અજબ ગજબ: આ જગ્યા પરથી "કૂતરાઓ કરે છે આત્મહત્યા"

Posted By:
Subscribe to Oneindia News

શું તમે કદી કોઇ કૂતરાને અચાનક જ દોડીને કોઇ ઊંચા પુલ પરથી કૂદકો મારીને નીચે પટકાતા જોયો છે? આવું જ કંઇક અજીબો ગરીબ થાય છે, સ્કોટલેન્ડના આ પુલ પર. આ પુલ હવે કૂતરાઓની આત્મહત્યાવાળા પુલ તરીકે જાણીતો થઇ ગયો છે. એટલું જ નહીં કૂતરાઓના આવા વિચિત્ર વર્તનના કારણે લોકો આ પુલને ભૂતિયા પુલ તરીકે પણ ઓળખવા લાગ્યા છે.

નોંધનીય છે કે આ પુલ પરથી અત્યાર સુધીમાં 600થી વધુ કૂતરાઓ કદી ચૂક્યા છે. અને લગભગ 50 થી વધુ કૂતરાઓની મોત આ બ્રીજ પરથી કૂદવાના કારણે થઇ છે. આ બ્રીજની ઊંચાઇ 50 ફીટ છે. અને સૌથી અચરજની વાત તો એ છે કે તમામ કૂતરાઓ એક જ જગ્યા પર આવીને છલાંગ લગાવે છે.

નોંધનીય છે કે સ્કોટલેન્ડના મિલ્ટનમાં આવેલો આ સુંદર કોતરણી વાળો બ્રીજ 1859માં બનાવવામાં આવ્યો હતો. ત્યારે આ અંગે વધુ વાંચો અહીં....

મોતની છલાંગ

મોતની છલાંગ

નોંધનીય છે કે તમામ કૂતરાઓ આ બ્રીજની એક જ જગ્યા પરથી કૂદકો મારે છે. જે લોકોના કૂતરાઓએ અહીંથી છલાંગ લગાવી છે તેમણે જણાવ્યું કે આ પુલ પર તેમના કૂતરા એકદમ નોર્મલ હતા. પણ અચાનક જ એક જગ્યા પર આવીને તે વિચિત્ર રીતનું વર્તન કરવા લાગે છે અને પછી અચાનક જ બ્રીજ પરથી કૂદી પડે છે.

કેવી રીતે થઇ શરૂઆત

કેવી રીતે થઇ શરૂઆત

1950ના વર્ષમાં અચાનક જ આ રીતે કૂતરાઓની આત્મહત્યા કરવાની ઘટનાઓ શરૂ થઇ. અને 1960 સુધીમાં બહુ બધા કૂતરાઓ આ રીતે અહીંથી મોતની છલાંગ લગાવવા લાગ્યા તે પછી લોકો આ બ્રીજને ભૂતિયા બ્રીજ તરીકે ઓળખવા લાગ્યા.

અફવાઓ

અફવાઓ

તે બાદ એવી પણ અફવા ઉડી કે કેવીન મોય નામના વ્યક્તિએ તેના નવજાત બાળકને આ બ્રીજ પરથી ફેંકી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે બચી ગયો પણ તેનું બાળક મરું ગયું કેવિનને જ્યારે પોતાના નવજાત બાળકને મારવા અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેનું બાળક એન્ટીક્રાઇસ્ટ હતું. અને તે પછી જ કૂતરાઓની આ મોત આ બ્રીજને વધુ ભૂતિયા બનાવી દીધો.

વિજ્ઞાન શું કહે છે?

વિજ્ઞાન શું કહે છે?

કેટલાક લોકોનું કહેવું છે કે આ બ્રીજની નીચે કદાચ ઉંદર, ખિસકોલી કે પછી સુવરનું માસ કે તેનું એક ખાસ પ્રકારની ગંધ કૂતરા જેવા પ્રાણીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. અને તેના કારણે આ પ્રાણીઓ છલાંગ લગાવે છે.
જો કે તેમ છતાં કૂતરાઓ દ્વારા કેમ એક જ જગ્યાએ આવીને આવી રીતે મોતની છલાંગ મારવામાં આવી છે તે વાત પર કોઇ યોગ્ય કારણ શોધી નથી શકાયું. અને માટે જ આ બ્રીજને લોકો હજી પણ કૂતરાઓના સુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખે છે.
Image source : Youtube

English summary
Have you heard about dogs suicide bridge, if not than Read here the bizarre story.
Please Wait while comments are loading...