન. જેને વાનર આવતાર પણ માનવામાં આવે છે. આજે પણ લોકો વાંદરાઓને ભગવાન હનુમાનું સ્વરૂપ માની પૂજે છે. કહેવાય છે કે, વાંદરાઓ પણ ભગવાન હનુમાનની પૂજા કરે છે. પરંતુ સામાન્ય લોકો તેની પાસે જતા ડરે છે. અનેક વખત એવા સમાચારો આપણે સાંભળ્યા હશે કે, આ હનુમાન મંદિરમાં વાંદરાઓ કરે છે પૂજા અથવા તો આ વાંદરાઓ હનુમાન મંદિરમાં પૂજા સમયે દરરોજ આવી જાય છે વગેરે... પણ કોઈ વ્યક્તિને વાંદરાઓના જુંડમાં જતા તમે જોયો છે? લોકો સામાન્ય રીતે તેનાથી દુર રહે છે. ચશ્મા ચોરી જતા વાંદરાઓ અથવા તો થપ્પડ મારતા વાંદરાઓના અનેક વીડિયો પણ આપણે જોયા છે. પણ એક વ્યક્તિને જે વાંદરાઓ હનુમાન જેમ રામની ભક્તિ કરે તેટલા પ્રેમથી તેમનું જતન કરે છે. આજે અમે તેમને એક એવા વ્યક્તિ વિશે જણાવાના છીએ જે વાંદરાઓનો મિત્ર છે. વિશ્વાસ નથી આવતો નો? તો વાંચો આગળ.

વાંદરાઓ છે મિત્ર

વાંદરાઓ છે મિત્ર

ઉત્તરપ્રદેશમાં રાયબરેલીમાં રહેતા કૃષ્ણ કુમાર મિશ્રાના મિત્રો વાંદરાઓ છે. તે વાંદરાઓ સાથે રહે છે, ખાય છે અને તેમના માટે બીજા લોકો પાસેથી ખાવાનું પણ માંગે છે. કૃષ્ણ કુમાર પોતાના હાથથી વાંદરાઓના ટોળાને ખાવાનું ખવડાવે છે. તેઓ વાંદરાઓને લાડ-દુલાર પણ કરે છે એટલુ જ નહી વાંદરાઓ માટે તેઓ તેની પત્નીની સાથે પણ લડાઇ કરી લે છે.

વાંદરાઓના મસીહા

વાંદરાઓના મસીહા

કૃષ્ણ કુમાર છેલ્લા 4 વર્ષથી વાંદરાઓની સેવા કરે છે. તેઓ દુનિયામાં પ્રેમ અને માનવતાને ફેલાવા માંગે છે. વાંદરાની સેવા કરવા પાછળનું કારણ જણાવતા તેઓ કહે છે કે તે એવા જાનવરની સેવા કરે છે જેને ખોરાક શોધવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જ્યારે કૃષ્ણ કુમાર બ્રેડની થેલી લઇને વાંદારઓ પાસે પહોંચે છે તો આખો વાંદરાઓનો જુડ તેમની પર તુડી પડે છે. એક સમય તો એવો આવે છે કે વાંદરાઓની વચ્ચે બેઠેલા કૃષ્ણ કુમાર બિલકુલ દેખાતા જ નથી. ચારે તરફ વાંદરા જ વાંદરા અને તેનાથી ઢંકાઇ જાય છે કૃષ્ણ કુમાર.

બીજાઓ પાસેથી માંગે છે ખાવાનું

બીજાઓ પાસેથી માંગે છે ખાવાનું

79 વર્ષના કૃષ્ણ કુમાર વાંદરાઓને ખવડાવા માટે બીજા લોકો પાસે અને હોટલોવાળા પાસેથી વધેલું ખાવાનું માંગે છે. વાંદરાઓ માટે ખાવાનું ભેગુ કરવા તેમણે ઘણું ફરવુ પણ પડે છે. તો વળી એવા પણ કેટલાક લોકો છે જે તેમના સુધી ખાવાનું પહોચાડે છે. દેશ-વિદેશથી લોકો તેમને ડોનેશન પણ આપે છે. કારણ કે તેઓ વાંદરાઓને ખવડાવાનું જે કામ કરી રહ્યા છે તેમાં કોઈ અડચણ ન આવે. ઘણી વખત એવું પણ બને છે તે તેમને ખાવાનું નથી મળતું તો, તેઓ જાતે રોટલી બનાવીને વાંદરાઓનો ખવડાવે છે.

પત્ની આ કામથી છે નારાજ

પત્ની આ કામથી છે નારાજ

કૃષ્ણ કુમાર તેમની પત્ની વિશે જણાવતા કહે છે કે તેઓ વાંદરાઓને ખવડાવાનું કામ કરે છે તેના કારણે તેમની પત્ની તેમનાથી નારાજ છે. પરંતુ તેમની પુત્રીઓ તેમને આ કામ કરવામાં ઘણી મદદ કરે છે. તેઓને વાંદરાઓની આ રીતે સેવા કરવાથી ઘણી આનંદની લાગણી અનુભવે છે. આથી તે છેલ્લા 4 વર્ષી આ કામ અવિરથ પણે કરી રહ્યા છે.

English summary
A man in India gets completely swarmed by a barrel of monkeys who are eager to eat the bread in his hands.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.