For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાંબુડી ટામેટા અને કમળો ના થાય તેવા કેળા ખાવા તૈયાર થઇ જાવ

અજબ ગજબ ખાવાની વસ્તુઓ, જે તમને રાખશે સ્વસ્થ. પણ શું તમે આ વસ્તુ ખાવાની પસંદ કરશો? વધુ વાંચો અહીં...

|
Google Oneindia Gujarati News

વિજ્ઞાન હાલ હરણફાળ ભરી રહ્યું છે. રોજ રોજ તેવી નીતનવી શોધો થઇ રહી છે જે લોકોને ચોંકવી રહી છે અને તેમને નવી દુનિયા અને નવા સંશોધનોથી માહિતગાર કરી રહી છે. ત્યારે હાલ વૈજ્ઞાનિકો તેવી શાકભાજી વિકસાવી રહ્યા છે જેને ખાવાની તમે સ્વસ્થ રહી શકો. જેનેટિકલી મ્યુટેડ પ્રોડક્ટ હવે આવનારા સમયમાં તમને જોવા મળશે.

Read also: Video: જ્યારે મગર જેવા આકારના કમોડોડ્રેગને વગાડી ઘરની ડોરબેલ..Read also: Video: જ્યારે મગર જેવા આકારના કમોડોડ્રેગને વગાડી ઘરની ડોરબેલ..

ત્યારે શું છે આ જેનેટિકલી મ્યૂટેડ પ્રોડક્ટ? તે અંગે વધુ જાણો અહીં. કેવી રીતે વૈજ્ઞાનિકો વિજ્ઞાનનો ઉપયોગ કરીને વનસ્પતિઓ, ફળ ફળાદી પર વિવિધ પ્રકારના રિસર્ચ કરી આવનારી પેઢીને કંઇક અલગ જ આપવા જઇ રહી છે. તે અંગે જાણો અહીં. જાંબુડી રંગના ટામેટાથી લઇને કમળો મટાડે તેવા કેળા જેવા કેટલાક અજબ ગજબ પણ સ્વાસ્થયવર્ધક શાકભાજી અને ફળો વિષે જાણો અહીં....

જાંબુડી ટામેટા

જાંબુડી ટામેટા

યુકેના કેટલાક વૈજ્ઞાનિકો ટામેટા પર પ્રયોગ કરી રહ્યા છે. તે ટામેટામાં એથોસાયનિન ઉમેરી રહ્યા છે. જેના કારણે તેનો રંગ જાંબુડી થઇ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટામેટા ખાવાથી કેન્સર સેલનો વિકાસ થતો અટકી જશે. ત્યારે જો વૈજ્ઞાનિકોનો આ પ્રયોગ સફળ થયો તો ભવિષ્યમાં તમે લાલ ટામેટાની જગ્યાએ જાંબુડી ટામેટા ખાતા થઇ જશો.

ઝેરી કોબી

ઝેરી કોબી

ચીનના કેટલાક વૈજ્ઞાનિકો તેવા કોબી બનાવ્યા છે જેમાં વીછીંના કેટલાક જીન્સ નાખવામાં આવ્યા છે. આ કોબીમાં તેવા ગુણ છે કે જે કોબીમાં થતી જીવાત દ્વારા ખાવામાં આવે તો તે મરી જાય પણ જો માણસ દ્વારા આ કોબી ખાવામાં આવે તો તેના ઝેરની અસર ના થાય.

રસીયુક્ત કેળા

રસીયુક્ત કેળા

રસીયુક્ત કેળા, નામ વાંચીને કેળા ખાવા પરથી મન ઉઠી જાય તેવા આ કેળા તમને હિપેટાઇટીસ બી અને કેલેરા જેવા રોગાથી મુક્તી આપશે. આ કેળામાં આ બન્નેની રસી નાખવામાં આવેલી હશે. જેથી કરી રોજ જો તમે એક કેળું ખાવ તો કમળો અને કોલેરા જેવા રોગ દૂર કરી શકાશે.

ચોરસ તડબૂચ

ચોરસ તડબૂચ

જાપાનમાં જ્યારે સૌથી પહેલા ચોરસ તડબૂચ બનાવવામાં આવ્યા ત્યારે શાકભાજી અને ખાવાની વસ્તુઓ પર કરવામાં આવતી વૈજ્ઞાનિક શોધો અંગે લોકો જાગૃત થયા અને તે પછી આ પ્રકારની શોધોમાં વધારો થવા લાગ્યા. આજે પણ અનેક વૈજ્ઞાનિકો ખાદ્ય ગણાતી આવી જ વસ્તુઓ પર વિવિધ રીતના પ્રયોગો કરી રહ્યા છે. જે જોતા તેવું કહેવું અયોગ્ય નથી કે આવનારા સમયમાં ખોરાકની વ્યાખ્યા જ બદલાઇ જશે.

English summary
These are some of the genetically mutated products that are doing the rounds in the market. Check out the list as it will shock you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X