11 બેંકો પર RBIની પકડ મજબૂત કરવા લાગી શકે છે આ નિયમો

Posted By:
Subscribe to Oneindia News

હાલ જે રીતે એક પછી એક બેંક સાથે છેતરપીંડીના અનેક કેસ સામે આવી રહ્યા છે. તેને જોતા આરબીઆઇએ કડક પગલાં લઇ આ વ્યવસ્થાને સુધારવાનું અને વધુ મજબૂત કરવાનું કામ શરૂ કરી દીધું છે. ખાસ કરીને આ કારણે કોર્પોરેટ ક્ષેત્રમાં નાના અને મધ્યમય વેપારીઓ માટે દેવું લેવું સરળ થઇ રહેશે. સાથે જ તમામ નિયમો સાથે હવે દેવું આપવામાં આવશે. કારણ કે આરબીઆઇ હવે પીસીએ પ્રણાલી પર કામ કરી રહી છે. જેના હેઠળ બેંક દેવું આપી શકશે.

પીસીએ પ્રણાલી

પીસીએ પ્રણાલી

સરકારી સુત્રો મુજબ ત્રણથી ચાર બેંકો તેવી છે જેનું દેવું આપવાનું પ્રદર્શન ખૂબ જ ખરાબ છે. આ માટે આ ત્રણ-ચાર બેંકોને પીસીએ ફ્રેમવર્ક હેઠળ લાવવાની સંભાવના રહેલી છે. એક અધિકારીનું કહેવુ છે કે જો આમ થયું તો બેંકો સાથે છેતરપીંડી કરતા કેસો ઓછા થઇ જશે.

છેતરપીંડીના કેસ

છેતરપીંડીના કેસ

એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે પીસીએ પ્રણાલી બેંકોની લોનને સમિત કરી દે છે. આ માટે નિશ્ચિત રૂપથી કંપનીઓ પર વિશેષ રૂપે એમએસએમઇ ઉપલબ્ધ કરાવવાથી લઇને ક્રેડિડ દબાવ વધશે. મોટી કંપનીઓ કોર્પોરેટર બોન્ડની પહોંચ બઝાર સુધી છે જેના કારણે તેની પર તરત પ્રભાવ નહીં પડી શકે.

11 બેંકો પીસીએ હેઠળ

11 બેંકો પીસીએ હેઠળ

પ્રાપ્ત જાણકારી મુજબ હાલ ખાલી 21 સરકારી બેંકોમાંથી ખાલી 11 બેંકો જ પીસીએ હેઠળ આવશે. પીસીએ હેઠળ બેંક ન્યૂનતમ પૂંજી, નોન પરફોર્મન્સ એસેટ્સ અને રિટર્ન એસેટ્સ પર લોનના લઇને નિયમોનું ઉલ્લધન કરે છે. આરબીઆઇ આ દિશા નિર્દેશોને લાગુ કરીને તેને સુનિશ્ચિત રાખે છે.

આઇસીઆરએ રેટિંગ

આઇસીઆરએ રેટિંગ

ગત મહિને આરસીઆરએ રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે પીસીએ હેઠળ પાંચ વધુ બેંકોને લાવવામાં આવી શકે છે. જેમાં કેનેરા બેંક, યુનિયન બેંક, આંધ્ર બેંક, પંજાબ નેશનલ બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંક સામેલ છે. જો કે એનપીએ પ્રણાલી હેઠળ પહેલા જ 11 બેંકો આઇડીબીઆઇ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, યુરો બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયા ઓવરસીઝ બેંક, ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ, દેના બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, કોર્પોરેશન બેંક અને અલ્હાબાદ બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

English summary
11 Public Sector banks are on RBI watch list PCA framework. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.