For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે જાણો છો કે પાકિસ્તાનમાં દારૂ પીવા પર 80 ચાબખાની સજા છે!

|
Google Oneindia Gujarati News

જી હા, તમને સાંભળવામાં કદાચ આશ્ચર્ય થયુ હશે કે જે દેશમાં આતંકવાદને આશરો આપવામાં આવ્યો છે, તે દેશમાં દારૂ પીવાની સજા આવી સખત હોઇ શકે છે. પાકિસ્તાનમાં હાલમાં 10 મિલિયનથી વધુ લોકો દારૂ પીવે છે. અને તે ગેરકાયદે છે.

પરંતુ માત્ર પાકિસ્તાન જ નહિં કેટલાક અન્ય દેશો પણ છેકે જ્યાં દારૂ પીવા પર પ્રતિબંધ છે. ભારત અંગે તો તમે જાણો જ છો કે ગુજરાત અને કેટલાક ભાગોમાં દારૂ પ્રતિબંધિત છે.

આગળની સ્લાઇડ્સ પર ક્લીક કરો અને જાણો કે ક્યા દેશોમાં દારૂં પીવા માટે પ્રતિબંધ છે, અને તે અંગે શું સજા નક્કી કરવામાં આવી છે.

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાનમાં સંસદના કાયદા મુજબ દારૂ પીવા પર 60 ચાબખાની સજા નક્કી કરવામાં આવી છે.

પાકિસ્તાન

પાકિસ્તાન

પાકિસ્તાનમાં દારૂના સેવન પર 80 ચાબખાની સજા નક્કી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં દારૂ પર પ્રતિબંધ છે. અને આ સજાને લઇને ઘણી વખત વિરોધ પ્રદર્શન પણ થઇ ચૂક્યા છે.

ઇરાન

ઇરાન

માત્ર નોન આલ્કોહોલિક બીયરની જ પરવાનગી છે. આખા દેશમાં મુસ્લિમ નાગરિકો માટે દારૂના સેવન પર પ્રતિબંધ છે.

શારજહા, UAE

શારજહા, UAE

શારજહામાં UAE જ માત્ર એવુ સ્થળ છે કે જ્યાં દારૂના સેવન પર પ્રતિબંધ છે. જો કોઇએ ઘરમાં પણ દારૂ પીવો હોય તો તેણે આલ્કોહોલ લાઇસન્સ લેવુ પડશે.

સાઉદી અરબ

સાઉદી અરબ

સાઉદી અરબમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો કોઇ દારૂ પીતા ઝડપાયો તો તેને ઇસ્લામના કાયદા હેઠળ સજા કરવામાં આવે છે.

કુવૈત

કુવૈત

કુવૈતમાં વર્ષ 1964માં દારૂ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ લોકો પોતાના ઘરમાં ચોરીછુપે દારૂનું સેવન કરે છે.

યમન

યમન

યમનમાં જો સાર્વજનિક સ્થળ પર દારૂનું સેવન કર્યું તો જેલમાં જવુ પડશે. પરંતુ જો ઘરમાં તમે દારૂનું સેવન કરો છો તો તે કાયદેસર છે.

સુડાન

સુડાન

સુડાનમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ સુડાનમાં બનાવવામાં આવેલી શરાબનું સેવન તમે કરી શકો છો.

લિબીયા

લિબીયા

લિબીયામાં શરાબનું બ્લેક માર્કેટીંગ થાય છે. જો પકડાયા તો જેલથી લઇને ચાબખા મારવા સુધીની સજા થઇ શકે છે.

બ્રુનેઇ

બ્રુનેઇ

બ્રુનેઇમાં દારૂના વેચાણ પર સાર્વજનિક સ્તર પર પ્રતિબંધ છે. પરંતુ ગેર મુસ્લિમ નાગરિકો અન્ય દેશોમાંથી દારૂ લાવીને પોતાના ઘરમાં દારૂનું સેવન કરી શકે છે.

English summary
Do you know about these 10 countries' with booze bans. In Pakistan there is a law of 80 lashes if someone consumes alcohol.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X