For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ભારતમાં લોકો વૃક્ષોની પૂજા શા માટે કરે છે?

|
Google Oneindia Gujarati News

[ધર્મ] વૃક્ષોની પૂજા કરવાની પરંપરા પૌરાણિક કથાઓ પર આધારિત છે, અને કેટલીક ધાર્મિક માન્યતાઓના કારણે આવું કરે છે. આ ઉપરાંત જે લોકો એવું નથી કરતા તેઓ પણ વૃક્ષોના અનેક ગુણો અને ફાયદાઓના કારણે તેમની પ્રશંસા કરે છે, વૃક્ષો આપણને ફળ, ફૂલ અને તાજી હવા એટલે કે ઓક્સિઝન અને છાયડો આપે છે.

હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર લોકો અલગ-અલગ કારણોથી વૃક્ષોની પૂજા કરે છે. આ તમામ કારણો આધ્યાત્મિક ભાવનાથી કરવામાં આવેલ રીતિ રિવાજો સાથે જોડાયેલ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર વડ અને પીપળાના વૃક્ષની વધારે પૂજા કરવામાં આવે છે.

અમે અમારા આ લેખમાં આજે આપને જણાવી રહ્યા છીએ એવા ઘણા કારણો જેનાથી ભારતીય લોકો વૃક્ષોની પૂજા કરે છે.

ભગવાન વિષ્ણુની પૂજા

ભગવાન વિષ્ણુની પૂજા

બ્રહ્મ પુરાણ અને પદ્મ પુરાણ અનુસાર જ્યારે રાક્ષસોએ ભગવાન વિષ્ણુ પર આક્રમણ કરી દીધું હતું, તો તેઓ પીપળના વૃક્ષ પર છૂપાઈ ગયા હતા. એટલા માટે લોકોની માન્યતા છે કે પીપળાના વૃક્ષની પૂજા કરવી એ ભગવાન વિષ્ણુની પૂજા કરવી બરાબર છે.

ત્રિમૂર્તિ અવધારણા

ત્રિમૂર્તિ અવધારણા

કેટલાક લોકો માને છે કે પવિત્ર વૃક્ષ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું મિશ્રિત રૂપ છે. એટલા માટે તેમનું માનવું છે કે જ્યારે તેઓ વૃક્ષોની પૂજા કરે છે, ત્યારે તેમને આ ત્રણેય દેવોનો આશિર્વાદ મળે છે.

ત્રણેય લોકની અવધારણા

ત્રણેય લોકની અવધારણા

વૃક્ષની બનાવટ અનુસાર તેનો સંબંધ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ ત્રણેય લોકોથી છે. લોકોની માન્યતા છે કે વૃક્ષોને ચઢાવવામાં આવેલી વસ્તુ આ ત્રણેય લોકોમાં પહોંચે છે.

પંચવૃક્ષ

પંચવૃક્ષ

ભગવાન ઇન્દ્રના બગીચામાં જે પાંચ વૃક્ષો હતા જેમાં મંદારા (ઇરેથ્રીનાસ્ટ્રીક્ટા), પરિજતા (નાઇક્ટેન્થેસ અબરોર ત્રિસ્ટિસ), સમતાનકા, હરિચન્દન (સંતાલુમ અલ્બુમ) અને કલ્પવૃક્ષ અથવા કલ્પતરૂ. જ્યારે વૃક્ષોની પૂજાની વાત આવે છે તો આ પૌરાણિક સંદર્ભનું ઉદાહરણ પણ આપવામાં આવે છે.

સંતોનો સંબંધ

સંતોનો સંબંધ

પૂજા કરતા કેટલાંક વૃક્ષોનો સંબંધ મહાન સંતો સાથે હોવાના કારણે તેને પવિત્ર માનવામાં આવે છે. વડને પવિત્ર માનવામાં આવે છે માર્કન્ડેયએ ખુદને આ વૃક્ષની શાખાઓમાં છૂપાવ્યા હતા, સાલનું વૃક્ષ એટલા માટે પવિત્ર છે કારણ કે તેનો સંબંધ ભગવાન બુદ્ધના જન્મ અને મૃત્યું સાથે જોડાયેલ છે.

લાંબા વૈવાહિક જીવન માટે

લાંબા વૈવાહિક જીવન માટે

ભારતના ઘણા ભાગોમાં કેટલીક યુવતીઓની યુવાવસ્થામાં પ્રતીકાત્મક રીતે પીપળાના વૃક્ષ સાથે લગ્ન કરવામા આવે છે, જેથી તેમનો વૈવાહિક જીવન લાંબુ ચાલે. આના માટે એક દોરાને વૃક્ષ સાથે બાંધવામાં આવે છે અને 108 વાર તેની પરિક્રમા કરવામાં આવે છે, વૃક્ષ પર ચંદનનો લેપ લગાવવામાં આવે છે અને માટીનો લેપ પણ લગાવવામાં આવે છે.

ભગવાનને ચઢાવો

ભગવાનને ચઢાવો

કેટલાંક વૃક્ષોને પવિત્ર એટલા માટે માનવામાં આવે છે કારણ કે આપણે તે વિશેષ વૃક્ષોની પત્તિઓ, ફૂલ અને ફળ ભગવાનને ચઢાવીએ છીએ આ ઉપરાંત કેટલાંક એવા પણ વૃક્ષો છે જેનો પૂજામાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.

English summary
Banyan and the Peepal trees are the most worshipped tress according to Hindu mythology. Here we may discuss some of the reasonswhy people worship tree in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X