
પાંચ હાથવાળા આ જીવને ક્યારેય જોયું? લોકો પહેલા સાપ સમજી બેઠા હતા પણ...
સોશિયલ મીડિયા પર જાનવરો સાથે જોડાયેલા વિવિધ પ્રકારના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. જેમાંથી કેટલાક તો એવા છે જે સૌકોઇને દંગ કરી દે છે. કેટલીયવાર કેટલાક અજીબોગરીબ જાનવરોને જોઇ લોકો પણ સમજી નથી શકતા કે આખરે આ જાનવર કયું છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં સાપ જેવું દેખાતું જીવ પથ્થર પર ઢસળીને ચાલતું જોવા મળી રહ્યું છે. પહેલી નજરે જોતાં આ જીવ સાપ હોય તેવું જ લાગે છે.

કેટલાય લોકોએ પહેલીવાર જોયું આવું જીવ
ઉપરથી આ જીવના પાંચ હાથ પણ છે. વીડિયોની શરૂઆતમાં તમે પણ આ જીવને સાપ જ સમજી લેશો પરંતુ જ્યારે આખો વીડિયો જોશો તો દંગ રહી જશો. વીડિયોમાં આ જીવને જોઇ કોઇનેપણ ડર લાગવો વ્યાજબી છ. વીડિયો જ્યારે આખો જોઇ લેશો તો અજીબોગરીબ જીવને જોઇ તમે ચકિત થઇ જશો. પહેલીવાર આ જીવને જોતા લોકો વીડિયોને ભારે પસંદ કરી રહ્યા છે.

લાખો લોકોએ વીડિયો જોયા
વીડિયોમાં જોઇ શકાય છે કે પત્થર ઢસડાઇ ધીરે ધીરે પાણી તરફ જવા લાગે છે. વીડિયો જોવા પર તમને માલૂમ પડી જશે ક જાનવરના દરેક હાથ એટલા લાંબા છે કે તે સાપ જેવા જ જોવા મળી રહ્યા છે. આમ તો વીડિયોને ચાર જૂને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો પણ અત્યારે તે ફરી ચર્ચામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોએ જોઇ લીધો છે. હજારો લોકોએ તના પર કોમેન્ટ પણ કરી છે.

આ જીવ સમુદ્રમાં રહેતું બ્રીટલ સ્ટાર છે
વીડિયોમાં કોમેન્ટ કરા લોકોએ અજીબોગરીબ જવાબ આ્યા છે. જો કે કેટલાક લોકો એવા પણ છે જેમણે હકીકતમાં આ જીવ કયું છે તેનો જવાબ પણ આવ્યો છે. જણાવી દઇએ કે આ જાનવરને બ્રિટલ સ્ટાર અથવા તો ઓફિયોરોઇડ કહેવાય છે. બ્રિટલ સ્ટાર સમુદ્રમાં રહેતું જીવ છે, જે એક સ્ટારફિશ જેવું દેખાય છે. આ ઉપરાંત તેન સરપેંટ સ્ટાર્સ તરીકે પણ ઓળખવાાં આવે છે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે બ્રિટલ સ્ટાર્સની 2 હજારથી વધુ પ્રજાતિઓ છે. જેમાંથી કેટલીય એવી છે જે ઉંડા સમુદ્રમાં જોવા મળે છે. આ જીવ પોતાની લાંબી ભુજાઓના ઉપયોગથી સમુદ્રના તળીયા સુધી પહોંચી જાય છે.
જમીની હાલાતનો રિપોર્ટ લેવા બીજા દિવસ પણ LACનો પ્રવાસ કરશે આર્મી ચીફ જનરલ નવરણે
what is that?? pic.twitter.com/weeDnmHVwL
— Lydia Raley (@Lydia_fishing) June 4, 2020