For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દોસ્તને બચાવવા પોતાના જીવની પરવા કર્યા વિના બાળકીએ મઘર સાથે બાથ ભીડી

દોસ્તને બચાવવા પોતાના જીવની પરવા કર્યા વિના બાળકીએ મઘર સાથે બાથ ભીડી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીએ દોસ્તીની એક જબરદસ્ત મિસાલ આપી છે. આ બાળકી પોતાની દોસ્તનો જીવ બચાવવા માટે ખુદના જીવની પરવા કર્યા વગર મઘર સાથે ભીડી ગઈ. મઘરે તેણીના મિત્રને ખરાબ રીતે પકડી રાખ્યો હતો પરંતુ બાળકીએ હિમ્મત ન હારતાં બહાદુરીથી લડાઈ લડી મઘરના શિકંજામાંથી બાળકને ખેંચી લાવી. આ બાળકીએ જે બહાદુરીનો પરિચય આપ્યો તેના સૌકોઈ વખાણ કરી રહ્યાં છે. જ્યારે આ આખી લડાઈમાં 9 વર્ષની આ બાળકીને કોઈ ઈજા પહોંચી નથી. જો કે જે બાળકીને મઘરે પકડી હતી તે ગંભીર રીતે ઘાયલ થઈ છે અને હોસ્પિટલમાં દાખલ છે.

9 વર્ષની બાળકીને મઘરે પકડી

9 વર્ષની બાળકીને મઘરે પકડી

સમગ્ર મામલો જિમ્બાબ્વેનો જણાવવામાં આવી રહ્યો છે. અહેવાલો મુજબ સિન્ડ્રેલા ગામમાં નવ વર્ષની બાળકી લાટોયા મુવાની પોતાના મિત્રો સાથે તરી રહી હતી. આ દરમિયાન એક વિશાળ મઘરે તેના પર હુમલો કરી દીધો અને લાટોયાને પોતાના ઝડબામાં પકડી લીધો. જેવો જ મઘર લાટોયાને ખેંચીને લઈ જવા લાગ્યો તો તેની ચીસો સાંભળી બાળકની મિત્ર રેબેકા મુકોમ્બ્વેએ મઘર પર પલટવાર કરવાનો ફેસલો કર્યો. રેબેકાએ તરત જ મઘરની આંખ પર પોતાના પગથી હુમલો કર્યા. જેનાથી મઘર ખરાબ રીતે હલી ગયો.

દોસ્તે દોસ્તી નિભાવી, મઘર સાથે લડાઈ

દોસ્તે દોસ્તી નિભાવી, મઘર સાથે લડાઈ

મઘરને પણ કદાચ આ વાતની ઉમ્મીદ નહિ હોય કે કોઈ તેના પર પલટવાર કરી શકે છે. આ મઘરે લાટોયાના હાથ-પગ પકડી રાખ્યા હતા, રેબેકાએ જેવી રાબેકાની ચીસ સાંભળી કે તે મઘર સાથે બાથે ભીડી ગઈ અને જ્યાં સુધી તેણે લાટોયાનો પગ અને હાથ ન છોડી દીધો ત્યાં સુધી છોકરીએ મઘરની આંખોમાં હુમલો કર્યો. લાટોયા જેવી મઘરની પકડમાંથી છૂટી કે રેબેકા તેને પોતાની સાથે લઈ તરત તરીને નદી કાંઠે આવી ગઈ. આંખે હુમલો થયા બાદ મઘર બીજી વખત આ બાળકી પર હુમલો ન કરી શક્યો.

મઘરની આંખો પર હુમલો કર્યો

મઘરની આંખો પર હુમલો કર્યો

જાણકારી મુજબ આ સમગ્ર ઘટનાક્રમમાં જીવ બચાવનાર રેબેક્કાને કોઈ ઈજા નથી પહોંચી. પરંતુ તેની મિત્ર લાટોયાને ઈલાજ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. બાળકીની સેવા કરી રહેલ નર્સે જણાવ્યું કે લાટોયાને હળવી ચોટ આવી છે અને તેને જલદી જ ઠીક થવાની ઉમ્મીદ છે. જ્યારે રેબેકકાએ જણાવ્યું કે જે સમયે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર બધા મિત્રોમાં હું સૌથી મોટી હતી. માટે મેં ખુદ લાટોયાને બચાવવાનો ફેસલો લીધો. તેમણે તેમણે એમ પણ જણાવ્યું કે જેવો લાટોયા મઘરની ચંગુલમાંથી છૂટી કે તરત જ તેને નદી કાંઠે લઈ આવી.

મસાજ પાર્લરની આડમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પોલીસે ભાંડાફોડ કર્યોમસાજ પાર્લરની આડમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પોલીસે ભાંડાફોડ કર્યો

English summary
brave girl fought with crocodile to save her friend
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X