For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, વિશ્વના અજીબોગરીબ કાયદાઓ

By Super
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 30 ઑગસ્ટઃ કોઇપણ દેશને અરાજકતાથી બચાવવા માટે એક મજબૂત કાયદાની જરૂર હોય છે. એવો કાયદો જેનાથી દેશ સાચી દિશામાં આગળ વધી શકે અને ત્યાંના નિવાસી પોતાની સુરક્ષીત અનુભવે છે. આ રીતે અલગ-અલગ દેશ અને શહેર પોતાની જરૂરિયાત અનુસાર કાયદા બનાવતા રહે છે. તેમાના કેટલાક કાયદા તો એવા હોય છે કે તેને સાંભળતા જ ઘણા અજીબોગરીબ લાગે છે.

જેમ કે હોલેન્ડમાં ગ્રોસરી સ્ટોર પર શોપિંગ કરતી વખતે તમે શોપિંગ બાસ્કેટનો ઉપયોગ નહીં કરો તો દંડ ભરવો પડે છે. બાયોમિંગમાં જૂન મહિનામાં સસલાંની તસવીર લેવાની મનાઇ છે. કેટુંકીમાં કોઇપણ વ્યક્તિએ વર્ષમાં એકવાર નહાવું જરૂરી છે. અલાસ્કામાં સુતેલા રીછને ઉઠાડીને તસવીર લેવાની મનાઇ છે. કંસાસમાં ગ્લવ્ઝ વગરના હાથોથી માછલી પકડવાની મનાઇ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ વિશ્વના અજીબોગરીબ કાયદાઓ અંગે.

વોશિંગટન

વોશિંગટન

વોશિંગટનના બેલિંગઘમમાં કોઇ મહિલા દ્વારા નાચતી વખતે ત્રણ પગલાં પાછળ લેવા ગેરકાયદે છે.

કેલિફોર્નિયા

કેલિફોર્નિયા

કેલિફોર્નિયામાં કોઇ મહિલા હાઉસકોટ પહેરીના ગાડી ચલાવી શકતી નથી.

મિશીગન

મિશીગન

મિશીગનમાં રસ્તા પર ચાલતી વખતે કોઇ કાદવ ભરેલો ખાડો આવી જાય તો, મહિલા પોતાનું સ્કર્ટ ત્રણ ઇંચથી વધુ ઉંચુ કરી શકે નહીં.

ઇદાહો

ઇદાહો

ઇદાહોમાં કોઇ પુરુષ પોતાની પ્રેમિકાને 50 પોંડથી વધુ વજનનું કેન્ડી બોક્સ ના આપી શકે.

સ્વીડન

સ્વીડન

સ્વીડનમાં એપાર્ટમેન્ટમાં રહેનારી વ્યક્તિ રાત્રે 10 વાગ્યા બાદ ટોયલેટમાં ફ્લશ ના કરી શકે.

અલ્બામા

અલ્બામા

અલ્બામામાં રેલવે ટ્રેક પર મીઠું રાખવા બદલ મોતની સજા થઇ શકે છે.

ટેક્સાસ

ટેક્સાસ

ટેક્સાસમાં પ્લાસ અથવા વાયર વાંકો કરતા હથિયાર રાખવાને ગુનો માનવામાં આવે છે.

કોલંબિયા

કોલંબિયા

કોલંબિયામાં ગોસિપ કરવા પર ગુનેગારને 90 હજર ડોલર સુધીનો દંડ મળી શકે છે.

કેલિફોર્નિયા

કેલિફોર્નિયા

કેલિફોર્નિયાના પેસિફિક ગ્રોવમાં તિતલીને સતાવી અથવા મારવા બદલ સજા થઇ શકે છે.

ન્યુજર્સી

ન્યુજર્સી

ન્યુજર્સીમાં કોઇની હત્યા વખતે બુલેટપ્રુફ જેકેટ પહેરવાની મનાઇ છે.

મિયામી

મિયામી

મિયામીમાં કોઇ જાનવરની નકલ કરવી એક ગુનો છે.

ટેક્સાસ

ટેક્સાસ

યુએસના ટેક્સાસમાં કોઇ ગાય પર ચિત્રકારી કરવા બદલ સજા થઇ શકે છે.

સ્વીડન

સ્વીડન

સ્વીડનમાં સીલને નાક પર બોલનું સંતુલન જાળવી રાખવાની ટ્રેનિંગ આપો તો પોલીસ પકડી લેશે.

જોર્જિયા

જોર્જિયા

જોર્જિયાના એટલાન્ટામાં જીરાફને ટેલિફોન અથવા વિજળીના થાંભલા સાથે બાંધવુ કાયદાકીય ગુનો માનવામાં આવે છે.

English summary
Laws are very necessary for the good of the country, who make the nation progressive. See some laws of different cities of the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X