For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદ્યાર્થીએ લગ્ન પર લખ્યો નિંબંધ, લોકો બોલ્યા તેને મેડલ આપો

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય એનું કોઇ કહી શકે નહીં. ઇન્ટરનેટ પર ઘણીવાર અજીબોગરીબ વીડિયો, મેસેજ અને લેટર વાયરલ થઇ જાય છે. વિદ્યાર્થીના શાળામાં લખેલી રજા ચીઠ્ઠી વાયરલ થઇ હતી.

|
Google Oneindia Gujarati News

સોશિયલ મીડિયા પર ક્યારે શું વાયરલ થઇ જાય એનું કોઇ કહી શકે નહીં. ઇન્ટરનેટ પર ઘણીવાર અજીબોગરીબ વીડિયો, મેસેજ અને લેટર વાયરલ થઇ જાય છે. વિદ્યાર્થીના શાળામાં લખેલી રજા ચીઠ્ઠી વાયરલ થઇ હતી. હવે પરીક્ષામાં લખેલા લગ્ન પરના નિંબંધ જોરદાર વાયરલ થઇ રહ્યો છે. જેને વાંચીને તમે હસી હસીને થાકી જશો.

bride

હકીકતમાં શિક્ષકે શાળાના તમામ વિદ્યાર્થીઓને લગ્ન પર નિબંધ લખવાનું જણાવ્યું હતું, પરંતુ એક વિદ્યાર્થીએ તમામ વિદ્યાર્થીઓથી સાવ અલગ નિબંધ લખ્યો હતો, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. વિદ્યાર્થીએ તેના નિબંધમાં લખ્યું છે કે, લગ્ન ત્યારે થાય છે, જ્યારે પરિવારના સભ્યો છોકરીને કહે કે, તું મોટી થઈ ગઈ છે અને હવે અમે તને ખવડાવી શકતા નથી. તમારી જાતે એક છોકરો શોધી લો જે તમને ખવડાવી શકે.

છોકરાએ નિબંધમાં આગળ લખ્યું કે, પછી છોકરી છોકરાને મળે છે અને બંનેના લગ્ન થાય છે. બંને એકબીજાને જાણે-સમજે છે અને સાથે રહેવાનું શરૂ કરે છે. છોકરાએ લખેલો નિબંધ જોઈને શિક્ષકના હોશ ઉડી ગયા હતા. આ નિબંધ શિક્ષકને શૂન્ય નંબર આપીને જણાવ્યું કે, તમે આવો અને મને મળો. હવે આ લખેલા નિબંધ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શિક્ષકને આ નિબંધ ભલે ન ગમ્યો, પરંતુ લોકોને તે ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ નિબંધ ટ્વીટર અકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ આ પોસ્ટ પર સવાલ ઉઠાવ્યા છે, કારણ કે આ નિબંધ ત્રીજા ધોરણના વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યો હતો. ઘણા યુઝર્સ કહે છે કે, ત્રીજા ધોરણનો વિદ્યાર્થી આ નિબંધ લખી શકતો નથી. આ પોસ્ટ પર કેટલાક યુઝર્સે ફની કોમેન્ટ્સ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, આ બાળકને મેડલ આપવામાં આવે.

ટ્વીટર આ પોસ્ટને અત્યાર સુધીમાં બે હજારથી વધુ લોકો દ્વારા રીટ્વીટ કરવામાં આવી છે, જ્યારે 12 હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે. હવે સેંકડો લોકોએ પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી છે અને તેને ઉગ્રતાથી શેર કરી રહ્યા છે.

English summary
A student wrote an essay on marriage, people said give him a medal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X