For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયામાં બીજી વાર થઇ એડ્સની સફળ સારવાર, જાણો કેવી રીતે થયો ચમત્કાર

એડ્સ એક જીવલેણ રોગ છે, પરંતુ તાજેતરમાં જ લંડનના ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેઓએ એચઆઇવી વાયરસથી પીડિત દર્દીનું સફળ સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને દુનિયાનો બીજો એચઆયવી મુક્ત દર્દી બનાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

એડ્સ એક જીવલેણ રોગ છે, પરંતુ તાજેતરમાં જ લંડનના ડોક્ટરોએ દાવો કર્યો છે કે તેઓએ એચઆઇવી વાયરસથી પીડિત દર્દીનું સફળ સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટ (અસ્થિ મજ્જા ટ્રાન્સપ્લાન્ટ) કરીને તેને દુનિયાનો બીજો એચઆયવી મુક્ત દર્દી બનાવ્યો છે.

Aids

12 વર્ષ પહેલાં, આ ચમત્કાર 2007 માં બર્લિનના ડોકટરો દ્વારા કરાયો હતો, એચઆયવીથી પીડાતા ટિમોથી રે બાઉન નામના વ્યક્તિનો સફળ ઉપચાર આ થેરેપી દ્વારા થયો હતો. જેના પછી 'બર્લિન પેસન્ટ' તરીકે પણ ઓળખાયો. આ થેરાપી પછી, બાઉન હવે એડ્સથી છુટકારો મેળવ્યા પછી સફળ જીવન જીવે છે.

ડોકટરો મુજબ એચઆયવીથી પીડિત દર્દીના દરેક કિસ્સામાં, તે જરૂરી નથી કે આ ટ્રાન્સપ્લાન્ટ કામ કરે. જોકે આ થેરીપી ઘણા એચઆયવી પીડિત લોકોની સારવાર દરમિયાન નિષ્ફળ ગઈ છે.

કેવી રીતે થયો આ ચમત્કાર

લંડનના ડોકટરોએ એવો દાવો કર્યો છે કે એચઆઇવી પ્રતિરોધક ક્ષમતા રાખનાર વ્યક્તિનું 'બોન મેરો' (અસ્થિ મજ્જા) ચેપગ્રસ્ત વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી એડ્સથી પીડિત વ્યક્તિના રોગપ્રતિકારક તંત્રમાં સુધારો થવા લાગ્યો છે, જેથી તેનું આરોગ્ય પહેલા કરતાં વધુ સારું દેખાયું. તપાસ કર્યા પછી, ડૉક્ટરોએ તેને એડ્સ મુક્ત જાહેર કર્યો. જો કે, આ દર્દીની ઓળખ હજુ સુધી જાહેર થઈ નથી. હાલમાં, તેને 'લંડન મરીજ' નામ આપવામાં આવ્યું છે.

18 મહિના દેખરેખમાં રાખવામાં આવ્યો

2003 માં લંડન દર્દીની એચઆયવી પૉઝીટીવ હોવાની પુષ્ટિ પછી, 2016 માં સ્ટેમ ટ્રાન્સપ્લાન્ટેશન પછી, લંડન દર્દીને એચઆયવીની એન્ટીબાયોટીક દવાઓનું સેવન ત્રણ અઠવાડિયા સુધી ન કરવા દીધું. સામાન્ય રીતે, વાયરસની અસર ઘટાડવા માટે એચઆયવી દર્દીઓને દરરોજ એન્ટીબાયોટીક્સ ખાવાની જરૂર હોય છે. જો એચઆયવીના દર્દી દવાઓ બંધ કરે છે, તો વાયરસ બેથી ત્રણ અઠવાડિયામાં પાછો ફરવાનું જોખમ રહે છે.

લંડન દર્દીને ટ્રાન્સપ્લાન્ટેશન પછી 18 મહિના દવાઓ વગર નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો અને ડોકટરોને કોઈ પણ વાયરસનું જોખમ દેખાયું ન હતું. આ બાબત સામે આવવાથી એક વાત સ્પષ્ટ છે કે આવનારા સમયમાં વૈજ્ઞાનિક એડ્સ જેવી જીવલેણ બીમારીનો ઉકેલ શોધી કાઢશે.

English summary
After 'Berlin Patient', London Man Becomes Second to be Cured of HIV
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X