Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કપલને ભારે પડ્યું નાવડીમાં રોમેન્ટિક ફોટો પડાવાનું, જાણો આગળ

આ દિવસોમાં પ્રી વેડિંગ શૂટ ખુબ જ ટ્રેંડમાં છે. તેના માટે, ફોટોગ્રાફરથી લઈને લગ્ન કરવા જઈ રહેલું જોડું ખુબ મહેનત કરે છે, અને તેમના વિડીયો પણ સામે આવે છે.

આ દિવસોમાં પ્રી વેડિંગ શૂટ ખુબ જ ટ્રેંડમાં છે. તેના માટે, ફોટોગ્રાફરથી લઈને લગ્ન કરવા જઈ રહેલું જોડું ખુબ મહેનત કરે છે, અને તેમના વિડીયો પણ સામે આવે છે. આ કડીમાં, આ દિવસોમાં એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ બની રહ્યો છે. આમાં, કેરળનું એક કપલ નદીની વચ્ચે નાની હોડી પર શૂટિંગ કરાવી રહ્યું છે. પરંતુ અચાનક જે થાય છે તેને જોઈને લોકો ચોકી પણ જાય છે અને હસવું પણ રોકાતું નથી.

આ પણ વાંચો: મહિલાને આવારા કુતરાઓને ખાવાનું ખવડાવાનું ખુબ જ મોંઘુ પડી ગયું

શાનદાર ક્લિક કરવા માટે નકલી વરસાદ કરાવી રહ્યો હતો ફોટોગ્રાફર

શાનદાર ક્લિક કરવા માટે નકલી વરસાદ કરાવી રહ્યો હતો ફોટોગ્રાફર

ફોટામાં છોકરો અને છોકરી પોતાના કેળાના પાનથી વરસાદથી બચાવતા હોય તેવા ફોટા ક્લિક કરાવી શકે તે માટે નકલી વરસાદ કરવામાં આવ્યો હતો. વીડિયોમાં નાવડીની આસપાસ ફોટોગ્રાફરના ક્રુ ઉભા હતા અને કપલ પર નદીનું પાણી ઉછાળી રહ્યા હતા કારણ કે ફોટો રોમેન્ટિક આવી શકે.

ફોટાના ચક્કરમાં પાણીમાં ધડામ થયું કપલ

વાયરલ વિડીયોમાં સુંદર રોમેન્ટિક ફોટા પડાવાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ક્રૂ આસપાસ નકલી વરસાદ કરી રહ્યો છે. ફોટોગ્રાફર કહે છે ઓક રેડી... એટલામાં અચાનક કપલ પાણીમાં એક સાથે પડે છે, અને તે જોઈ બધા લોકો હસવા લાગે છે. ક્રૂ દોડીને કપલને પાણીમાંથી કાઢે છે. લોકો આ વિડિઓ પર ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે.

ક્રૂએ જાણી જોઈને જોરથી હલાવી હતી નાવડી

ક્રૂએ જાણી જોઈને જોરથી હલાવી હતી નાવડી

પાછળથી ખબર પડી હતી કે ફોટોગ્રાફરએ સારો શોટ લેવાના પ્રયાસમાં ક્રૂને કહ્યું હતું કે નાવડીને જાણી જોઈને ડીસબેલેન્સ કરે. આશ્ચર્યજનક વાત એ છે કે કપલને તેમની સાથે શું થવા જઈ રહ્યું છે તે અંગે કોઈ ખ્યાલ ન હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X