મચ્છરનો ફોટો પોસ્ટ કરવાથી થઈ શકે છે આવું !

Written By:
Subscribe to Oneindia News

લોકો આજ કાલ સોશ્યલ મીડિયામાં કઈને કંઈ એકબીજાને મોકલતા હોય છે. એ પછી વીડિયો, ફોટા, જોક્સ જેવું અનેક સાહિત્ય હોઈ શકે છે. પરંતુ અમુક લોકો એવા પણ હોય છે, જે પોતાની રોજબરોજની વસ્તુઓ પણ કોઈ કારણ વિના લોકો સાથે શેર કરતા હોય છે. પરંતુ તમને એવો વિચાર આવ્યો છે કે તમે કોઈ માખી કે મચ્છરનો ફોટો કોઇની સાથે શેર કરો? જાપાનના એક વ્યક્તિને આવો વિચાર આવ્યો, જેનો તેણે અમલ કર્યો. એ વ્યક્તિએ મચ્છરનો ફોટો શેર કર્યો હતો અને આમ કરવું તેને ખૂબ ભારે પડ્યું.

bizarre

જાપાનના એક વ્યક્તિએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર, જેનું યુઝર નેમ @nemuismywife છે; તેના પરથી એક મરી ગયેલા મચ્છરનો ફોટો પોસ્ટ કર્યો હતો. એ સાથે તેણે નીચે નોંધ લખી હતી કે, હું જ્યારે પણ ટીવી જોઉ કે પછી આરામ કરવા માંગુ છું, ત્યારે તું મારું લોહી પીવે છે. હવે તું મરી જા. આટલુ લખ્યા બાદ એ વ્યક્તિએ ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આથી ટ્વીટરે તે વ્યક્તિનું એકાઉન્ટ બંધ કરી નાખ્યુ હતું અને સાથે જણાવ્યું કે, તમારા એકાઉન્ટને ફ્રિઝ કરવામાં આવ્યું છે અને તમે ફરી આ એકાઉન્ટ નહીં ખોલી શકો. નોંધનીય છે કે ટ્વીટર પર સંદિગ્ધ શબ્દોનો ઉપયોગ કરવાથી તે આપમેળે આવા એકાઉન્ટને બંધ કરી દે છે. જાપાનના એ વ્યક્તિના એકાઉન્ટ બંધ થવાનું કારણ પણ કદાચ આ જ હશે.

જો કે, જાપાનનો એ વ્યક્તિ પણ આટલેથી અટકે એમ ન હતો. તેણે તરત બીજુ ટ્વીટર એકાઉન્ટ બનાવ્યું અને લખ્યું કે, મેં મચ્છરને માર્યો એટલે મારૂ પહેલું એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે. મારૂ બીજુ એકાઉન્ટ @DaydreamMatcha છે. તેણ કરેલ ટ્વીટ, લોકોને ખૂબ પસંદ આવ્યું છે. અત્યાર સુધીમાં લોકોએ તેના આ ટ્વીટને 27,000 થી પણ વધારે વખત રીટ્વીટ કર્યું છે.

English summary
A man was banned from Twitter for posting the bloody corpse of one of his victims… a mosquito

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.