અજબ ગજબ: આ મંદિરમાં ચઢે છે માણસનું લોહી

Posted By:
Subscribe to Oneindia News

ભારતમાં અનેક તેવા મંદિરો છે જ્યાં માનતા પૂરી થતા અલગ અલગ વસ્તુઓનો ચઢાવો કરવામાં આવે છે. ભૈરવ દેવને ત્યાં સામાન્ય રીતે દારૂનો ચઢાવવામાં આવે છે. શિવજીને દૂધનો અભિષેક થાય છે તો માં દુર્ગાને કંકુનો. હજી પણ ભારતમાં તેવા અનેક મંદિરો છે જ્યાં બકરાની બલિ આપી તેના લોહીનો અભિષેક કરવામાં આવે છે. આપણે ત્યાં પશુઓની બલિ ન આપવા અંગે કાયદા તો બન્યા છે પણ તેમ છતાં છૂપી રીતે ભારત જેવા મોટા દેશના કોઇને કોઇ ખૂણે કંઇકને કંઇક થતું જ રહેતું હોય છે. પણ આ તમામની વચ્ચે એક તેવું પણ મંદિર છે જ્યાં આજે પણ ચઢે છે માનવ લોહી...

બોરોદેવી મંદિર

બોરોદેવી મંદિર

પશ્ચિમ બંગાળના કોચ બિહાર વિસ્તારમાં એક ખૂબ જ પ્રસિદ્ધ મંદિર આવેલું છે જેનું નામ છે બોરાદેવી મંદિર. આ મંદિરમાં આજે પણ માનવ લોહી ચઢાવવામાં આવે છે. તે પણ પોલીસની હાજરીમાં. એટલું આ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે.

શું હતી પ્રથા?

શું હતી પ્રથા?

શરૂઆતમાં આ પ્રથામાં માનતા પૂરી થતા લોકો ધણીવાર પોતાના પ્રાણ પણ ત્યજી દેતા હતા. તો ધણીવાર પોતાના હાથ પર ચીરો મૂકી તે લોહીથી અભિષેક કરવામાં આવતો હતો. દુર્ગાપૂજા દરમિયાન અષ્ઠમીના દિવસે આસામ અને ત્રિપુરાના અનેક શ્રદ્ઘાળુઓ આજે પણ અહીં આ પ્રથા મુજબ લોહી ચઢાવે છે.

ચઢે છે લોહી

ચઢે છે લોહી

પહેલાના સમયમાં અહીં દુર્ગા અષ્ઠમીના રોજ માનવબલિ આપવામાં આવતી હતી. જો કે પાછળથી રાજના સલાહકારના કહેવાથી આ પ્રથા બંધ કરાવવામાં આવી હતી. અને હવે ખાલી લોહીની ત્રણ બિંદ જ ચોખાની એક મૂર્તિ પર ચઢાવીને આ પૂજાને સંપૂર્ણ કરવામાં આવે છે.

દર વર્ષે થાય છે પૂજા

દર વર્ષે થાય છે પૂજા

આ મંદિરમાં લોહી ચઢાવવા માટે પણ એક વ્યક્તિને પસંદ રાજાના સમયથી નક્કી કરવામાં આવ્યો છે. આજે પણ શિબેન્દ્ર નાથ રે નામના 52 વર્ષીય વ્યક્તિ આ પ્રથા હેઠળ પોતાનું લોહી ચઢાવે છે. વર્ષોથી તેમનો જ પરિવાર આ પ્રથામાં આ રીતે પોતાનું લોહી અર્પણ કરતા આવ્યા છે.

English summary
This is the only Indian temple where human blood is being offered. Check out the bizarre details about it…
Please Wait while comments are loading...