For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા કરતા વધારે રિટર્ન મેળવવાના 10 સરળ રસ્તા

|
Google Oneindia Gujarati News

જ્યારે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટનો સંપર્ક કરીએ છીએ ત્યારે તે આપણને રોકાણ કરવાની અનેક ટિપ્સ આપે છે. આ ટિપ્સ ફાયદાકારક સાબિત થાય છે. આવી જ કેટલીક ટિપ્સ અહીં આપવામાં આવી છે. આ ટિપ્સને અનુસરીને રોકાણકાર લાંબાગાળા માટે વધારે સારું વળતર મેળવી શકશે.

બીજા કરતા વધારે રિટર્ન મેળવવાના 10 સરળ રસ્તા
જાણવા માટે આગળ ક્લિક કરો...

લાંબા ગાળાના ધ્યેય નક્કી કરો

લાંબા ગાળાના ધ્યેય નક્કી કરો


વ્યક્તિગત રોકાણકારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તેણે સમયાંતરે રોકાણ કરતા રહેવું જોઇએ. આ માટે દર મહિને રોકાણ કરવું એ બેસ્ટ છે. જ્યારે પણ આપને બોનસ કે ખાસ ઇન્સેન્ટિવ આપવામાં આવે તો આ રકમને ખર્ચ કરવાને બદલે તમારી બચતમાં ઉમેરવી જોઇએ. જો આપ લાંબા સમયે પોતાનું ઘર ખરીદવા માંગતા હોવ તો તેના માટે અત્યારથી જ દર મહિને બચત/રોકાણ કરવું જરૂરી છે.

આપના કરિયરના આરંભથી જ રોકાણ શરૂ કરો

આપના કરિયરના આરંભથી જ રોકાણ શરૂ કરો


આપે શક્ય તેટલી ઝડપથી રોકાણ કરાવાનું શરૂ કરવું જોઇશે. આ માટે ખાસ કરીને આપ જ્યારથી આપના કરિયરની શરૂઆત કરો ત્યારથી જ રોકાણ કરતા રહેવું જોઇએ. તેના કારણે લાંબા ગાળે આપને અન્યોની સરખામણીએ વધારે વળતર મળશે.

ટ્રાયલ કે સમયની રાહ ના જોવો

ટ્રાયલ કે સમયની રાહ ના જોવો


જે લોકો સ્ટોક માર્કેટમાં રોકાણ કરવાનું પ્લાનિંગ કરતા હોય તેમના માટે મહત્વનું છે કે ટ્રાયલ કે સારા સમયની રાહ જોવે નહીં. કારણ કે શેરબજારમાં વધઘટ ચાલતી જ હોય છે. આ કારણે સારો સમય કોને કહેવો તે ક્યાસ લગાવવો અઘરો છે.

લાંબા ગાળાનું રોકાણ કરો

લાંબા ગાળાનું રોકાણ કરો


આપ જો શેરબજારમાં રોકાણ કરતા હોવ તો તે ઇક્વિટી હોય કે ડેબ્ટ હોય, જ્યારે પણ રોકાણ કરો ત્યારે લાંબા ગાળાનું રોકાણ કરવાનો આગ્રહ રાખો. બંનેમાં લાંબા ગાળાના વિકલ્પોમાં સારું વળતર મળે છે.

વાસ્તવિક રિટર્નની ગણતરી કરો

વાસ્તવિક રિટર્નની ગણતરી કરો


હંમેશા રોકાણની પસંદગી કરતા સમયે વાસ્તવિક રિટર્નની ગણતરી કરો ત્યારે વાસ્તવિક રિટર્નની ગણતરી કરવી જોઇએ. આમ કરવાથી સારું વળતર આપતા રોકાણનો વિકલ્પ પસંદ કરવામાં સરળતા રહેશે. આ ગણતરીમાં ટેક્સનું પણ ધ્યાન રાખવું જોઇએ.

જોખમ વહેંચો

જોખમ વહેંચો


બધુ રોકાણ એક જગ્યાએ કરવાથી જોખમ વધે છે. જુદી જુદી જગ્યાએ રોકાણ કરવાથી જોખમ વહેંચાઇ જાય છે.

ઉંમરની સાથે રોકાણનો તાલમેલ

ઉંમરની સાથે રોકાણનો તાલમેલ


જો આપ નિવૃત્તિની વય સુધી પહોંચ્યા હોવ તો આપે ડેબ્ટમાં રોકાણ કરવું વધારે યોગ્ય રહેશે. જ્યારે નાની ઉંમરે આપ ઇક્વિટીમાં રોકાણ કરવાનું જોખમ લઇ શકો છો. આથી જોખમ લેતા પહેલા આપની વયનું હંમેશા ધ્યાન રાખો.

લાલચુ બનશો નહીં

લાલચુ બનશો નહીં


જો કોઇ ચોક્કસ રોકાણમાં આપને સારા પૈસા મળી ગયા હોય તો તેમાં વધારે લાલચ રાખવાની જરૂર નથી.

ઉતાવળિયા નિર્ણયથી બચો

ઉતાવળિયા નિર્ણયથી બચો


હંમેશા વેચાણ કરવાથી નફો મળે છે તેવું હોતું નથી. આપ જ્યારે પણ પોતાનું રોકાણ ઇક્વિટી, રિયલ્ટીમાંથી વેચવા કાઢો ત્યારે કોઇ પ્રકારનો ઉતાવળિયો નિર્ણય કરવો જોઇએ નહીં. આમ કરવાથી નુકસાન જવાની સંભાવના રહે છે. ડેબ્ટ ફંડ માટે આખી અલગ વાત છે.

ભૂતકાળની ભૂલોથી શીખો

ભૂતકાળની ભૂલોથી શીખો


આપે ભૂતકાળમાં જે ભૂલો કરી હોય તેમાંથી શીખવું જોઇએ અને ભવિષ્યમાં એવી ભૂલો ના થાય એનું ધ્યાન રાખવું જોઇએ.

English summary
10 simple ways to make more returns than others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X