For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: ફોન ગિફ્ટ ન કર્યો તો ગર્લફ્રેન્ડએ રસ્તા વચ્ચે બોયફ્રેન્ડને 52 થપ્પડ માર્યા

ચીનમાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડએ તેને ગિફ્ટ ન આપ્યું તો એવી સજા આપી, કે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઇ જશો.

|
Google Oneindia Gujarati News

ચીનમાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડએ તેને ગિફ્ટ ન આપ્યું તો એવી સજા આપી, કે જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઇ જશો. હકીકતમાં, ચીની વેલેન્ટાઇન ડે પર મહિલાને તેના પ્રેમીએ ફોન ગિફ્ટ ન કર્યો તો તેણે રસ્તાની વચ્ચે તેને 52 વખત થપ્પડ માર્યા હતા. આ ઘટના 20 મી મેના રોજની છે. ઘટના ચીનના ડઝહાઉ શહેરની છે.

આ પણ વાંચો: લાઈવ વીડિયો: જીવતો ઓક્ટોપસ ખાવાના ચક્કરમાં આવો હાલ થયો

રસ્તા વચ્ચે થપ્પડ વરસાવતી રહી મહિલા

રસ્તા વચ્ચે થપ્પડ વરસાવતી રહી મહિલા

આ સમય દરમિયાન, ત્યાંથી પસાર થતાં લોકોએ તેમના ફોનમાં આ ઘટના રેકોર્ડ કરી. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ બની રહ્યો છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા વારંવાર તેના બોયફ્રેન્ડને થપ્પડ મારી રહી છે. આ સમય દરમિયાન, વ્યક્તિ ન તો પોતાનો બચાવ કરે છે અને ના તો મહિલાના થપ્પડનો પ્રતિરોધ કરે છે. તે સમય પસાર થતાં લોકોએ મહિલાને આમ કરવાથી રોકવાની કોશિશ કરી, પરંતુ તે મહિલા સતત તેને મારતી રહી. મહિલા સતત તેના પ્રેમી સાથે લડતી રહી જ્યાં સુધી પોલીસ ત્યાં પહોંચી ન પહોંચી.

ચીની વેલેન્ટાઇન ડે પર નવો સ્માર્ટફોન પણ ગિફ્ટ ન કરી શક્યો વ્યક્તિ

ચીની વેલેન્ટાઇન ડે પર નવો સ્માર્ટફોન પણ ગિફ્ટ ન કરી શક્યો વ્યક્તિ

મીડિયા અહેવાલો અનુસાર, મહિલા તેના બોયફ્રેન્ડને આર્થિક રીતે મદદ કરતી હતી, પરંતુ જ્યારે તેને ચીની વેલેન્ટાઇન ડે પર નવો સ્માર્ટફોન પણ ન આપી શક્યો ત્યારે તે ગુસ્સે થઈ ગઈ. તે માણસે વિચાર્યું કે તેની ભૂલ કરી છે, તેથી તે આ દરમિયાન શાંત ઉભો રહ્યો અને મહિલા તેના પર તેનો ગુસ્સો કાઢતી રહી. જ્યારે ગર્લફ્રેન્ડ રસ્તાની વચ્ચે તેના પ્રેમીને મારતી હતી ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થયા હતા.

પ્રેમીએ મહિલાને પોલીસ સ્ટેશન લઇ જવાથી રોક્યા

રિપોર્ટ અનુસાર, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાએ જાહેરમાં તેના પ્રેમીને 52 વખત થપ્પડ માર્યા. પોલીસે જણાવ્યું હતું કે કપલ સાથે પૂછપરછ કર્યા પછી, જાણવા મળ્યું હતું કે તેમના ઘરેલું મુદ્દાઓ પર વિવાદ થયો હતો. આ સમય દરમિયાન, પોલીસે કપલ વચ્ચેના વિવાદને ઉકેલવા માટે તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જવાનો પ્રયાસ કર્યો તો વ્યક્તિએ આ કરવાની ના પાડી. તે ઇચ્છતો ન હતો કે તેની ગર્લફ્રેન્ડ કોઈ પણ મુશ્કેલીમાં ફસાઈ જાય. તે પછી તે વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડ સાથે ત્યાંથી જતો રહ્યો.

English summary
woman slapped her boyfriend 52 times for not gifting her iPhone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X