For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

200 ની નોટ 500 કરતાં મોંઘી, જાણો કઇ નોટ છાપવનામાં થાય છે કેટલો ખર્ચ

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે ખાવા-પીવાની રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આવી સ્થિતિમાં, સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે ખાવા-પીવાની રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આવી સ્થિતિમાં, સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે, દેશની સૌથી મોટી બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને પણ નોટો છાપવી મોંઘી પડી રહી છે.

તાજેતરમાં માહિતી અધિકાર (RTI) દ્વારા ખુલાસો થયો છે કે રૂપિયા 200ની નોટ છાપવાનો ખર્ચ રૂપિયા 500 કરતા પણ વધુ આવી રહ્યો છે. આ સિવાય રિઝર્વ બેંકે તમામ નોટ છાપવાના ખર્ચ વિશે પણ જણાવ્યું છે.

RTIમાં થયો ખુલાસો

RTIમાં થયો ખુલાસો

તાજેતરની એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે, 200 રૂપિયાની નોટ છાપવી 500 રૂપિયા કરતા ઘણી મોંઘી થઈ ગઈ છે. આરટીઆઈનાજવાબમાંRBIએ જણાવ્યું હતું કે, આ દિવસોમાં 10 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ 20 રૂપિયા કરતા પણ મોંઘુ થઈ ગયું છે. તેનું કારણ કાગળનાસતત વધી રહેલા ભાવ છે. આ સિવાય RBIએ 2000 રૂપિયાની નોટ છાપવાનું લગભગ બંધ કરી દીધું છે.

જાણો કઈ નોટ છાપવા માટે કેટલો ખર્ચ થાય છે?

જાણો કઈ નોટ છાપવા માટે કેટલો ખર્ચ થાય છે?

  • 10 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 960 રૂપિયા
  • 20 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 950 રૂપિયા
  • 50 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 1,130 રૂપિયા
  • 100 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 1,770 રૂપિયા
  • 200 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 2,370 રૂપિયા
  • 500 રૂપિયાની એક હજાર નોટો છાપવાનો ખર્ચ - 2,290 રૂપિયા
50 રૂપિયાની નોટ છાપવામાં સૌથી વધુ ઉછાળો

50 રૂપિયાની નોટ છાપવામાં સૌથી વધુ ઉછાળો

વધતી મોંઘવારી વચ્ચે નોટોની કિંમતમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સૌથી વધુ અસર 50 રૂપિયાની નોટ પર પડી છે.

RBIના જણાવ્યાઅનુસાર, નાણાકીય વર્ષ 2020-21 માં, 50 હજાર રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 920 રૂપિયા હતો, જે 2021-22માં 23 ટકા વધીને 1,130રૂપિયા થઈ ગયો છે. આવા સમયે, 20 રૂપિયાની નોટ પર તેની સૌથી ઓછી અસર છે.

નાણાંકીય વર્ષ 2020-21માં 20 હજાર રૂપિયાની નોટછાપવા પાછળનો ખર્ચ 940 રૂપિયા હતો, જે વધીને 950 રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન 500 રૂપિયાની નોટ પર કોઈ અસર જોવા મળીનથી.

English summary
200 note is more expensive than 500 note, know which note costs how much to print.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X