For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: ટાઇટેનિક જહાજ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ પણ અજાણી વાતો

|
Google Oneindia Gujarati News

વર્ષ 1912માં 14 એપ્રિલની મધરાતે એટલાન્ટિક મહાસાગરમાં ન્યૂયોર્કથી ચાર દિવસ પહેલા નીકળેલા એક વિશાયકાળ જહાજ ગણતરીના કલાકોમાં પાણીમાં ગરકાવ થઇ ગયું. અને તેની સાથે જ ડૂબી ગયા તેમાં સવાર 1,500 લોકો. ઇતિહાસમાં આ પહેલી વાર કોઇ જહાજ ડૂબવાથી આટલા બધા લોકોની મોત થઇ હતી. અને આ જહાજનું નામ હતું "રોયલ મેલ શીપ ટાયટેનિક"

જ્યારે આ જહાજ પર ફિલ્મ બની ત્યારે અનેક લોકોએ આ જહાજ વિષે ગહન શોધ કરી. છેવટે લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી તે જહાજના તૂકડા પણ શોધી નાખવામાં આવ્યા પણ તેમ છતાં આ જહાજ વિષે હજી પણ તેવી અનેક વાતો છે જેનાથી તમે અજાણ છે.

ત્યારે ટાયટેનિક જહાજ વિષે કેટલીક રસપ્રદ અને રોચક માહિતી અમે તમને જણાવાના છીએ. તો વાંચો આ ફોટોસ્લાઇડર અને જુઓ સમુદ્રમાં તરતા જહાજના અવશેષો અને તેની પાછળ છૂપાયેલી ટાયટેનિકની કેટલીક અજાણી વાતો...

ટાયટેનિક

ટાયટેનિક

જ્યારે ટાયટેનિક ડૂબ્યું હતું ત્યારે તેનાથી 20 માઇલ દૂર એક એસએસ કેલિફોર્નિયા નામનું જહાજ હતું પણ ટાયટેનિક દ્વારા વારંવાર તેને સિગ્નલ મોકલવા છતાં તેને તે સંદેશા મળ્યા નહતા કારણ કે તે જહાજનો ઓપરેટર ત્યાં સુધી સૂવા જતો રહ્યો હતો. ટાઇટેનિકનો મદદનો સંદેશો સૌથી પહેલા આરએમએસ કારપથીઆને મળ્યો હતો. જે તેનાથી 58 માઇલ દૂર હતું. અને જો તે ફૂલ સ્પીડથી પણ ચાલે તો તેને ટાયટેનિક સુધી પહોંચતા બીજા ચાર કલાક લાગતા.

ટાઇટેનિક

ટાઇટેનિક

ખરેખરમાં ટાઇટેનિકમાં જેટલા લોકો બચ્યા તેમાંથી મોટા ભાગના બાળકો અને સ્ત્રીઓ જ હતી. ટાઇટેનિકનો જે બચવાનો રેશિયો છે તેમાં ખાલી 20 ટકા પુરુષો જ બચી શક્યા છે અને બાળકો અને મહિલાઓનો રેશિયો 74 ટકાથી 52 ટકા છે.

1,500 લોકો સમુદ્રમાં ડૂબી ગયા

1,500 લોકો સમુદ્રમાં ડૂબી ગયા

આ દુર્ધટનામાં અંદાજે 1,500 લોકો ડૂબી ગયા. જેમાંથી અત્યાર સુધી ખાલી 306 લોકોના જ મૃતદેહ જ મળ્યા છે.

ટાઇટેનિક

ટાઇટેનિક

જે દિવસે ટાઇટેનિક ડૂબ્યું તે દિવસે 6 વાર રેડિયો ઓપરેટરે નોર્થ એટલાન્ટિક પર તરતા વિશાળ બરફની શિલાઓ વિષે સૂચિત કર્યું હતું. નોંધનીય છે કે ટાઇટેનિક બરફથી મોટી શિલા જોડે અથડાવાથી ડૂબ્યું હતું.

