For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: ચોરે પહેલા કાન પકડીને માફી માંગી અને પછી માઁ દુર્ગાના કિમતી મુગટની ચોરી કરી

VIDEO: ચોરે પહેલા કાન પકડીને માફી માંગી અને પછી માઁ દુર્ગાના કિમતી મુગટની ચોરી કરી

|
Google Oneindia Gujarati News

તમે ક્યારેય કોઈ આવા ચોરને જોયો છે જે ચોરી કરવા માટે મંદિરે પહોંચે છે ત્યારે તે પહેલા તેનો કાન પકડીને માફી માંગે છે. ઉઠક બેઠક કરે છે, પૂજા કરે છે અને ઘણીવાર માફી માંગે છે. આ બધું કર્યા પછી, તે પછી મંદિરમાંથી માઁ દુર્ગાનો મુકુટ ચોરી કરીને ભાગી જાય છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક ચોર આ જ રીતે મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપે છે.

ચોરીનો અજીબ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ચોરીનો અજીબ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ચોરીના એક ખૂબ જ વિચિત્ર વાયરલ વીડિયોમાં, જ્યારે ચોર મંદિર પહોંચે છે, ત્યારે તે પહેલા પૂજા કરે છે. તે કાન પકડીને ભગવાન પાસે માફી માંગે છે અને અંતે ચોરી કરીને ભાગી જાય છે. આ સમય દરમિયાન, ચોરી કરતા પહેલા તે પાછળ ફરીને જોવો છે કે કોઈ તેને જોઈ રહ્યું તો નથી ને. જો કે, આ ચોરનું કૃત્ય સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે.

હૈદરાબાદના દુર્ગા ભવાની મંદિરનો મામલો

હૈદરાબાદના દુર્ગા ભવાની મંદિરનો મામલો

આખો મામલો હૈદરાબાદના ગનફોન્ડ્રી વિસ્તારમાં સ્થિત દુર્ગા ભવાની મંદિરનો છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એવું લાગે છે કે ચોર મંદિરમાં ભક્ત તરીકે પ્રવેશ કરે છે. આ દરમિયાન, તે પહેલા માઁ ભવાનીની સામે હાથ જોડે, છે પછી કાન પકડે છે. આ પછી ઉઠક-બેઠક પણ કરી અને માફી માંગી હતી. આ પછી માઁ ભવાનીનો જ મુકુટ ચોરી કરી ભાગી ગયો.

Recommended Video

पहले कान पकड़े, उठक बैठक लगाई, फिर दुर्गा की मूर्ति का मुकुट ले उड़ा चोर, देखिए Video
પોલીસે કેસ દાખલ કર્યો હતો

પોલીસે કેસ દાખલ કર્યો હતો

હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ ચાલુ છે. આ દરમિયાન ચોરીની આ અજીબ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આટલું જ નહીં, વપરાશકર્તાઓ આ વીડિયો પર ઉગ્ર ટિપ્પણી કરી રહ્યા છે.

દર છ મહિના પછી વર બદલી લે છે આ દુલ્હન, અસલી ઈરાદો જાણીને ચોંકી જશોદર છ મહિના પછી વર બદલી લે છે આ દુલ્હન, અસલી ઈરાદો જાણીને ચોંકી જશો

English summary
thief prayed before stealing idol crown from temple, video viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X