ઘરેથી ભાગેલા પ્રેમી યુગલને મળે છે આશ્રય!

Written By:
Subscribe to Oneindia News

આપણો દેશ ધીરે ધીરે પાશ્ચાત સંસ્કૃતિ તરફ વળતો જઈ રહ્યો છે. આપણા તહેવારો પર જેવી અસર પાશ્ચાત સંસકૃતિની પડી છે. તેવી અસલ આપણા કેટલાક જુના રિવાજો પણ પર આ અસર દેખાય છે . જેમ કે લગ્ન, ઘરના મોટા લોકો પસંદ કરે ત્યા જ લગ્ન થાય એવી આપણી સંસ્કૃતિ અને રિવાજ છે. આ સંસ્કૃતિમાં પ્રેમ લગ્ન! જે આપણા રિવાજો પ્રમાણે યોગ્ય નથી. આથી પ્રેમલગ્ન કરવાની પરવાનગી મળતી નથી. ત્યારે એ પ્રેમી પંખીડાઓ ઘર છોડીને ભાગી જાય છે. પણ પછી શું ? આવી રીતે ભાગેલા લોકોને કોઈ આસરો આપતુ નથી. તેમને કોઈ રહેવા આપતુ નથી. પરંતુ આજે અમે તેમને એક એવી જગાયાની વાત કરવાના છીએ જ્યા ભાગેલા પ્રેમી પંખીડાને રહેવા મળે છે. એક એવુ મંદિર જ્યા ઘરેથી ભાગેલા પ્રેમીઓને રહેવા મળે છે

શંગચુલ મહાદેવનુ મંદિર

શંગચુલ મહાદેવનુ મંદિર

હિમાચલપ્રદેશનુ શાંઘવ ગામ જેમાં પાંડવો સમયના ગણા ઇતિહાસ દબાયેલા છે. તેમાંનુ એક છે શંગચુલ મહાદેવનુ મંદિર. કહેવાય છે કે એક વખત પ્રેમી આ મંદિરની સીમામાં આવી જાય બાદ તેને કોઈ નુકશાન પહોચાડી શક્તુ નથી. વર્ષ 2015માં અડધી રાત્રે આ મંદિર અચાનક બળવા લાગ્યુ હતુ. એ બાદ ફરી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.

સીમામાં પહોચવુ જરૂરી

સીમામાં પહોચવુ જરૂરી

એક વાર પ્રેમીયુગલ તે મંદિરના સીમાંમા પહોચી જાય છે ત્યાર બાદ તે વ્ચક્તિના પરિવાર જનો પણ તેમને કઆ કહી શક્યા નખી. આ મંદિરના સીમાં લગભગ 100એકર જેટલી છે. આ ઉપરાંત જ્યાં સુધી આ આખો મામલો પૂરો થતો નથી ત્યાં સુધી મંદિરના પંડિતો એ યુગલની ધ્યાન સંભાળ રાખે છે.

પોલીસને આવવાની છે મનાઈ

પોલીસને આવવાની છે મનાઈ

આ મંદિરનો ઉલ્લેખ મહાભારતકાલી જોવા મળે છે. ત્યારથી જ આ મંદિર અને ગામમાં પોલીસ, દારૂ, સિગારેટ અને ચામડાનો કોઈ સામાન લાવવાની મનાઈ છે. આ સાથે જ કોઈ પણ હથિયાર લઈને મંદિરમાં પ્રવેશ નથી કરી શક્યા. આ સીમાંની અંદર ઊંચા અવાજે વાત પણ કરની મનાઈ છે.

આ મંદિર પાછળની માન્યતા

આ મંદિર પાછળની માન્યતા

એવુ માનવામાં આવે છે કે, પાડવોને જે અજ્ઞનાત વાસમાં રહેવાનુ કહેવામાં આવ્યુ તુ ત્યારે પાંડલો ભગવાન શંકચુત મહાદેવની સીમામાં આવી ગયા હતા. પાંડવોને હાની પહોચાડવાં કૌરવો પણ એ વિસ્તારમાં આવ્યા ત્યારે ભગવાન શંકચુતે કૌરવોને રોક્યા હતા અને પાંડવોની રક્ષા કરી હતી. ત્યારથી લઈને આજ સુધી જે પણ વ્યક્તિ તેના સમાજ થી અલગ થઈ અહીં આવે છે તેને અહીં શરણ મળે છે.

English summary
it was one of the oldest temple of himachal pradeshin village founded by the pandavs from mahabharata.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.