For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંખોનો રંગ ભૂરો, વાદળી અને લીલો કેમ હોય છે? જાણો આની પાછળનુ વિજ્ઞાન

આંખો પણ ભૂરા, કાળી, વાદળી અને લીલી હોય છે. જાણો આની પાછળનુ વિજ્ઞાન.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કહેવાય છે કે આંખો એ કોઈના દિલ સુધી જવાનો માર્ગ છે. અસંખ્ય કવિઓ, લેખકો અને કલાકારો આંખોના આ અનોખા ગુણની પ્રશંસા કરે છે. તે તમારા ઈનર સેલ્ફ અને તમારી લાગણીઓનુ પ્રતિબિંબ છે. આંખોના રંગોનો જાદુ પણ કામ કરે છે. આંખો રંગહીન હોય તો કેવી દેખાશે તમે ક્યારેય વિચાર્યુ છે? પરંતુ આંખો પણ ભૂરા, કાળી, વાદળી અને લીલી હોય છે અને બધો જાદુ આંખના રંગીન ભાગની અંદર થાય છે જેને આઈરિસ કહેવાય છે.

આંખોનો રંગ કેમ અલગ-અલગ હોય છે?

આંખોનો રંગ કેમ અલગ-અલગ હોય છે?

આંખોના રંગ માટે બે મુખ્ય જનીનો જવાબદાર છે. પ્રથમ OCA2 અને બીજો HERC2. HERPC2 જનીન OCA2ની અભિવ્યક્તિને નિયંત્રિત કરે છે. આ HERC2 પોતે જ વાદળી આંખો માટે જવાબદાર હોવાનુ માનવામાં આવે છે. OCA2 વાદળી અને લીલી આંખોના રંગ સાથે સંકળાયેલુ છે. મૂળભૂત રીતે, આપણી આંખોનો રંગ પ્યુપિલ એટલે કે પૂતળીમાં મેલાનિનની માત્રા દ્વારા નક્કી થાય છે. આંખનો રંગ 9 વર્ગોમાં વહેંચાયેલો છે. 16 જનીનો આપણી આંખોના રંગ સાથે સંકળાયેલા છે.

વાદળી રંગની આંખોવાળા લોકો વિશ્વમાં સૌથી ઓછા

વાદળી રંગની આંખોવાળા લોકો વિશ્વમાં સૌથી ઓછા

વિશ્વમાં મોટાભાગના લોકોની આંખો ભૂરા રંગની હોય છે. તેનુ કારણ એ છે કે જે જીન્સ તેને વિકસાવે છે તે મોટાભાગના લોકોમાં હાજર હોય છે. વાદળી આંખોવાળા લોકો વિશ્વમાં સૌથી ઓછા છે. એવુ માનવામાં આવે છે કે લગભગ 10 હજાર વર્ષ પહેલા જીનમાં ફેરફાર થયો હતો. જેના કારણે લોકોની આંખોનો રંગ વાદળી થવા લાગ્યો હતો. વિશ્વની માત્ર 2% વસ્તીની લીલી આંખો છે.

જીવનભર આંખોનો રંગ કેવી રીતે બદલાય છે?

જીવનભર આંખોનો રંગ કેવી રીતે બદલાય છે?

આઇરિસ, આંખનો રંગીન ભાગ, આવશ્યકપણે એક સ્નાયુ છે. તેની ભૂમિકા આંખોની પૂતળી એટલે કે કીકીના કદને નિયંત્રિત કરવાની છે જેથી કરીને આપણે વિવિધ પ્રકાશ સિસ્ટમની પરિસ્થિતિઓમાં વધુ સારી રીતે જોઈ શકીએ. જ્યારે ઓછો પ્રકાશ હોય છે ત્યારે આંખોની કીકી મોટ થાય છે અને તેનાથી વિપરીત, તેજસ્વી પ્રકાશમાં નાની થાય છે.
જ્યારે તમે નજીકની વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો છો, જેમ કે તમે વાંચી રહ્યા છો તે પુસ્તક પર પણ કીકી સંકુચિત થાય છે. જ્યારે કીકીનુ કદ બદલાય છે ત્યારે રંગો પણ સંકોચાઈ શકે છે અથવા અલગ થઈ શકે છે, જેના કારણે આંખનો રંગ થોડો બદલાઈ શકે છે.

English summary
What makes eyes different colored, Know the scientific reason behind it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X