For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

39 વાર રિજેક્શન પછી Googleએ કર્યો સિલેક્ટ, શેર કરી પોતાની સ્ટોરી, થઈ રહી છે વાયરલ

વારંવારની નિષ્ફળતા પછી પણ જો તમે હિંમત ન હારી અને મેદાનમાં ઉભા રહો તો સફળતાને પણ તમને મળવા માટે મજબૂર થવુ પડે છે. જાણો 39 વાર રિજેક્ટ થયા પછી સફળતાની કહાની...

|
Google Oneindia Gujarati News

વારંવારની નિષ્ફળતા પછી પણ જો તમે હિંમત ન હારી અને મેદાનમાં ઉભા રહો તો સફળતાને પણ તમને મળવા માટે મજબૂર થવુ પડે છે. એક વ્યક્તિએ ગૂગલમાં નોકરીના સપના માટે કંઈક આવુ જ કર્યુ અને હવે તેની સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટેલર કોહેનનુ સપનું ગૂગલમાં કામ કરવાનુ હતુ. આ સપનુ સાકાર કરવા માટે તેણે કંપનીને વારંવાર અરજીઓ મોકલી અને દરેક વખતે તેને જવાબમાં ઇનકાર મળતો. પરંતુ તેણે હિંમત હારી નહિ અને 39 અરજીઓ નકારી કાઢવામાં આવ્યા બાદ આખરે તેની કંપની માટે પસંદગી થઈ.

શેર કર્યો સ્ક્રીનશૉટ

શેર કર્યો સ્ક્રીનશૉટ

ટેલરે ગૂગલ સાથેકંપનીએ આખરે તેને પસંદ કર્યો છે તે મેઈલ સહિત તેના તમામ ઈમેલ કમ્યુનિકેશનનો સ્ક્રીનશૉટ શેર કર્યો છે. LinkedIn પર શેર કરવામાં આવેલો આ સ્ક્રીનશોટ હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો કોહેનને અભિનંદન આપવાની સાથે સાથે તેની ભાવનાના વખાણ પણ કરી રહ્યા છે. સ્ક્રીનશૉટ શેર કરતા કોહેને લખ્યુ, 'જીદ અને ગાંડપણ વચ્ચે એક પાતળી લાઇન છે. હું હજી પણ વિચારી રહ્યો છુ કે હું શેમાં આવુ છુ. 39 અસ્વીકાર અને એક સ્વીકાર'

2019માં પહેલુ આવેદન

2019માં પહેલુ આવેદન

કોહેન દ્વારા શેર કરવામાં આવેલ સ્ક્રીનશૉટને જોતા જાણવા મળે છે કે તેણે ઓગસ્ટ 2019માં પહેલીવાર ગૂગલમાં અરજી કરી હતી જેને નકારી કાઢવામાં આવી હતી. પરંતુ તેણે હાર ન માની અને તે જ વર્ષે સપ્ટેમ્બરમાં બે વખત અરજી કરી અને બંને વખત તેની પસંદગી થઈ ન હતી. આ પછી તેણે થોડા દિવસો સુધી અરજી કરી ન હતી અને કોરોના સમયમાં જૂન 2020માં ફરીથી અરજી કરી હતી.

સ્ટોરી થઈ રહી છે વાયરલ

સ્ટોરી થઈ રહી છે વાયરલ

કોરોના સમયગાળા દરમિયાન કોહેન અરજીઓ મોકલતો રહ્યો અને Google તરફથી અસ્વીકાર આવતા રહ્યા. વારંવારના અસ્વીકાર છતાં કોહેન નિરાશ ન થયા અને આખરે 19 જુલાઈ 2022ના રોજ Google દ્વારા તેમની પસંદગી કરવામાં આવી. લિંક્ડઇન પર તેણે આ સ્ટોરી શેર કરતાની સાથે જ તે ઝડપથી વાયરલ થઈ ગઈ. લોકો અભિનંદન સાથે તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

યુઝર શેર કરી રહ્યા છે પોતાની કહાની

યુઝર શેર કરી રહ્યા છે પોતાની કહાની

જ્યારે યુઝર્સ તેને અભિનંદન આપી રહ્યા છે તો કેટલાકે તેની સાથે આવી જ સ્ટોરી શેર કરી છે. એક યુઝરે લખ્યું કે મને એમેઝોનમાં સિલેક્શન પહેલા 120થી વધુ રિજેક્શન મળ્યા હતા. જ્યારે અન્ય યુઝરે લખ્યુ કે મેં 83 વખત એપ્લાય કર્યુ છે અને 82 રિજેક્શન્સ મળ્યા છે. એકનો જવાબ આપવાનો બાકી છે.

English summary
Man got job in google after 39 rejection
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X