For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના સૌથી વિચિત્ર અને અનોખા દેખાતા પ્રાણી

|
Google Oneindia Gujarati News

વિશ્વમાં ઘણું બધું એવું જે કે જેને નિહાળતા જ રહેવાનું મન આપણને થયા કરે છે, તો ક્યારેક એવુ ંપણ આપણી સામે આવી જતું હોય છે કે તે ભવિષ્યમાં પણ ક્યારેય આપણને જોવા ના મળે તેવી કામના આપણું મન કર્યા કરતું હોય છે. પૃથ્વી પર એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જે પોતાના આ વિચિત્ર, અનોખા અને ચીતરી ચઢાવે તેવા દેખાવ ના કારણે જાણીતા છે.

જેમાના કેટલાક પોતાના આ અનોખાપણાના કારણે માનવીના ઘરના શોભા બને છે, તો કેટલાક એવા બિહામણા હોય છે કે, માનવી તેની આસપાસ જવાનું પણ પસંદ કરતો નથી હોતો. આ વખતે અમે અહી એવા જ કેટલાક પ્રાણીઓ અંગે જાણવી રહ્યાં છીએ.

સ્ફિનિક્સ કેટ

સ્ફિનિક્સ કેટ

ઓછા વાળ અને વધુ પડતાં બહિર્મુખી સ્વભાવ માટે સ્ફિનિક્સ કેટ જાણીતી છે. જો કે, આ કેટની સાર સંભાળ વધુ રાખવી પડે છે, વધુ ગરમ તાપમાન અને સૂર્યના તડકાંને આ કેટ સહન કરી શકતી નથી. તેથી તેને વધું સમય ઘરની બહાર રાખી શકાય તેમ નથી.

બિલાડી જેવી ખિસકોલી

બિલાડી જેવી ખિસકોલી

બિલાડી જેવી દેખાતી આ ખિસકોલી વિશ્વનું સૌથી મોટું નિશાચર પ્રાણી છે. તેની ખોરાક શોધવાની ટેક્નિક ઘણી જ યૂનીક છે.

સ્લેન્ડર લોરીસ

સ્લેન્ડર લોરીસ

સ્લેન્ડર લોરીસ શ્રીલંકા જંગલોમાં જોવા મળે છે. તેમ છતાં આ પ્રજાતિ વરસાદી જંગલો, સ્ક્રબ ફોરેસ્ટ જેવા જંગલોમાં વધારે જોવા મળે છે. આ પ્રજાતિને સાચવવા માટે જંગલોમાં જવાની પરવાનગી આપવામાં આવતી નથી.

હેઇરી ફ્રોગફિશ

હેઇરી ફ્રોગફિશ

આ માછલીને એન્જેલરફિશ પણ કહેવામાં આવે છે. આ માછલીની દેખાવે નાની હોય છે. તેની સાઇઝની વાત કરવામાં આવે તો તે 22 સેન્ટિમીટર જેટલી હોય છે.

લાંબા કાન ઘરાવતું ઉંદર

લાંબા કાન ઘરાવતું ઉંદર

આ લાંબા કાનવાળું ઉંદર ચીન અને મોંગોલિયામાં વધારે જોવા મળે છે અને તે પણ માત્ર રાત્રીના સમયે બહાર આવે છે. આ ઉંદરની ખાસીયત એ છે કે તે કૂદકા વધારે મારે છે.

સાઇગા કાળિયાર

સાઇગા કાળિયાર

આ કાળિયારનો દેખાવ ઘણો જ યૂનીક અને અજીબ છે. આ કાળિયાર પોતાના વિચિત્ર દેખાતા નાકના કારણે ઘણું જાણીતું છે. આ કાળિયાર રશિયામાં જોવા મળે છે.

શોબિલ

શોબિલ


આ એક લાંબી ચાંચવાળું બગલું છે અને તેની ચાંચનો દેખાવ વ્હેલ જેવો હોવાથી તેને વ્હેલહેડ તરીકે પણ ઓળખવામા ંઆવે છે. આ બગલું એક મીટરની લંબાઇ ધરાવે છે અને ઉંચાઇના કારણે તેની ગણતરી વિશ્વના સૌથી મોટા પક્ષીઓમાં થાય છે.

હિસપાનિઓલન સોલનોડન

હિસપાનિઓલન સોલનોડન

આ પ્રાણીને એગોઉટા પણ કહેવામાં આવે છે અને તે સૌથી વધારે હૈતીમાં જોવા મળે છે. હિસ્પાનિઓલાના આઇલેન્ડમાં આ પ્રાણીને લૂંટફાટ કરનાર પ્રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે.

નેક્ડ નેક ચિકન

નેક્ડ નેક ચિકન

આ ચિકનની વિચિત્ર પ્રાણી છે. જે યુરોપ, નોર્થ અમેરિકા અને જર્મનીમાં જોવા મળે છે. આ પ્રાણી પોતાની લાંબી અને નગ્ન ડોકના કારણે વધારે જાણીતું બન્યું છે.

