Video: કાંગારૂ અને માણસ વચ્ચે જડબાતોડ બોક્સિંગનો વીડિયો

Posted By:
Subscribe to Oneindia News

બોક્સિંગમાં એક બીજાને મુક્કા મારતા બોક્સર તો તમે અનેક જોયા હશે. પણ શું તમે કદી કાંગારૂ અને માણસને એક બીજાને મુક્કા મારતા જોયા છે? ત્યારે કાંગારૂ અને માણસ વચ્ચેની જોરદાર ફાઇટનો એક વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

kangaroo fight


મઝાની વાત તો એ છે કે આ ફાઇટિંગમાં પહેલા તો માણસ જીતતો દેખાય છે પણ પાછળથી કાંગારૂ એવી જોરદાર લડત આપે છે કે બિચારા સામે વાળા વ્યક્તને ધોબી પછાડ ખાવાનો વારો આવ્યો છે. નોંધનીય છે કે આ વીડિયોને અત્યાર સુધીમાં 2.5 લાખ લોકો જોઇ ચૂક્યા છે.

Read Also: Video: ખલીનો બદલો પૂરો, 2 મિનટમાં 3 પહેલવાનોને કર્યા ઢેર

એટલું જ નહીં જ્યારે કાંગારૂ પગથી લાત મારવા જાય છે ત્યારે રેફરી તેને રોકવાનો પ્રયાસ કરે છે. ત્યારે રેફરીને પણ કાંગારૂ બે-ત્રણ મુક્કા મફતમાં ચોડી દે છે. ત્યારે કાંગારૂ અને માણસની ફાઇટનો આ અનોખો વીડિયો જુઓ અહીં...

English summary
Who said that sport is only limited to humans, Here is the Video when a kangaroo fight with a man, Video goes viral on social media.
Please Wait while comments are loading...