OMG: છેલ્લા 30 વર્ષથી ફક્ત ચાઇ પર જ જીવે છે
ચા મોટા મોટા સ્ટ્રેસ પણ દૂર કરે છે આપણા દેશમાં ચા પીવાના શોખીનો ઘણા છે. પરંતુ આજે અમે તમને ચાના એક એવા શોખીન સાથે મુલાકાત કરાવવા જઈ રહ્યાં છે જેઓ છેલ્લા 30 વર્ષથી ફક્ત ચા પર જીવી રહ્યા છે. આ વાત પર તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ હકીકત છે.
છત્તીસગઢમાં એક મહિલા 30 વર્ષથી ફક્ત ચાના સહારે જીવી રહી છે. તે ફક્ત જીવતી જ નથી પરંતુ બિલકુલ તંદુરસ્ત છે. પ્રદેશના કોરિયા જિલ્લાના બદરિયા ગામમાં રહેતી પીલી દેવીએ 11 વર્ષની ઉંમરથી ખાવાની બધી જ વસ્તીઓ છોડી દીધી અને ફક્ત ચા પર રહેવા લાગી. ત્યારથી તેઓ ફક્ત ચા પર જ જીવી રહ્યા છે. પોતાની આ અલગ જીવનશેલીને કારણે તે આખા વિસ્તારમાં 'ચાઇ વાલી ચાચી' નામથી ફેમસ છે.
આ પણ વાંચો: જાપાનના આ ગામમાં 5 બાળકો પેદા કરવા પર 2 લાખ રૂપિયા મળી રહ્યા છે

11 વર્ષની ઉમર
પીલીના પિતા રતિ રામ અનુસાર 44 વર્ષની પીલીએ ભોજન કરવાનું ત્યારે છોડી દીધું હતું જયારે તે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તે સમયને યાદ કરતા તેમને કહ્યું કે અમારી દીકરી જિલ્લાના જનકપુરમાં આવેલા પટના સ્કૂલથી જિલ્લાની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઈ હતી. ત્યાંથી પાછા આવ્યા પછી તેને અચાનક ભોજન કરવાનું બંધ કરી દીધું અને પાણી પણ પીવાનું બંધ કરી દીધું.

બ્લેક ચા પીવાનું શરુ કર્યું
તેમને જણાવ્યું કે શરૂઆતમાં પિલી દુધવાળી ચા સાથે બિસ્કિટ અને બ્રેડ લેતી હતી પરંતુ ધીરે ધીરે તેમને બ્લેક ચા પીવાનું શરુ કર્યું. તે દિવસમાં ફક્ત એકવાર તે પણ સૂર્યાસ્ત પછી બ્લેક ચા પીવે છે.

ડોક્ટરને પણ બતાવ્યું
પીલીના ભાઈએ તેને ડોક્ટરને પણ બતાવ્યું પરંતુ તેનું કોઈ સ્વાસ્થ્ય સમાધાન નથી મળ્યું. તેને ઘણા ડોક્ટરો પાસે લઇ જવામાં આવી પરંતુ પીલીની આદતો વિશે કોઈ જ કારણ મળ્યું નથી. પરિજનો ઘ્વારા જણાવવામાં આવ્યું કે પિલી ભાગ્યે જ ઘરની બહાર નીકળે છે, તે આખો દિવસ ભગવાન શિવની પૂજા જ કરતી રહે છે.

શુ કહે છે ડોક્ટર?
મેડિકલ સાયન્સમાં આ પ્રકારે જીવતું રહેવું કોઈ પણ પ્રકારે સંભવ નથી. ડોક્ટરો અનુસાર આ અસંભવ છે કે કોઈ મહિલા 33 વર્ષથી ફક્ત ચા પર જીવી શકે.