ચાંદ પર હશે મોબાઈલ ટાવર, વોડાફોન અને નોકિયા કામ કરી રહ્યા છે

Posted By:
Subscribe to Oneindia News

વિજ્ઞાનીકો ચાંદ પર જીવન શોધી રહ્યા છે. હવે ભલે ચાંદ પર જીવન મળે કે ના મળે પરંતુ તમને મોબાઈલ નેટવર્ક જરૂર મળી જશે. વોડાફોન ચાંદ પર મોબાઈલ નેટવર્ક લાવવાની તૈયારીમાં છે. જેના માટે તેઓ નોકિયા અને ઓડી સાથે ભેગા મળી કામ કરી રહ્યા છે. ચાંદ પર ભલે આવતા વર્ષે માનવ વસ્તી જોવા નહીં મળે. પરંતુ આવતા વર્ષે તેના પર મોબાઈલ નેટવર્ક ચોક્કસ મળવા લાગશે.

વોડાફોન, નોકિયા અને ઓડી મળીને કામ કરી રહ્યા છે

વોડાફોન, નોકિયા અને ઓડી મળીને કામ કરી રહ્યા છે

વોડાફોન જર્મની, સ્માર્ટફોન મેકર નોકિયા અને લકઝરી ગાડીઓ બનાવી કંપની ઓડી ચાંદ પર મોબાઈલ નેટવર્ક લાવવા માટે કામ કરી રહ્યા છે. મંગળવારે કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મિશન નાસા ઘ્વારા ચાંદ પર પગ મુકવાના 50 વર્ષ બાદ થઇ રહ્યું છે. વોડાફોને મિશન માટે નોકિયાને પોતાનું ટેક્નોલોજી પાર્ટનર બનાવ્યું છે.

સ્પેસ ફેલકન ઘ્વારા વર્ષ 2019 દરમિયાન લોન્ચ થશે

સ્પેસ ફેલકન ઘ્વારા વર્ષ 2019 દરમિયાન લોન્ચ થશે

વોડાફોન ઘ્વારા જણાવવામાં આવ્યું કે નોકિયા તેના માટે સ્પેસ ગ્રેડ નેટવર્ક તૈયાર કરશે. જે હાર્ડવેર નો એક નાનકડો ટુકડો હશે. જેનું વજન ખાંડની એક બેગ કરતા પણ ઓછું હશે. આ પ્રોજેક્ટ માટે ત્રણે કંપનીઓ બર્લિન ની પીટીસાઈન્ટીસ્ટ સાથે મળીને કામ કરી રહ્યા છે. આ મિશન સ્પેસ ફેલકન ઘ્વારા વર્ષ 2019 દરમિયાન લોન્ચ થશે.

5G નહીં, શરૂ થશે 4G નેટવર્ક

5G નહીં, શરૂ થશે 4G નેટવર્ક

ચાંદ પર આ નેટવર્ક ધરતી સુધી હાઈ ડેફિનેશનવાળા સ્ટ્રીમિંગ ઘ્વારા કરવામાં આવશે. ચાંદ પર હાલ 5જી ને બદલે 4જી નેટવર્ક શરૂ કરવામાં આવશે. 5જી ને લઈને હજુ સુધી ટેસ્ટ અને ટ્રાયલ ચાલી રહ્યું છે. એટલા માટે કંપનીને ભરોસો નથી કે ચંદ્રમા ની સપાટી પર 5જી નેટવર્ક બરાબર ચાલી શકશે.

English summary
Moon Get first mobile network vodafone nokia audi are working together

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.