For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં 13.6 લાખ મોબાઈલ ગ્રાહકો ઘટ્યા, જાણો કોના કેટલા સબસ્ક્રાઇબર ઘટ્યા?

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના તાજેતરના ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 13.6 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં ભારે ઘટાડો નોંધાયો છે.

|
Google Oneindia Gujarati News

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના તાજેતરના ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરમાં ગુજરાતમાં 13.6 લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સાથે ગુજરાતના કુલ મોબાઈલ ગ્રાહકો ઓગસ્ટમાં આશરે 7 કરોડથી ઘટીને સપ્ટેમ્બરમાં 6.8 કરોડ થઈ ગયા છે, એમ અહેવાલ સૂચવે છે.

Recommended Video

ગુજરાતમાં ૧૩.૬ લાખ મોબાઈલ સબ્સ્ક્રાઈબર ઘટ્યા, કોરોનાની બીજી લહેર જવાબદાર

subscribers

તમામ મોટી ટેલિકોમ કંપનીઓએ સપ્ટેમ્બરમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો હતો. ટેલિકોમ ઉદ્યોગના સૂત્રોએ કોરોનાની બીજા લહેરની આસપાસ લોકોની નબળી ખર્ચ ક્ષમતાને આ ઘટાડો કારણભૂત ગણાવ્યો છે, જેના કારણે મોબાઇલ કનેક્શન્સ રદ્દ કરવામાં આવ્યા હતા અથવા રિચાર્જ ન થયા હતા. સતત બીલ ન ભરવાની અથવા કનેક્શન રિચાર્જ ન કરવાની અસર બે ત્રણ મહિના બાદ સપ્ટેમ્બરમાં જોવા મળી હતી, જ્યારે કનેક્શન્સ નિષ્ક્રિય થઈ ગયા હતા.

સુત્રોએ જણાવ્યું હતું કે, "કોરોનાની બીજી લહેર દરમિયાન ઘણા લોકો ખાસ કરીને પિરામિડના તળિયે આવેલા લોકો તેમના કનેક્શન રિચાર્જ કરવામાં અથવા તેમના મોબાઇલ બીલ નિયમિતપણે ચૂકવવામાં નિષ્ફળ ગયા હતા. પૈસા ચૂકવ્યા વગર જ અથવા રિચાર્જ કર્યા વગર જ કનેક્શન બે મહિના સુધી નિષ્ક્રિય રહ્યા પછી, મોબાઇલ કનેક્શન્સની એકંદર સંખ્યા ઘટી ગઈ હતી. તેની અસર સપ્ટેમ્બરમાં જોવા મળી હતી"

રિલાયન્સ જિયો, જે હાલમાં રાજ્યમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે, તેમણે વધુમાં વધુ 10.98 લાખ કનેક્શન ગુમાવ્યા, ત્યારબાદ Viએ લગભગ 1.48 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા અને એરટેલે લગભગ 1.24 લાખ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા છે.

રાજ્યની માલિકીની ટેલિકોમ ઓપરેટર BSNL, જે સતત સબ્સ્ક્રાઇબર્સ ગુમાવી રહી છે, તેણે સપ્ટેમ્બરમાં રાજ્યમાં વિપરીત રીતે કેટલાક સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે. સમગ્ર ભારતમાં પણ વલણ એ જ રહ્યું, જેમાં મોટાભાગના ટેલિકોમ ઓપરેટર્સે ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો છે.

ટ્રાઈના ડેટા અનુસાર દેશભરના ગ્રામીણ મોબાઈલ ગ્રાહકોની સરખામણીમાં શહેરી ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જો કે, ગુજરાત માટે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી. સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં ઘટાડો થવા સાથે ગુજરાતમાં ટેલિ-ડેન્સિટી ઓગસ્ટમાં 99.62 ટકા થી ઘટીને 97.6 ટકા થઈ ગઈ છે.

રાજ્યમાં ટેલિ-ડેન્સિટી આ વર્ષે જુલાઈમાં 100.17 ની ટોચે પહોંચી હતી, જે ફરી એકવાર ઘટતા સબ્સ્ક્રાઇબર સાથે ઘટવા લાગી હતી. વાસ્તવમાં TRAIના ડેટા અનુસાર ગુજરાતમાં જૂનમાં મોબાઈલ ગ્રાહકોએ 7 કરોડનો આંકડો પાર કર્યો હતો. આનો અર્થ એ થયો કે, રાજ્યમાં સબ્સ્ક્રાઇબર્સમાં વધારો થયાના માંડ બે મહિના બાદ મોબાઇલ કનેક્શન્સ રદ્દ થવા લાગ્યા હતા.

subscription,

English summary
13.6 lakh mobile subscribers declined in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X