For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10% સવર્ણ અનામત હવે રેલ્વેમાં પણ, 2 લાખ પોસ્ટ માટે જોબ ઓફર

નાણાકીય રીતે ગરીબ સામાન્ય વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કર્યા પછી, હવે રેલવેએ પણ તેના વિભાગમાં આ ક્વોટાને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.

|
Google Oneindia Gujarati News

નાણાકીય રીતે ગરીબ સામાન્ય વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કર્યા પછી, હવે રેલવેએ પણ તેના વિભાગમાં આ ક્વોટાને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે આ હેઠળ બે લાખ ત્રીસ હજાર જગ્યાઓની ભરતીની જાહેરાત કરી છે. જેમાં 10 ટકા ગરીબ લોકોને અનામત મળશે. રેલવે મંત્રાલયની સૂચના મુજબ બધી પોસ્ટની ભરતી બે વર્ષમાં થશે.

આ પણ વાંચો: નવી રીતે SBI એકાઉન્ટમાંથી પૈસા ચોરી થઇ રહ્યા છે, તમે પણ થઇ જાવ સાવધાન

ભરતી વિવિધ તબક્કાઓ અનુસાર થશે

ભરતી વિવિધ તબક્કાઓ અનુસાર થશે

જેમાંથી પ્રથમ તબક્કો ફેબ્રુઆરી-માર્ચ 2019 થી શરૂ થશે અને એપ્રિલ-મે, 2020 સુધી ચાલશે, જેમાં 1,31,428 પોસ્ટમાં ભરતી થશે. અને બીજા તબક્કામાં 99 હજાર જગ્યાઓની ભરતી થશે. આ તબક્કો મે-જૂન 2020 થી શરુ થશે અને જુલાઇ-ઓગસ્ટ 2021 સુધી ચાલશે. જણાવી દઈએ કે આનાથી પહેલા રેલવેએ 1.5 લાખ પોસ્ટની ભરતી કરી હતી.

રેલ્વેમાં ખાલી અને ભરેલી જગ્યાઓ

રેલ્વેમાં ખાલી અને ભરેલી જગ્યાઓ

હાલમાં, ભારતીય રેલવેમાં 15.06 લાખ પોસ્ટ છે. આમાં 12.23 લાખ પેરોલ પર છે જ્યારે 2.82 લાખ પોસ્ટ ખાલી પડી છે. હમણાં 1.5 લાખથી વધુ લોકોની ભરતી પક્રિયા ચાલુ છે. આ પૂરી થયા પછી પણ 1.31 લાખ પોસ્ટ ખાલી રહેશે. આ ઉપરાંત, આશરે 53 હજાર કર્મચારીઓ 2019-20માં નિવૃત્ત થશે. તથા 2020-21 માં 46 હજાર નિવૃત્ત થશે અને 99 હજાર પોસ્ટ ખાલી થઇ જશે. તેથી, રેલ્વેએ 2 લાખ 30 હજાર જગ્યાઓની ભરતી માટે આવેદન કર્યું છે.

અનામત પોસ્ટ

અનામત પોસ્ટ

તમને જણાવી દઈએ કે સરકારની નીતિ અનુસાર પ્રથમ તબક્કામાં આ ભરતીમાં 19715 પોસ્ટ એસસી, 9857 પોસ્ટ એસટી અને 35485 પોસ્ટ ઓબીસી માટે અનામત છે. આ પછી, બંધારણના 103 માં સુધારા બાદ હવે આર્થિક રીતે નબળા સવર્ણોને 10 ટકા અનામત આપવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. તેના અનુસંધાનમાં રેલ્વેએ ગરીબ વર્ગ માટે 13,100 પોસ્ટ અનામત રાખી છે. તેથી બીજી તબક્કાની ભરતીમાં એસસી અરજદારો માટે 15,000, એસટી માટે 7500, ઓબીસી માટે 27,000 જગ્યા અને ઇડબ્લ્યુએસ માટે 10 હજાર જગ્યા અનામત રાખવામાં આવશે.

રેલ્વેમાં ખાલી જગ્યાઓ માટેની લાયકાત

રેલ્વેમાં ખાલી જગ્યાઓ માટેની લાયકાત

ભારતીય રેલવે વિવિધ કર્મચારીઓમાં આ ભરતી કરશે. જેના માટે લઘુત્તમ લાયકાત આઇટીઆઇ ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ ડિગ્રી હશે. દરેક પોસ્ટ માટે યોગ્યતા અલગ અલગ હશે.

English summary
10 Percent Reservation For Railway Jobs Under General Quota
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X