For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાપાનના આ ગામમાં 5 બાળકો પેદા કરવા પર 2 લાખ રૂપિયા મળી રહ્યા છે

જાપાનની હેલ્થ મિનિસ્ટ્રી ઘ્વારા ચિંતા વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2018 દરમિયાન ફક્ત 9,28,000 બાળકો જ પેદા થયા છે.

|
Google Oneindia Gujarati News

દુનિયામાં જાપાન એક એવો દેશ છે જેની વસ્તી સતત ઓછી થઇ રહી છે. ગયા મહિને ડિસેમ્બરમાં જાપાનની હેલ્થ મિનિસ્ટ્રી ઘ્વારા ચિંતા વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2018 દરમિયાન ફક્ત 9,28,000 બાળકો જ પેદા થયા છે, જે વર્ષ 2017 ની તુલનામાં 25,000 ઓછા બાળકો છે. વર્ષ 2018 દરમિયાન જાપાનનો મૃત્યુ રેટે યુદ્ધ સમયે થયેલી મૌતનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. મૃત્યુ દર વધવાને કારણે અને જન્મ દર ઘટવાને કારણે જાપાન પોતાની વસ્તી અંગે ચિંતામાં છે.

આ પણ વાંચો: આ પાડાની કિંમત સાંભળી તમારી પણ આંખો ફાટી જશે, દર મહિને ચરે છે 1 લાખનો ચારો

6000 લોકોની વસ્તી ધરાવતું નાનું કૃષિ શહેર

6000 લોકોની વસ્તી ધરાવતું નાનું કૃષિ શહેર

જયારે આખું જાપાન પોતાની જનસંખ્યા વધારવા માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે પશ્ચિમ જાપાનનું નાગી શહેર એક મોટી સફળતા તરીકે સામે આવ્યું છે. લગભગ 6000 લોકોની વસ્તી ધરાવતું નાનું કૃષિ શહેર બાળકોની ઝડપી વધતી વસ્તીને કારણે લોકપ્રિય બની ચૂક્યું છે.

વસ્તીને વધારવા માટે પ્રશાશન પરિવારને પૈસા આપી રહી છે

વસ્તીને વધારવા માટે પ્રશાશન પરિવારને પૈસા આપી રહી છે

અમેરિકાની પુલિત્ઝર સેન્ટર રિપોર્ટ અનુસાર આ નાના શહેરમાં વસ્તીને વધારવા માટે પ્રશાશન પરિવારને પૈસા આપી રહી છે. એક રિપોર્ટ અનુસાર પહેલા બાળક માટે માતાપિતાને 1,00,000 યેન ($879 એટલે કે 61,000 રૂપિયા) મળે છે. જયારે તેમના બીજા બાળક માટે 1,50,000 યેન ($1335 એટલે કે 92,000 રૂપિયા) મળે છે. એટલું જ નહીં પરંતુ તેમના પાંચમા બાળક માટે 400,000 યેન ($3518 એટલે કે 2.43 લાખ રૂપિયા) મળે છે.

બાળકો માટે સબસીડી વાળા ઘર, મફત ટીકાકરણ, સ્કૂલ ભથ્થું અને બીજી પણ કેટલીક સેવાઓ

બાળકો માટે સબસીડી વાળા ઘર, મફત ટીકાકરણ, સ્કૂલ ભથ્થું અને બીજી પણ કેટલીક સેવાઓ

જાપાનની જનસંખ્યાના ઘટાડાને ફરીથી વધારવા માટે નેગી અધિકારીઓ બાળકો માટે સબસીડી વાળા ઘર, મફત ટીકાકરણ, સ્કૂલ ભથ્થું અને બીજી પણ કેટલીક સેવાઓ આપી રહી છે. અહીં જણાવવામાં આવ્યું છે કે તેમની આવી પહેલને કારણે નેગીની પ્રજનન દર જે તેમના જીવનમાં એક બાળકની એવરેજ પર આધારિત છે. 2005 અને 2014 વચ્ચે 1.4 થી વધીને 2.8 સુધી પહોંચી ગઈ છે એટલે કે ડબલ થઇ ચુકી છે.

English summary
This Japan town pays over Rs 2 lakh for having 5th child, to boost population
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X