ટાઇટેનિક

ટાઇટેનિક

સાઇડની બાજુએથી બરફની શિલા જોડે અથડાવાથી ટાઇટેનિકમાં પાણી ભરાવા લાગ્યું હતું. જો કે તેમ છતાં તેને ડૂબતા 2 કલાક અને 40 મિનિટ લાગી હતી.

લાઇફબોટ

લાઇફબોટ

ટાઇટેનિકમાં કુલ 64 લાઇફબોટ હતી. પણ તેમાંથી ખાલી 20 નાવ જ ડૂબતા પહેલા તરી શકી હતી.

ટાઇટેનિક

ટાઇટેનિક

કહેવાય છે કે ચીફ બાર્કર ચાર્લ્સ બે કલાસ સુધી તે ઠંડાગાર પાણીમાં તરતા રહ્યા હતા. અને તે બાદ તેમને બચાવવામાં આવ્યા હતા. તે આટલું બધી વાર સુધી પાણીમાં એટલા માટે જીવત રહી શક્યા કારણ કે તેમણએ ટાઇટેનિકના ડૂબવાની પહેલા સારી માત્રમાં વિસ્કી પીધી હતી.

ટાઇટન કથા

ટાઇટન કથા

ટાઇટેનિક ડૂબ્યું તેના 14 વર્ષ પહેલા મોર્ગન રોબર્ટસને "ટાયટેનિક સેન્ક" નામની એક નોવેલ લખી હતી. જેમાં નોર્થ એટલાન્ટિકમાં એક કદી પણ ના ડૂબી શકે તેવું જહાજ ડૂબી જાય છે તેવું લખવામાં આવ્યું હતું. નોંધનીય છે કે નોવેલમાં અને ખરેખરમાં જ્યારે ટાઇટેનિક ડૂબ્યું ત્યારે તેમની પાસે યાત્રીઓને બચાવવા માટે યોગ્ય માત્રામાં લાઇફબોટ નહતી.

હનીમૂન કપલ

હનીમૂન કપલ

જ્યારે ટાઇટેનિક ડૂબ્યું ત્યારે તેમાં 13 હનીમૂન કપલ પણ સવાર હતા. જે તેમના જીવનની નવી શરૂઆત કરવા અહીં આવ્યા હતા.

સંગીત કાર્યક્રમ

સંગીત કાર્યક્રમ

જ્યારે ટાઇટેનિક ડૂબ્યું ત્યારે ત્યાં સંગીતનો એક ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો હતો. અને લોકો 2 કલાક લાંબા ચાલનારા આ કાર્યક્રમનો આનંદ ઉઠાવી રહ્યા હતા.

બે ફૂટબોલના મેદાન

બે ફૂટબોલના મેદાન

ટાઇટેનિકની લંબાઇ 882 ફીટ 9 ઇંચ હતી. એટલે કે તે બે ફૂટબોલના મેદાનો કરતા પણ વધુ લાંબુ હતું.

સાચી પ્રેમ કહાની

સાચી પ્રેમ કહાની

ટાઇટેનિક દુર્ધટના વખતે અનેક લોકો એક અનોખી પ્રેમ કહાનીના સાક્ષી પણ બન્યા હતા. મેકી ડિપાર્ટમેન્ટ સ્ટોરના સહમાલિક ઇસિડોર સ્ટ્રાઅસ અને તેમની પતિ તેમના 41 વર્ષના લગ્ન જીવનના છેલ્લા શ્વાસ સુધી એકબીજાની સાથે રહ્યા. જ્યારે જહાજ ડૂબી રહ્યું હતું ત્યારે ઇસિડોર તેના પતિને જહાજ પર છોડી લાઇફબોટમાં જવાની ના પાડી. તે લાઇફબોટમાંથી ઉતરી ગઇ. લોકો અંતિમ વાર તે બન્ને પતિ પત્ની હાથમાં હાથ નાખી જહાજની બીજી તરફ, તેમના અંત ભણી જતા જોયા હતા.

English summary
Real Facts About The Titanic Ship You Didn't Know
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X