Video! મેક્સિકોના મેયરે કર્યા માદા મગર સાથે લગ્ન
મેક્સિકો, 9 જુલાઇ: દુનિયા હસીનો કા નહીં પરંતુ અજૂબો કા મેલા હે... હા વિશ્વના અલગ-અલગ દેશોમાં પોતાના ઇષ્ટદેવને ખુશ કરવા માટે અલગ-અલગ રીતો હોય છે અને આવી જ રીતનું સાક્ષાત ઉદાહરણ છે દક્ષિણી મેક્સિકોના એક કસ્બાના મેયરના લગ્ન.
આપને જણાવી દઇએ કે દક્ષિણી મેક્સિકોના એક કસ્બાના મેયરે એક માદા મગર સાથે લગ્ન કર્યા છે, એવું એટલા માટે કેમકે અત્રેની એક જૂની પરંપરા હેઠળ કરવામાં આવ્યું છે. આ પરંપરા અનુસાર લગ્ન પહેલા મગરનું કાયદેસરનું નામકરણ કરવામાં આવે છે. ત્યારબાદ આખા પારંપરિક અંદાજમાં તેની સાથે લગ્ન કરવામાં આવે છે. આવું આ દેશમાં વર્ષ 1789થી થઇ રહ્યું છે કારણ કે એવું કરવાથી ક્યારેય પણ કસ્બામાં અપ્રીય ઘટના નથી ઘટતી અને તે વિસ્તાર હંમેશા આબાદ રહે છે.
એટલા માટે જ સૈન પેડ્રો હુઆમેલુલાના મેયર વાસક્વેઝ રોઝાસે માદા ક્રોકોડાઇલ સાથે લગ્ન કર્યા છે. આ વખતે મેયર રોઝાસે મીડિયાને જણાવ્યું કે આ આયોજન પર્યાવરણ, માણસો અને જાનવરોની વચ્ચેના સંબંધોને ઉજાગર કરે છે. આ સન્માન છે જે દરેકને નથી મળતું. હું ખુદને લકી માનું છું.જ્યારે મગરના માલિકે જણાવ્યું કે તેઓ એ વાતથી ખૂબ જ વધારે ખુશ છે અને અમને હવે સંપૂર્ણ વિશ્વાસ છે કે આ લગ્ન બાદ અમારા ગામવાળાઓને ક્યારેય પણ સી-ફૂડની ઊણપ નહીં વર્તાય અને ક્યારેય અમને આર્થિક તંગી નહીં આવે.