For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના અજીબો ગરીબ મ્યુઝિયમ

|
Google Oneindia Gujarati News

આપણે અનેક પ્રકારના મ્યુઝિયમ અંગે સાંભળ્યું હશે, ક્યાંક ઐતિહાસિક વસ્તુઓને સાચવવા અર્થે સંગ્રાહલયની રચના કરવામાં આવે છે, તો ક્યાંક વિવિધ પ્રકારના પ્રાણીઓ કે પછી વાસ્તુકળા સાથે જોડાયેલી પૌરાણિક વસ્તુઓ માટે સંગ્રાહલયોની રચના કરવામાં આવી છે, ભારતમાં પણ અનેક સંગ્રાહલયો આવેલા છે, જેમાં રાજા-મહારાજાઓની બહુમુલ્ય વસ્તુઓની જાળવણી કરવામાં આવી છે, તો ક્યાંક જાણીતા વિદ્વાનોની વસ્તુઓને સાચવવામાં આવી છે.

વિદેશોમાં તો મમીને સાચવવા માટે પણ મ્યુઝિયમ બનાવવામાં આવે છે. જેમાં અતિ જૂની મમીઓની સાર-સંભાળ રાખવામાં આવે છે. જો કે, આ સિવાય પણ અનોખા અને અજબ ગજબ મ્યુઝિયમ આવેલા છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ અજીબો ગરીબ મ્યુઝિયમ અંગે.

વિન્ચેસ્ટર મિસ્ટ્રી હાઉસ

વિન્ચેસ્ટર મિસ્ટ્રી હાઉસ

આ મિસ્ટ્રી હાઉસની રચના 1800માં કરવામાં આવ્યું હતું. એવુ કહેવાય છે કે સારાહની દિકરી અને પતિના મૃત્યું બાદ તે ભૂતોના સંપર્કમાં આવી હતી, જેમની હત્યા વિન્ચેસ્ટર પરિવારના રાઇફલ્સ દ્વારા કરવામાં આવી હતી.

મ્યુઝિયમ ઓફ બ્રોકન રિલેશનશીપ

મ્યુઝિયમ ઓફ બ્રોકન રિલેશનશીપ

આ મ્યુઝિયમની શરૂઆત 2006માં શરૂ થઇ હતી,જ્યારે એક યુગલના ચાર વર્ષના સંબંધનો અંત આવ્યો હતો. દર વર્ષે આ મ્યુઝિયમની 40 હજારની આસપાસ લોકો મુલાકાત લે છે.

મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ

મ્યુઝિયમ ઓફ બેડ આર્ટ

આ મ્યુઝિયમની રચના 1994માં કરવામાં આવી હતી. જ્યાં વિશ્વના આર્ટની નીમ્ન કક્ષાને રજૂ કરવામાં આવે છે. અહી 600 કરતા વધુ આવી આર્ટ ગોઠવવામાં આવી છે.

વાંદાઓનું ફેમ મ્યુઝિયમ

વાંદાઓનું ફેમ મ્યુઝિયમ

આ મ્યુઝિયમની શોધ મિશેલ બોહદાન દ્વારા કરવામાં આવી છે. અહી મૃત વાંદાઓને ગોઠવવામાં આવે છે. આ એક ઘણું જાણીતું ને લોકપ્રીય મ્યુઝિયમ છે જે ટેક્સાસમાં આવેલું છે.

મ્યુઝિયમ ઓફ બર્ન્ટ ફૂટ

મ્યુઝિયમ ઓફ બર્ન્ટ ફૂટ

આ મ્યુઝિયમની શરૂઆત ત્યારે કરવામાં આવી હતી જ્યારે જર્મનીના જાણીતા વીણાવાદક દેબોરા હેન્સોને એક એપળ સિડર બનાવ્યું હતું, જે સંપૂર્ણપણે સળગી ગયું હતું. આ મ્યુઝિયમની સૌથી લોકપ્રીય આકર્ષણ છે બટેકાની ડીસ છે જે પાંચ અઠવાડિયા પહેલાની હોય છે.

પેરિસ સેવેર્સ મ્યુઝિયમ

પેરિસ સેવેર્સ મ્યુઝિયમ

આ મ્યુઝિયમ 1370માં બનાવવામાં આવ્યું હતું. આ 24,00 કિ.મીમાં ફેલાયેલું છે. જેને 1867માં ફ્રેન્ચ સરકાર દ્વારા જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ અન્ડરગ્રાઉન્ડ મ્યુઝિયમની યાત્રા કરવા માટે વિવિધ વાહનોની સુવિધા આપવામાં આવે છે.

શંકાસ્પદ તબીબી ઉપકરણોનું મ્યુઝિયમ

શંકાસ્પદ તબીબી ઉપકરણોનું મ્યુઝિયમ

શંકાસ્પદ તબીબી ઉપકરણોને રજૂ કરતું એક મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું, જે 2000માં બનાવવામાં આવ્યું હતું. હાલ આ મ્યુઝિયમ સાયન્સ મ્યુઝિયમ ઓફ મિન્નેસોતા તરીકે ચાલું છે.

ધ કેટ મ્યુઝિયમ

ધ કેટ મ્યુઝિયમ

મલેસિયામાં મુખ્યમંત્રી દ્વારા આ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, જેને સેલિબ્રેટિંગ ધ સિટી ઓફ કોચિંગ કહેવામાં આવે છે. આ મ્યુઝિયમમાં 2 હજાર એર્ટિફેક્ટ્સ છે, જેમાં ઇજીપ્તના 5 હજાર વર્ષ જૂના મમ્મિફાઇડ કેટ પણ સામેલ છે.

ધ મ્યુઝિયમ ઓફ ધ હોલી સોલ્સ

ધ મ્યુઝિયમ ઓફ ધ હોલી સોલ્સ

આ મ્યુઝિયમમાં સજાના સ્થળ પર આત્માઓ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ દર્શાવવામાં આવી છે, આ મ્યુઝિયમ એક નાના અમથા રૂમમાં આવ્યું છે, જે રોમમાં ચર્ચ ઓફ ધ સ્કેર્ડ હાર્ટ ઓફ ધ સફ્રિજના નામે છે.

બેઇજિંગ મ્યુઝિયમ ઓફ ટેપ વોટર

બેઇજિંગ મ્યુઝિયમ ઓફ ટેપ વોટર

ચીનના ઐતિહાસિક ટેપ વોટરને દર્શાવતી 130 અલગ-અલગ વસ્તુઓ આ મ્યુઝિયમમાં મુકવામાં આવી છે. આ મ્યુઝિયમ એ સ્થળે બનાવવામાં આવ્યું છે, જ્યાં ચીનમાં પહેલીવાર વોટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો.

English summary
Here Weird Museums in The World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X