ઘડિયાળ

ઘડિયાળ

આ મગરની એક વિચિત્ર પ્રજાતિ છે, જે ઉત્તર ભારતીય વિસ્તારમાં જોવા મળે છે. આ એક એવી મગર છે કે જે પોતાના જીવનનો સૌથી વધુ સમય પાણીમાં વિતાવે છે. તેનું મોઢું તેને અન્ય મગરોથી અલગ પાડે છે.

સી પિગ

સી પિગ

આ પ્રજાતિ ઉંડા દરિયામા ંજોવા મળે છે, તે દરિયામાં ઉગતી કાકડીને ખાતા હોય છે. તેનો દેખાવ અત્યંત વિચિત્ર પ્રકારનો હોય છે.

કોમોન્ડોર

કોમોન્ડોર

આ કુતરાંની સૌથી વિચિત્ર પ્રજાતિ છે. કોમોન્ડોરની બોડી કર્લી વાળથી ઢંકાયેલી હોય છે. જેના કારણે તે આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. તે હુંગરીમાં વધારે જોવા મળે છે.

બોલ્બફિશ

બોલ્બફિશ

આ માછલી ઉંડા પાણીમાં જોવા મળે છે અને તે સૌથી વધારે ઓસ્ટ્રેલિયામાં મળી આવે છે. તેનો દેખાવ ઘણો જ વિચિત્ર છે.

 કાંગારૂ રેટ

કાંગારૂ રેટ

આ એક વિચિત્ર પ્રકારનું ઉંદર છે અને જે ઉત્તર અમેરિકામાં જોવા મળે છે. શિષ્ટાચારની બાબતમાં આ ઉંદર પણ કાંગારૂ જેવા જ છે.

વોકિંગ સ્ટિક

વોકિંગ સ્ટિક

તીડ જેવી દેખાતી આ વિચિત્ર પ્રજાતિ એશિયા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે.

ચાઇનીઝ બતક

ચાઇનીઝ બતક

ચાઇનીઝ બતક પોતાના વિચિત્ર પ્રકારના દેખાવના કારણે જાણીતું બન્યું છે. તેની એક ખાસિયત એ છે કે તે સીઝન દરમિયાન 60 જેટલા ઇંડા મુકે છે.

તાર્સિઅર

તાર્સિઅર

આ પ્રાણી માત્ર પોતાના વિચિત્ર દેખાવ માટે જ નહીં પરંતુ પોતાની નિંઝાવૃતિ માટે પણ જાણીતું છે. તે પક્ષીઓ સાથેની લડાઇ દરમિયાન એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદ્યા કરે છે અને પછી પક્ષીને પકડી લે છે.

લેફી સીડ્રેગન

લેફી સીડ્રેગન

આ એક દરિયાઇ જીવ છે અને જે ઓસ્ટ્રેલિયાના દરિયામાં જોવા મળે છે.

યેતી ક્રબ

યેતી ક્રબ

આ પ્રાણી 2005માં સાઉથ પેસિફિક દરિયામાં જોવા મળ્યુ ંહતુ

ડુમ્બો ઓક્ટોપસ

ડુમ્બો ઓક્ટોપસ

ડુમ્બો ઓક્ટોપસની આ તસવીર જોઇને જ માલુમ પડી જશે કે આ પ્રાણી શા માટે વિશ્વના સૌથી અજબ ગજબ પ્રાણીઓની યાદીમાં શા માટે છે.

એંગોરા રેબિટ

એંગોરા રેબિટ

આ રેબિટ તુર્કીના અંકારામાં જોવા મળે છે, જેને ફ્રેન્ચ રોયલટીમાં ઇ.સ. 1700ના સમયગાળામાં લાવવામાં આવ્યા હતા.

સ્ટાર નોઝ્ડ મોલ

સ્ટાર નોઝ્ડ મોલ

આ વિચિત્ર પ્રાણી કેનેડા અને યુએસમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

સન બીયર

સન બીયર

સન બીયરને ડોગ બીયર પણ કહેવામાં આવે છે. તેનું સ્ટેચર નાનું અને ટંગ લાંબી હોય છે. આ બીયર સાઉથઇસ્ટ એશિયાના વરસાદી જંગલોમા જોવા મળે છે.

હગફિશ

હગફિશ

હગફિશને દરિયાનું સૌથી ચીતરી ચઢે તેવું પ્રાણી છે.

એક્સોલોટી

એક્સોલોટી

આ પ્રાણીને મેક્સિકન કાંચિડો પણ કહેવામાં આવે છે. આ પ્રાણી મેક્સિકો શહેરના તળાવમાં જોવા મળે છે અને તેની પોતાની જાતને રીજનરેટ કરવાની રીત પર સંશોધન પણ કરવામાં આવી રહ્યું છે.

English summary
we introduce you to some weirdest animals on Earth
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X