For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાને આવારા કુતરાઓને ખાવાનું ખવડાવાનું ખુબ જ મોંઘુ પડી ગયું

ઘણા લોકો પ્રાણીઓને ખુબ પ્રેમ કરે છે અને તેઓ તેમને ખાવાનું ખવડાવાનું પસંદ કરે છે. પરંતુ મુંબઈમાં એક મહિલાને કુતરાઓને ખાવાનું ખવડાવાનું ભારે પડી ગયું.

|
Google Oneindia Gujarati News

ઘણા લોકો પ્રાણીઓને ખુબ પ્રેમ કરે છે અને તેઓ તેમને ખાવાનું ખવડાવાનું પસંદ કરે છે. પરંતુ મુંબઈમાં એક મહિલાને કુતરાઓને ખાવાનું ખવડાવાનું ભારે પડી ગયું. વાસ્તવમાં, આ માટે મહિલા પર રૂ. 3.50 લાખનો દંડ લાદવામાં આવ્યો હતો. મુંબઈના કાંડીવાલી પૂર્વની નિસર્ગ હેવાન કો -ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં નેહા દતવાની નામની મહિલા રહે છે, જેને આ દંડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ અગિયાર વાંદરાઓમાં માનવ મગજના જનીનો દાખલ કર્યા, બદલી આ આદતો

ગયા વર્ષે દંડ થયો હતો હજુ સુધી ભર્યો નથી

ગયા વર્ષે દંડ થયો હતો હજુ સુધી ભર્યો નથી

નેહા દતવાની તેમની સોસાયટીની અંદર આવારા કુતરાઓને ખાવાનું ખવડાવતી હતી. મુંબઇ મિરરના રિપોર્ટ અનુસાર, મહિલા પર તેના માટે ગયા વર્ષે સોસાયટી દ્વારા 2500 રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો હતો. જેનાથી સોસાયટીની અંદર આવારા કુતરાઓનો ડર સમાપ્ત થઇ જાય. નેહાનું કહેવું છે કે કુતરાઓને ખવડાવાને લઈને ગયા વર્ષથી લઈને અત્યાર સુધી સોસાયટીના તેમની ઉપર 3.60 લાખ રૂપિયા બાકી છે.

દંડ ન ચૂકવવા પર અડી નેહા

દંડ ન ચૂકવવા પર અડી નેહા

નેહા પર લાગેલા દંડમાં 21 ટકા વ્યાજ પણ લગાવવામાં આવ્યું છે. ગયા ફેબ્રુઆરીમાં, નેહાને મેન્ટેનન્સ બિલ સાથે આ પૈસા ઉમેરીને બિલ મોકલવામાં આવ્યું હતું. નેહાએ મેન્ટેનન્સ બિલ આપ્યું પરંતુ પેનલ્ટી ચૂકવવાનો ઇનકાર કર્યો. નેહા ઉપરાંત, સોસાયટીમાં બીજા વ્યક્તિને પણ દંડ કરવામાં આવ્યો છે. નેહાએ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ હાલતમાં આ દંડ ચુકવશે નહીં.

'નેહાના કારણે સોસાયટીમાં ઘુસી આવે છે આવારા કુતરાઓ '

'નેહાના કારણે સોસાયટીમાં ઘુસી આવે છે આવારા કુતરાઓ '

સોસાયટીમાં રહેતા લોકો કહે છે કે નેહા દ્વારા ખાવાનું ખવડાવાથી આવારા કુતરાઓ સોસાયટીમાં ઘુસી આવે છે, અને સોસાયટીમાં બેધડક ફરે છે તેથી બાળકો અને વૃદ્ધોને ખતરો બની રહે છે.

English summary
mumbai woman have to pay 3.60 lakh for feeding stray dogs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X