આ છે Lady Hulk! 14 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું બૉડી-બિલ્ડિંગ

Written By:
Subscribe to Oneindia News

આજ-કાલ બૉડી બિલ્ડિંગ અને વેઇટ લિફ્ટિંગનો ક્રેઝ માત્ર પુરૂષો નહીં, મહિલાઓમાં પણ જોવા મળે છે. રશિયાની રહેવાસી Natalia Kuznetsovaને બૉડી-બિલ્ડિંગનો ખૂબ ક્રેઝ છે. તેમણે ખૂબ નાની ઉંમરથી જ બૉડી-બિલ્ડિંગ શરૂ કરી દીધું હતું અને આજે તેમનું શરીર હલ્ક જેવું છે. નતાલિયાને જોઇને ઘણાની બોલતી બંધ થઇ જાય છે. તે પળવારમાં કોઇને પણ ચિતપટ કરી શકે છે.

26 વર્ષની છે નતાલિયા

26 વર્ષની છે નતાલિયા

રશિયાની રહેવાસી નતાલિયાની ઉંમર છે 26 વર્ષ. વેઇટ લિફ્ટિંગમાંથી રિટાયર થયા બાદ તે ફરીથી આ ખેલમાં વાપસી કરી રહી છે. વાપસી પહેલાં તેણે તૈયારીની કેટલીક તસવીરો શેર કરી હતી, જેને જોઇ સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા છે. આ તસવીરો જોયા બાદ તેમની સામે હરીફાઇ કરવા કોઇ કદાચ જ તૈયાર થાય.

14 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું બૉડી-બિલ્ડિંગ

14 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું બૉડી-બિલ્ડિંગ

નતાલિયાએ 14 વર્ષની ઉંમરમાં બૉડી બિલ્ડિંગ શરૂ કર્યું હતું. એ સમયે તેનું વજન માત્ર 40 કિગ્રા હતું. આથી વજન વધારવા માટે તેમણે વેઇટ લિફ્ટિંગ શરૂ કર્યું હતું અને એ પછી તેમને વેઇટ લિફ્ટિંગ સાથે લગાવ થઇ ગયો હતો. એ પછી તેમણે બૉડી બિલ્ડિંગને ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું અને હરીફાઇમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું હતું.

લાખો ફેન્સ

લાખો ફેન્સ

તેઓ અનેક કોમ્પિટિશન જીતી ચૂકી છે. હવે તે આ ક્ષેત્રમાં આવતા યુવાઓને ટ્રેન કરે છે અને હવે જાતે પણ રમતમાં ફરી આવવાની તૈયારી કરી રહી છે. નતાલિયાની ફેન ફોલોઇંગ લાખોમાં છે અને ઇનસ્ટાગ્રામ પર પણ તેમના ઘણા ફોલોઅર્સ છે.

લેડી હલ્ક

લેડી હલ્ક

દરેક સેલિબ્રિટીના માફક નતાલિયાને પણ સોશ્યલ મીડિયા પર નેગેટિવ કોમેન્ટ્સનો પણ સામનો કરવો પડ્યો છે. પરંતુ લોકોએ કરેલી કોમેન્ટ્સને તેમણે મન પર નહોતી લીધી. તેમને જોઇ સાચે જ તમને પણ લેડી હલ્ક નામ જ યાદ આવશે. ફિલ્મોમાં જો ક્યારેક લેડી હલ્કનું પાત્ર આવ્યું તો તે નતાલિયા જેવી જ દેખાશે. (ફોટો સાભાર:ડેલી મેઇલ)

English summary
A body builder in Russia Natalia Kuznetsova has a body just like the hulk. Check out her stunning pictures.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.