For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'બંદરિયા બાબા' થી પોલીસ પરેશાન, 200 ફુટ ઉપર ઝાડ પર રહે છે

યુપીના બહરાઇચ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક વૃદ્ધ વ્યક્તિનો એક એવો કારનામો સામે આવ્યો છે, જેનાથી બધાને આશ્ચર્ય થયું છે.

|
Google Oneindia Gujarati News

યુપીના બહરાઇચ જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓથી એક વૃદ્ધ વ્યક્તિનો એક એવો કારનામો સામે આવ્યો છે, જેનાથી બધાને આશ્ચર્ય થયું છે. 'બંદરિયા બાબા' તરીકે પ્રખ્યાત થયેલા આ બાબા 200 ફુટ ઉંચા એક ઝાડ પર ચઢીને અને તેની સપાટીના ઉપરના પાંદડા પર સૂઈને અને બેસીને સાધના કરે છે. તેઓ કહે છે કે તે ભગવાન હનુમાનના પરમ ભક્ત છે અને તેમની પાસે ઘણા વિશેષ ગુણો છે. કેટલાક લોકો તેને બાબાનો ચમત્કાર માને છે અને કેટલાક લોકો તેને બાબાની આદત માને છે.

હનુમાનજીનો વિશેષ આશીર્વાદ

હનુમાનજીનો વિશેષ આશીર્વાદ

મીડિયા સમાચાર મુજબ શ્યામ પાંડે ઉર્ફે બંદરિયા બાબા (65) પુત્ર રામનારાયણ પાંડે હરદોઈ જિલ્લાની શાહાબાદ તહસીલના તિહાની ગામના વતની છે. બંદરિયા બાબાએ કહ્યું કે ભગવાન હનુમાનના મારા ઉપર વિશેષ આશીર્વાદ છે. તેઓએ મને ઝાડ પર ચઢવાની ક્ષમતા આપી છે. હું ઝાડ ઉપર રહું છું અને પૂજા અને હવન કરું છું. હું અહીં જ સૂવું છું. હું પણ ઝાડની શાખા પર બેસીને ધ્યાન કરું છું. બંદરિયા બાબા હાલમાં જિલ્લામાં ચર્ચાનો વિષય છે. લોકો તેમને જોવા માટે મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

પોલીસના હટાવ્યા પછી ફરી બાબા ત્યાં પહોંચ્યા

પોલીસના હટાવ્યા પછી ફરી બાબા ત્યાં પહોંચ્યા

થોડા સમય પહેલા તેઓ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જયારે બહરાઇચમાં તેમને હટાવવા માટે પહોંચેલી પોલીસ માટે કાનૂન વ્યવસ્થાની સમસ્યા પેદા થઇ હતી. પરંતુ બંદરીયા બાબા ફરી એકવાર ત્યાં પહોંચી ગયા છે. એક પોલીસકર્મીનું કહેવું છે કે આ બાબા બહરાઇચના સુજોલી વિસ્તારમાં આવેલા સબ્જી મંડીમાં ઝાડો પર રહે છે. હજારોની સંખ્યામાં લોકો તેમના અદભુત આસનને જોવા માટે પહોંચે છે.

નવેમ્બર 2018 માં બાબા વિશે ખબર મળી

નવેમ્બર 2018 માં બાબા વિશે ખબર મળી

ગયા વર્ષે નવેમ્બરમાં બાબા વિશે ખબર પડી હતી. મહસી તહસીલના મોહમ્મદપુર ગામના બસલુપુરવામાં, તેઓ 60 ફૂટથી વધુ ઉંચા ઝાડ પર રાત વિતાવતા હતા અને સવારે ઝાડ પરથી નીચે ઉતરી આવતા હતા. જલ્દીથી તેમને જોવા માટે લોકોની ભીડ જામવા લાગી. મહાસી તહસીલના આ ગામમાં હનુમાન મંદિર છે. આ મંદિર પાસે અશોકનું વૃક્ષ વાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: AC માંથી અજીબ અવાઝ આવી રહ્યો હતો, જોયું તો હોશ ઉડી ગયા

English summary
Mysterious man bahraich who climb trees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X