લગ્ન પહેલા વરરાજાએ જાહેરમાં કરી આ માગ, કે દુલ્હન શરમથી થઈ ગઈ લાલ
લગ્ન દરમિયાન વર-વધુ પોતાની દરેક ઈચ્છા પૂરી કરવા માગે છે. લગ્નમાં શું પહેરવું અને કેવી રીતે એન્જોય કરવું તે દરેક વ્યક્તિ પહેલાથી જ વિચારેલા હોય છે. જો કે, ક્યારેક અચાનક આવી ક્ષણ આવી જાય છે, જેનું આયોજન કરી શકાતું નથી.
આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજાએ તેની દુલ્હન પાસે કંઈક એવું માંગ્યું જેનાથી તે શરમથી લાલ થઈ ગઈ હતી. કન્યાએ વિચાર્યું પણ નહીં હોય કે, આવી પરિસ્થિતિનો પણ સામનો કરવો પડશે.

વરરાજાએ સ્ટેજ પર દુલ્હન પાસેથી કરી આવી માગ
ઈન્ટરનેટ પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વર-કન્યા સ્ટેજ પર ઉભા છે અને જયમાલા વિધિ થઈ રહી છે.
જયમાલા દરમિયાન કન્યાએ વરરાજાનાગળામાં વરમાળા પહેરાવી છે અને હવે તે વરરાજાની માળા પહેરે તેની રાહ જુએ છે.
સ્ટેજ પર ઊભેલો વર ખૂબ જ રમુજી લાગી રહ્યો હતો, કારણ કે તે હસ્યો અને દુલ્હનપાસેથી કંઈક માંગ્યું, જેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
વરમાળા પહેરાવતા પહેલા ગાલ પર કિસ માગી
વરરાજાએ ઈશારામાં જણાવ્યું હતું કે, પહેલા મારા ગાલ પર કિસ કરવી પડશે, તો જ હું આ વરમાળા તારા ગળામાં પહેરાવીશ. આ સાંભળીને દુલ્હન શરમથી લાલ થઈગઈ અને પછી તેણે ખૂબ જ રોમેન્ટિક રીતે બધાની સામે વરને કિસ કરી હતી.
કિસ કર્યા પછી તરત જ વરરાજાએ કન્યાના ગળામાં માળા મૂકી અને બંનેએ જયમાલાનીવિધિ પૂર્ણ કરી હતી.

વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ
દુલ્હા-દુલ્હનની આ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જો કે, એવું ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે વરરાજા સ્ટેજ પર બધાની સામે કિસનીમાંગણી મૂકે છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર વેડિંગ્સ અનફોલ્ડ નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવતા જ લોકોએ તેને ખૂબ પસંદ કર્યો છે.
આ વીડિયોને એકલાખ 66 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે, જ્યારે તેને લગભગ 10 લાખ વખત જોવામાં આવ્યો છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવઆપ્યો છે.